વર્ષો પહેલા ....
આ બધા ગીતો છેક સાંકડી ગલીની ભીતર આવેલા
મહોલ્લામાં,
ઊંડે ઊંડે છેક ખૂણે આવેલા એ ખંડેર સમા ઘરમાં ગુંજતા ...
આખો દિવસ ...
અને ક્યારેક રાત્રે જ્યારે હું ત્યાં ચાય લઈને જતો ત્યારે...
કોઈ વાતો કે ચર્ચા નો વિષય ના હોય ત્યારે ...
અમે ત્રણેય ભાઈબંધો ટેપ રેકોર્ડમાં આ બધા ગીતો
સાભાળતા.
એયને રાતની નીરવ શાંતિ હોય...
આગળ અધખુલ્લા દરવાજો દરવાજાની આજુબાજુમાં બે બારી આગળ પાછળ ...
પછવાળે નવેરી અને નવેરીની પછવાળે ઘેઘૂર પીપડો....
લહેરાતા પીપડામાથી વાતો મંદ મંદ પવન અને પવન સાથે,
ડોલતા પીપળાના પાંદડાનો ખળખળાટ ...
ના કોઈ બીજો અવાજ ના કોઈ ખળભળાટ ...
નિતાંત એકાંત...
જીરોના લેમ્પનો આછો આછો પ્રકાશ
અને, મસાલા ધૂપસળીની મસ્ત સુવાસ ...
આખોય મહોલ્લો નિદ્રામાં પોઢી ગયો હોય અને
અમે ત્રણેય ભાઈબંધો મૌજથી જાગતા અને
આ બધા આવા બધા ગતો સાંભળતા ...
દુનિયાના લોકોને શાંતિ પામવા ક્યાં ક્યાં
ભટકવું પડતું હોય છે ..!
જ્યારે અમને એ ખંડેર મહીજ ,
પરમ શાંતી ચરમ અખંડ અનંત અલૌકિક શાંતીની
અલૌકિક અનુભૂતિ થતી ...
એ વાત નોખી છે કે હવે અમારા ત્રણમાથી
હું એકજ બચ્યો છું ..!
"અનંત"અને "અજ્ઞાની" એ બે નથી ..!
ખૈર ...
જેવુ એમનું ભાગ્ય...
જેવુ જેમનું ભાગ્ય...
એ નથી એ હકીકત છે..!
છતાં આજે પણ એ બંને મારી આસપાસ
હોવાનો મને ભાસ થાય છે ..!
વર્ષો પહેલા આત્મા સમેત ત્રણ ખોળિયાં હતા...
છતાં આજે...
અહી ત્રણ આત્મા નો વાસ છે ..!
બે મારી આસપાસ છે ..!
અને એક મારા ખોલીયાની માલીપા ...
વર્ષો પહેલા અમે માત્ર ગીતો સાંભળી શકતા ...
બસ સાંભળતા અને ભળતી અકલે કે,
મનગમતી કલ્પના કરતાં ...
જ્યારે આજે હું એકલો એ બધા ગીતો
જે અમે સાથે બેસીને સાંભળતા,
એ બધા ગીતોને આ ટેકનોલોજીના માધ્યમથી
જોઈ પણ શકું છું ..!
પેલી બીજી દુનિયાથી દૂર ...
આ ત્રીજી દુનિયાના એકાંતમાં તમામ પ્રકારના
કોલાહલ અને ઘોંઘાટથી દૂર....
હું અહી અમારા આ ખડેરમાં ...
ખુબજ અલૌકિક શાંતિ મહેસુસ કરું છું ..!
બહારની દુનિયામાં ચાલતી લવારીથી ..
બેફામ થતા બફાટથી રીતસર નો ત્રાસ થઈ આવે છે.
ક્યારેક તો ના ગમતા લોકોની અવર જવર થકી....
ત્યારે મારા માટે આ એક અલૌકિક જગ્યા છે ..!
અહીં ગમતા ના ગમતા કોઇની પણ અવર જવર નથી ...!
મગર હાં છુપાઈને અગર કોઈ અહી આવતું જતું હોય....,
તો મને ખબર નથી..!
https://youtu.be/TFr6G5zveS8?si=8y3CI_8Ax2sgsEhu
No comments:
Post a Comment