જાજા દિવસે ઘોઘો ઘરમા છે એવી ખબર પડતાજ..
કેટલાય દી'થી મનોમન ઘોઘો ભેગો થાય અકલે...,
ઘઘલાવવાનુ નક્કી કરી બેઠીલી ઘોઘી...
મનમા ઉઠેલા મનમા ગોખી રાખેલા..
(નૈ તો ભૂલાય જાય પાછા અકલે ઘોઘો એક ને સવાલો અનેક..)
સવાલો એક સામટા પૂછી નાખવાનુ નક્કી કરી બેઠેલી ઘોઘી...
ઘોઘાને ઘરમા ભાળી મનોમન બબડી...
ઊંદર પાછો દરમાં આવ્યો છે...
અકલે કે ઘોઘો પાછો ઘરમા આવ્યો છે.! એમ..
આમ મનમા બોલી હડી કાઢતી ઘોઘી
ઘોઘાના ઘર તરફ દોડી...
ઘોઘો ફરી જવા તૈયાર થતો હતો.
બહાર...
ઘોઘીએ આવતા વેંત કર્યો સવાલ..
ચીલ્લાઈને ખીજાઈને ઘોઘી બોલી...
ઘોઘા... ઘોઘા..! ક્યાં ગયો હતો...
લખર વઘર લેંઘા પર ચોળાયેલો ઝભ્ભો ચડાવતા ચડાવતા ઘોઘાએ કહ્યુ..
ઘોઘી.. આ સવાલ બરાબર નથી..!
મારે ઉતાવળ છે મોડુ થાય છે...
લે.! પાછો ક્યા જાય છે..?
ઝભ્ભો પેરી ઊતાવડે ઊતાવડે બારી પર લટકતા,
અરીસામાં જોઈ ફટાફટ વગર કાંસકીએ,
માથુ ઓળતા ઓળતા,
અકલે કે આંગળા વડે આડુ અવળુ માથુ ઓળતા
ઘોઘાએ અરીસામાથી ઘોઘી સામે જોઈને કહ્યુ...
હં, હવે બરોબર..
આ સવાલ બરોબર છે....
સખ્ત ગુસ્સાને કાબુમાં રાખી સ્વર પર ભાર દૈ..
ઘોઘીએ કહ્યુ. અચ્છાઆઆ...
ચાલ તો એનો જવાબ દે.! બોલ ક્યાં જાય છે.?
જંગલમાં.!!!?
હેં.!!!
હાં..!
કાં..!?
સિંહ પર સવારી કરી જંગલમા ફરી ફરી મારે..
બાકરીની લીંડી શોધવી છે પછી એ બકરીની લીંડીને
સિંહના પોદરામા ભેળવી પછી એના છાણા બનાવી
પછી એને તડકા છાયામાં સૂકાવી પછી એને સળગાવી
પછી એના પર ચાય બનાવી પીવી છે..!
મનમા ઘઘલાવવાનુ નક્કી કરીને,
કેટલાય સવાલો મનમા ગોખીને ઊભેલી ઘોઘી..
સોફા પર ફસડાઈ પડી ઘોઘાને કરેલો એક નાનકડા એવા
સવાલ "ક્યા જાય છે?" નો અઘરો એકઘારો ન સમજાય એવો
જવાબ સાંભળીને ઘોઘીને ત્મ્મર આઈ ગ્યા મગજ
ચકરાવા લેવા માંડ્યુ આંખે અંધારા આવી ગ્યા..
પડુ પડુ થતી ઘોઘીએ ઘોઘાનો સહારો લેવા હાથ
લંબાવ્યો
ત્યા ઘોઘો સરકી ગયો.....
દરવાજા તરફ..
અને ઘોઘી સોફાપર ફસડાઈ પડી...
કોણ જાણે,
ક્યા ભવનો બદલો લેવા ભટકણો છે આ ઘોઘો મને.....!
અજીબ મુસીબત છે....
ખબર નૈ કેવો આ નાતો છે..!?
ના તો, છોડી શકાય છે,
ના તો પકડીને બાહોમા જકડી શકાય છે...!
આવુ ઘોઘી મનોમન બબડી...
જો કે વાંક ઘોઘાનો નથી..!
આવુય પાછુ ઘોઘી મનમાજ બોલી..
ઘોઘી મનોમન બોલતી બબડતી રહી અને,
પાછુ ફરીને જોયા વગર... ઘોઘાએ કહ્યુ,
હુ જાઊ છુ મારે મોડુ થાય છે બકરી છટકી જશે..
આમ બોલતા બોલતા ઉતાવળમાં ઘોઘાએ
એક પગ પોતાના અને બીજો ઘોઘીના ચપ્પલમા નાખી દીધો...
અને ચાલતી પકડી...
મનોમન કકડી ઊકડી ઉઠેલી ઘોઘી ફટાફટ સોફા પકડી
ઊભી થૈ અને દરવાજા તરફ દોડી...
જતા ઘોઘાનો હાથ ખેંચી પાછો ઘરમા ખેંચી
સોફા પાસે લૈ જૈ ધક્કો માર્યો..
ઘોઘો ઘબ્બ દેતા સોફા પર બેસી ગયો, પરાણે...
ઘોઘી બોલી...
અક્કલ વગરના મે તને શું પૂછ્યું...
મને શુ ખબર..!
ઘોઘીએ ગુસ્સે થૈ કહ્યુ મારી વાત પૂરી નથી થૈ
વચ્ચે ના બોલ...
ઘોઘાએ ઝભ્ભો સરખો કરતા કહ્યું
હાં બોલ.. હવે નૈ બોલુ.
ઘોઘીએ ફરી શરૂથી શરૂ કર્યું...
ઘોઘા આઆઆઆ..
મે તને શુ પૂછ્યું હતુ અને તે શુ જવાબ આપ્યો એનુ તને
કૈ ભાન છે...!!!
ઘોઘાએ આદતવશ વાયડાય કરી...
આ લે લે..!
એનો અર્થ એજ કે તુ ભાનમાં છે..!
અક્કલ વગરના હુ તો ભાનમાજ છુ...
પણ તારી અકકલ વગરની અટપટી વાત સાંભળી
નક્કી બે, ભાન થૈ જઇશ...
ખબર છે એ તો.! માંડ આવી છે ભાનમાં...!
હમણાજ થૈ ગૈ 'તી નૈતો
આ તો ઘોઘો ચુપચાપ મનમાજ બોલ્યો..
પછી જાહેરમાં...
ઘોઘાને ચૂપ જોઈ ઘોઘીએ ફરી કહ્યુ...
અક્કલ વગરના હુ તો ભાનમાજ છુ...
પણ તારી અકકલ વગરની અઘરી અટપટી વાત સાંભળી
નક્કી બે, ભાન થૈ જઇશ...
બે ભાન નૈ ઘોઘી ત્રણ ભાન....
હે..! શું કહ્યુ...!? ઘોઘીનો શ્વર તીણો અને તીખો થૈ ગ્યો..
હાસ્તો એક ભાન તો તારામાં પણ પહેલેથી છેજ...
હવે તુ કહે છે કે તુ બે, ભાન થૈ જૈશ...
તો તુ ત્રણ ભાન થૈ જૈશ ને હવે...
પોતાના કપાળ પર હથેળી ઠપકારી ઘોઘી બોલી..
હે.., ભગવ્વાન...
કેમ..! એમા મે ક્યા કશુ ગલત કહ્યુ..!
એક કામ કરજે ઘોઘી તારાથી ત્રણ ભાનનો ભાર ના
ખમાય તો એક મને આપી દેજે બસ...
તોય તારી પાસે બે, ભાન વધશે...
મારી પાસે તો એકેય નથી...
એકાદ હશે તો તનેજ કામ લાગશે...
આમ કહી ઘોઘો..
એમનેમ એક પોતાનુ એક ઘોઘીનુ ચપ્પલ જે
ઊતાવડે પહેરેલુ તે એમજ પહેરીને રવાના થૈ ગ્યો..
હવે ઘોઘાને રોકવાની હિંમત ઘોઘીમા નો'તી
ઘોઘાને રોકીને ફરી બે મતલબની વાતો સાંભળીવાની હિંમત
હવે, ઘોઘીમા નહોતી અકલે ઘોઘાને જવા દીધો...
પાછળ પાછળ પોતેય ચાલી નીકળી...
પણ જેવી દરવાજા કને પહોંચી પગમાં ચપ્પલ નાખ્યા..
એવુ એક ચપ્પલ પગમાં ખટક્યુ જે ઘોઘાનુ હતુ..
અને ઘોઘી જોરથી બોલવા ગૈ અક્કલ...
પણ પછી આખુ ગામ સાંભળશે એ ભાન થતા...
ઘોઘાની જેમજ જોકે ઘોઘાએ ઉતાવળમાં અજાણતા
પહેરેલા પણ ઘોઘીએ જોઈ જાણી જાણી જોઈને
એક પગમાં પોતાનુ બીજામાં ઘોઘાનુ ચપ્પલ..
પહેરી લીધુ..
ઘોઘી ના મનમા ઊઠેલા ને પૂછ્યા પહેલા ભૂલાય ના જાય
માટે મનમા ગોખેલા અઢળક સવાલો.........
હાલ પૂરતા બાષ્પીભવન થૈ ગ્યા....
અને મનોમન ખીજવાતા લજવાતા ઘોઘી ઘેર ચાલી ગૈ...




No comments:
Post a Comment