ઉનાળાની બપોરનું નીરવ શાંત વાતાવરણ
અમને ત્રણેય ને ખૂબ ગમતું
વર્ષો પહેલાં ઘણીવાર એવુ પણ બનતુ
કે કૈ કામ હોય નહીં અમે સાવ નવરા ધુપ
હોઈએ તો બપોરનાં એ મસ્ત મહોલમા પણ જ્યારે...
ગામ ઊંઘતુ હોય ત્યારે...
મહોલ્લા મધ્યે આવેલ ખંડેરમા
અમે જાગતા જામી પડતા...
એ વાતને વર્ષો વીતી ગયા...
એ બંને ખૂબ દૂર નીકળી ગયા...
આજે એવીજ બપોરે.
હું એકલો અટુલો નવરો ધુપ હતો.
કૈ કામ હતું નહીં.
જ્યારે કૈ કામ ના હોય ત્યારે પણ.!
મારી પાસે આ એકજ કામ હોય...
ભાઈબંધ ના ઝર્રઝર્રીત કાગળીયા...
બસ્સ હું એક થપ્પો લૈને બેસી ગયો.!
કાગળ ઊથલાવતા ઊથલાવતા...
એક વેદનામય કાગળ હાથ લાગ્યો..
ત્યારે મને ખૂબ દુઃખ લાગી આવ્યું.
અનંતની વેદના અક્ષરસહ મને મહેસુસ થઈ.
અનંતની વેદના અક્ષરસહ મને મહેસુસ થઈ.
ખબર નૈ કેટ કેટલી પીડા
એની ભીતર ભંડારી હશે.
એ કાગળમાં લખ્યું હતું તે માંડ ઊક્લ્યુ...
એક તો એના ગરબડીયા અક્ષર...
એ પણ સાવ ઝાંખા થઈ ચુકેલા...
એક તો બડી મુસીબતે ઊકલતા હતા
એમાય એક બે લાઈન વાંચી ત્યાં મારી
આંખો તગતગતી ઊઠી અકલે
ઉકેલવામાં વધુ તકલીફ પડી..!
એ કાગળમાં અનંતે
મોતને આમંત્રણ આપતા લખ્યું હતું.
ઐ મોત હવે તું જટ દસ્તક દૈ દે..!
આ અધુરપ ભર્યું અધુરૂ જીવન...
મારાથી નથી જીવાતુ જીરવાતુ.
મારે જોઈએ છે સતત અનંત...
પ્રેમ, હુંફ, આલીંગન, ચુંબનથી ભર્યું ભર્યું જીવન....
મને એની આદતસી પડી ચુકી છે..!
એ વગર આ જીવવવુ મને કઠીન લાગે છે.!
પણ.!
મને એની આદતસી પડી ચુકી છે..!
એ વગર આ જીવવવુ મને કઠીન લાગે છે.!
પણ.!
અને એવુ મધુરૂ જીવન જીવવા મારે જોઈએ
જીવનમાં એક સુંદર પ્યોર નારી..!
"અનંત" આટલી ઈચ્છા પુરી કરી દે મારી...
યા તો કોઈ પ્યોર નારી દૈ દે..!
યા તું મારો જીવ લૈ લે...!
ઐ મૌત જટ દસ્તક દૈ દે...!
ઐ મૌત જટ દસ્તક દૈ દે...!
"અનંત"
વાંચતા વાંચતા કાગળ પલળી ગયો...
અને નજર સામે તરવરવા લાગ્યો..!
બે ભઢ્ઢી ની આગ વચ્ચે પણ..!
નીજ મસ્તી મા જુમતો ગાતો નાચતો અનંત...!
પ્રેમમાં પડતો આખડતો તુટતો 'ને,
ભાંગીને ભુક્કો થૈ જતો
રાખમા રગદોળાતો અનંત....
અને પાછો ફીનીક્ષ પક્ષીની માફક...
રાખમાંથી બેઠો થતો અનંત...
મે નજરો નજર..
સગ્ગી આંખે જોયો છે.!
આવી અકળાવનારી વેદના...
કદાચ અનંતે એક પછી એક
બધી ચહીતી જ્યારે ચાલી ગૈ...
અને મહોલ્લો આખોય સુમસામ
સમસાન વત્ થૈ ગયા પછીની છે.!
મે નજરો નજર..
સગ્ગી આંખે જોયો છે.!
આવી અકળાવનારી વેદના...
કદાચ અનંતે એક પછી એક
બધી ચહીતી જ્યારે ચાલી ગૈ...
અને મહોલ્લો આખોય સુમસામ
સમસાન વત્ થૈ ગયા પછીની છે.!
*બ્લાસ્ટ *
ના કેવળ આ કાગળ પર શબ્દોની
કાલ્પનિક રચના છે..!
ના તો છે કાગળ ના તખ્તા પર ભજવાવાયેલી
કાલ્પનિક ઘટના છે..!
"અનંત " જેવુ લખાયુ છે..!
તેવુજ જીવાયુ છે જીવન..!
છે આ જીવનના તખ્તા પર ભજવાવાયેલી
વાસ્તવિકતા છે..!
વાસ્તવિકતા છે..!
"અનંત" સત્ય ઘટના છે ..!
"અનંત"
No comments:
Post a Comment