મોટા ને હું ક્યારેય મોટા નથી સમજતો ..!
અને નાનાને હું ક્યારેય નાના નથી સમજતો..!
અને નાનાને હું ક્યારેય નાના નથી સમજતો..!
ઉમરથી કે અકલથી ...કેમેકે ..
ક્યારે ક્યો મોટો કઈ રીતે નાનો થઈ જાય કેવાય નૈ ..!
અને ક્યારે ક્યો નાનો કઈ રીતે મોટો થઈ જાય એ પણ કેવાય નૈ...!
કોઈ મોટો પોતાની તોછડી વાણી કે હલકા વર્તનથી કે હલકી હરકતથી ....
લોકોની નજરમાથી ઉતારીને સાવ તળિયે આવી જાય...
અને નાનાના નાનો થઈ જાય એવું બને ...!
અને ક્યારેક કોઈ નાનો પોતાની મીઠી વાણી કે ઉચ્ચ પ્રેમાળ વર્તન કે સારી વર્તુણાંક થકી....
લોકો ના હ્રદયમાં વસી જાય અને ટોચ પર આવી જાય એવું પણ બને ...!
બાકી ડાર્વિન વાદ પણ ખોટો પડી શકે છે ... તો હું કૈ વાળીનો મૂળો હે...
તમે ! કે કોઈ પણ...
પછી કહેશો કે Katira જ્યારે મો ખોલે છે..!
ભૈ સા...બ... બૌ આકરું બોલે છે...!!!
ભૈ સા...બ... બૌ આકરું બોલે છે...!!!
જોકે એટલે જ હું બૌ બોલતો નથી ...
તો શું તમે જે પણ કહો એ ચૂપ ચાપ સાંભળીને બેસી રહું... ?
માત્ર ને માત્ર વાહ, નાઇસ, વરી વરી નાઇસ ( કેટલી વાર નાવનું હોય પછી.. સુંદર, અતિ સુંદર
માત્ર આવું આવું જ બધુ !!!
પોસ્ટ ભાઈની હોય કે બાયની કોઇની પણ પોસ્ટ હોય ..
તેના પર માત્ર આવું બધુ લખવા વાળો લલ્લુ હું નથી ..!!!
મને વર્ષોથી હ્રદયસ્થ કરેલી મહાન કવિ પ્રેમ શંકર ભટ્ટની આ રચના બૌ ગમે છે...!
તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો ....
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો...
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો...
મને આટલુજ યાદ રહ્યું છે...
મારો સાવ કરતાં સાવ ટૂંકો ખુલાસો અહી સમાપ્ત થાય છે....
હવે જો આમાં પણ આપને વિવેક ના દેખાય તો , હું કશું જ ના કરી શકું ભૈ ...
આમ ને આમ બધા ભેગા મળીને મને લેખક કરી મેલશો...
પણ. ભૈ મને નૈ ફાવે...
અંતમાં પ્રેમ શંકર ભટ્ટની આખી કવિતા ....
તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો ;
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો -
એવો મૂરખ કરતા ગોટો.
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
જેનું મન મોટું તે મોટો.
પ્રેમશંકર ન. ભટ્ટ
અંતમાં વર્ષો પહેલા બોલાયેલા યાની ભાઈબંધ અજ્ઞાની દ્વારા લખાયેલા અને આજ સુધી વિલીન ના થયેલા પડઘાટા શ્બ્ધો આજે પડઘા રૂપે...
*પડઘો.*
સારું બોલો કે ખરાબ ...
બોલાયેલા શ્બદોનો પડઘો .....
ગમે ત્યારે સંભળાઈ શકે છે ..!
એ ના ભૂલવું જોઇયે કે શબ્દો ...
ક્યારેય વીલીન નથી થતાં .
“અજ્ઞાની”


No comments:
Post a Comment