વર્ષો પહેલા ખંડેરના અંધારે આતમના અજવાળે
ભાઈબંધ અજ્ઞાનીના આંતરેથી અનંત પ્રકાશ ફેલાયેલો ...
શબ્દ સ્વરૂપે
ચેતના સ્વરૂપને ...
***********************
પ્રેમથી જો મને યાદ કરો હાજર છું.
અંતરથી એક સાદ કરો હજર છું.
***********************
પ્રેમથી જો મને યાદ કરો હાજર છું.
અંતરથી એક સાદ કરો હજર છું.
નિર્દોષ,નિખાલસ,ને ભોળા પસંદ મને,
મનમાથી કપટ બાદ કરો હાજર છું.
મનમાથી કપટ બાદ કરો હાજર છું.
કંકાસથી કાયર મને શાંતિ અતિ પ્યારી
બંધ આ નગારાના નાદ કરો હાજર છું.
બંધ આ નગારાના નાદ કરો હાજર છું.
ઠેર ઠેર શોધવા ભટકો ના ઓ ભગતો.!
નજર કદીક આસ પાસ કરો હાજર છું
હું મંદિરમા યા મસ્જિદમાંજ છું એ કેવળ ભ્રમ છે.!
કણ કાણમાં છું હું.! વિશ્વાસ કરો હાજર છું.
કણ કાણમાં છું હું.! વિશ્વાસ કરો હાજર છું.
ના મને પરવા કોઈ સ્થાન કોઈ જગાની,
તો શાને આપ આ વિવાદ કરો હાજર છું.
તો શાને આપ આ વિવાદ કરો હાજર છું.
રંગ રૂપ તારા એ જ મારા, દિવ્ય ચેતના હું.
ઘટ ઘટમાં છું એટલુ જ્ઞાન ધરો હાજર છું.
ઘટ ઘટમાં છું એટલુ જ્ઞાન ધરો હાજર છું.
નિજ સ્વાર્થે ના બદનામ કરો ઓ “અજ્ઞાની”
બસ આંખો બંધ કરી મને યાદ કરો હાજર છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બસ આંખો બંધ કરી મને યાદ કરો હાજર છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અજ્ઞાની”



No comments:
Post a Comment