વર્ષો પહેલા અનંત અજ્ઞાની વચ્ચે થયેલો સંવાદ ....
આઝાદી !!? ક્યાં છે આઝાદી ...?? કોણ છે આઝાદ ...???
@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@
અનંત આજે વહેલો જાગી ગયો....
અજ્ઞાની હજુ ગાઢ નિંદ્રામાં હતો....
નાહી ધોઈ સફેદ ઝભ્ભો લેંઘો પહેરી અનંત તૈયાર થઈ ગયો.
અને અજ્ઞાનીને ઢંઢોળતા...
જાગ અલ્યા જાગ .... !
અજ્ઞાની આળસ મરડતા ...
શું છે યાર સવારે સવારે....
અરે તને ખબર નથી ?
શેની ?
આજે આઝાદી નો દિવસ છે પંદરમી ઓગસ્ટ .....
અચ્છા.... તો.....??? અજ્ઞાનીએ વેધક સવાલ કર્યો .
તો શું ચાલ જલ્દી તૈયાર થઈ જા ....
કેમ ? શેના માટે ?
અરે કેમ શું આપણે ધ્વજને સલામી કરવા અને ધ્વજ વંદન કરવા જવાનું છે...
અચ્છા...15 મી ઓગસ્ટ આઝાદી....! અજ્ઞાનીએ કટાક્ષમાં બોલ્યો ...
એક ઊંડો નિશ્વાસ કાઢતા અજ્ઞાનીએ આગળ ચલાવ્યું.
હું જરૂર આવત અનંત, જો ખરા અર્થમાં આઝાદી હોત, પણ....
પણ શું અજ્ઞાની ... ? અનંતે પૂછ્યું.
કઈ નહીં તારે જવું હોય તો જા હું સલામી કરવા નહીં આવુ.
પણ કેમ ???
તું તારે જવું હોય તો જાને યાર...બહુ સવાલ ના કર. અજ્ઞાની ગુસ્સે થઈ બોલ્યો.
અનંત પણ જીદ્દી હતો જવાબ લીધા વિના જંપે એ અનંત નહીં ....
અરે પણ અજ્ઞાની તું ગુસ્સો કેમ કરે છે ? તારે ના આવવું હોય તો ના આવતો,
પણ ના આવવાનું કારણ તો જણાવ ?
અજ્ઞાની મૌન થઈ ગયો .....
અરે યાર કેમ મૌન થઈ ગયો ?
અજ્ઞાની હળવેકથી બોલ્યો...
અનંત... જ્યારે સમજાય જાય કે બોલવાથી કઈ જ ફર્ક નથી પડવાનો,
ત્યારે મૌન થઈ જવું બહેતર છે.
એ બધી ફિલોસોફી રહેવા દે અજ્ઞાની...
મને બસ એટલુ કહે કે તું સલામી કરવા શા માટે નથી આવતો .... ?
અજ્ઞાનીએ કહ્યુ જો અનંત લખવા,બોલવા કે કહેવા બેસું તો અઢળક કારણ છે.
તો કહે ને યાર ...! એકાદ કારણ તો કહે ..!
અનંતે અક્ણામણ છતાં આજીજી ભર્યા શ્વરે કહ્યું ...!
શું કહું યાર...તું કહે છે આઝાદી...!!?? ક્યાં છે આઝાદી ?કોણ છે આઝાદ ???
કઈ જ નથી અનંત આ વર્ષોથી ભજવાતું એજ ચીલા ચાલુ નાટક છે...
જે દેશના નેતાઓ પણ, ફટ્ટુસની માફક કમાન્ડો ના બંધનમાં ધ્વજવંદન,
સલામી, કરવા જતાં હોય. જ્યાં ઘરમાથી બહાર નીકળવામાં પણ પ્રજા ના જીવનું
જોખમ રહેલું હોય, જે દેશમાં સરહદ પર રક્ષા કરતાં જવાનોને દુશ્મન દેશના સૈનિકો
ઘૂશણ ખોરી આપણાં જવાનોના માથા વાઢિ દેશનું નાક કાપી નપુશંક નેતાઓના
હાથમાં આપી દેતા હોય છતાં એ ચૂપચાપ બેઠા જોતાં રહેતા હોય,
એ દેશને આઝાદ કહેવાય જ શી રીતે ...???
અને જો દેશ આઝાદ હોય જ નહીં તો સલામી કોને ? શા માટે ???
અજ્ઞાની એકી શ્વાસે આગ ઓકી ગયો ...
અને પછી એક ઊંડા નિશ્વાસ સહ બોલ્યો ....
અનંત હું શહિદોનું અપમાન કરવા નથી માંગતો...
સાચું કહું અનંત હું પણ સલામીને લાયક નથી...
કેમકે હું પણ આ બધુ જ ચૂપચાપ જોયા કરું છું ...
વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ....
અનંત અજ્ઞાનિની બાજુમાં ફસડાઈ પડ્યો....
ધ ... &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ધ ... &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ :- “અજ્ઞાની”
નેતાઓને નપુશંક કહેવા એ નપુશંકનું અપમાન કરવા બરાબર છે.
કેમકે નપુશંક પણ નેતાઓ કરતાં બહાદુર હોય છે...
ધ .. &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
નેતાઓને નપુશંક કહેવા એ નપુશંકનું અપમાન કરવા બરાબર છે.
કેમકે નપુશંક પણ નેતાઓ કરતાં બહાદુર હોય છે...
ધ .. &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
* બ્લાસ્ટ *
તું જો ઈંટ બનીને આવશે .
હું સામે પથ્થર ધરી દઇશ.
હું સામે પથ્થર ધરી દઇશ.
તું જો પથ્થર બની આવશે.
હું પાણી પાણી કરી દઇશ.
હું પાણી પાણી કરી દઇશ.
"અનંત"


No comments:
Post a Comment