વર્ષો પહેલા મૌન થઇ ચુકેલા અનંત ણા શબ્દો આજે પણ પડઘાય છે !
મારા દિલો દિમાગમાં
જી હાં વર્ષો પહેલા ચુપ થઇ ગયેલ અનંત ના શબ્દો આજે પણ બોલે છે..!
જો કે બોલે છે એમ કહું એના કરતા બક બક કરે છે..!
એમ કહેવું વધુ ઉચિત રહેશે !
કેમકે અનંતે ખુદ પોતા વિષેનું સત્ય સ્વીકારતા...
વર્ષો પહેલા લખ્યું છે..! કે,
"અનંત" છું હું બકવાસ વાતો નો બેતાજ બાદશાહ .!
હું બે મતલબની બકબક કરું તો કરશો ના વાહ વાહ !
"અનંત"
જો કે અનંતને વાહ વાહ ની ભૂખ હતીજ નહિ !
એણે એવું પણ લખ્યું છે કે ,
હું આહ માં આનંદ કરું છું "અનંત" મારે વાહવાહ ની જરૂર નથી !
હું નિત નિજમાં મસ્ત ! ફકીરીમાં અમીર છું !કોઈ ભીખારી નથી !
આવીજ કૈક વાત અનંતે વેદના સાથે લખી હતી .
मे दर्द अपना शब्दों में लिख रहा था।
कुछ दर्द में अपना गीतों में गा रहा था।
और लोग सारे बजा बजा के तालिया
"अनंत" कर रहे थे वाह वाह।
"अनंत"
ખબર નૈ કેમ.! શુ થયુ કે, વર્ષો પહેલા...
અનંતે એની કોઈ ચહીતીને આમ કહ્યુ.
અને લખી, કહીને ચાલ્યો ગયો દૂર... દૂર...
અનંતે કદાચ નારાજ થૈ આવુ લખ્યુ, કહ્યુ હશે..?
કે પછી..?
મને બૌ ખબર નથી..
પણ,
વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહીતીને
કહ્યુ લખ્યું હતું કે ...,
હુ અને મારા શબ્દો સતત તને પુકારતા રહ્યા...
પણ તુ.!
ઓ હૃદય બહેરી તુ..!
સાવ કેવી છુ કે..,
તને મારો કે, મારા અંતરનો કે,
મારા શબ્દોનો અવાજ કદી સંભળાયો નહી..!
હુ આકાશ સામે તાકી સતત તને પુકારતા રહ્યો..
ખૈર...
હું હવે હુ જાઊ છુ, ફરી, આવુ છુ, ફરી જાઊ છુ..!
આ આવન જાવન યુગોથી...
અનંત... યુગોથી નિરંતર ચાલે છે એક અંતર લઈ ને...
અંતરમાં શું છે..!?
એક 'હુ' છુ એક 'તુ' છે..!
પણ ખૈર..
તને આ બધુ એમ સરળતાથી સમજાશે નહીં..!
એટલે...!
લે, હવે આજથી ફરી હુ મૌન થઈ જાઉ છુ.!
ચૂપ્પ બિલકુલ ચૂપ્પ.!
કદાચ પછી હવે.,
હવે પછી કદાચ..!
હવે પછી કદાચ..!
તને.!
મારો અવાજ નહીં.! બલ્કે મારા અંતરનો નાદ સંભાળશે...
તને, સમજાશે, સંભાળશે મારા શબ્દો નો અવાજ...
તૂ બે ધ્યાન હશે તો પણ.!
તૂ બે ધ્યાન થશે તો પણ..!
તૂ બે ધ્યાન થશે તો પણ..!
તારા હ્રદયની બહેરી દિવાલ સાથે...
મારૂ મૌન ટકરાશે...
મારૂ મૌન પડઘાશે...
મારૂ મૌન પડઘાશે...
અને.,,,
તૂ પણ,! અકળાશે...
જ્યારે.... તારા હ્રદય સાથે...
મારૂ મૌન ટકરાશે...
જ્યારે.... તારા હ્રદય સાથે...
મારૂ મૌન ટકરાશે...
યા તો તને ઊંડુ ધ્યાન લાગી જશે..
યા તો તું ભર ઊંઘમાંથી જાગી જશે...
યા તો તું ભર ઊંઘમાંથી જાગી જશે...
અને તારી ભીતર "અનંત" પ્રેમ પડઘાશે...
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત" ચૂપ થયા પછી, સત્ય સમજાશે.
મારા પછી, મારા વતી મારુ મૌન પડઘાશે.
મારા પછી, મારા વતી મારુ મૌન પડઘાશે.
"અનંત"સદીઓથી ઘટે છે, બસ એમજ.!
થશે ફરી, તનેય ઘટના ઘટશે પછી સમજાશે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
થશે ફરી, તનેય ઘટના ઘટશે પછી સમજાશે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
અને પછી અંતમાં બે અર્થમા એક રચના લખી..,
અનંત ખોવાઈ ગયો....
ક્યા..?
ખબર નૈ...
કદાચ..! એનામાં....!
એ અટપટા શબ્દો સતત ગુંથતો રહ્યો, ગુંથતો ગયો....
અને હુ ઊકેલતો રહી ગયો એના અટપટા શબ્દોની ગૂંચ...
ખૈર....એ મારૂ ભાગ્ય મારો હીશાબ....
એક ગૂંચ એ અને હુ અને તુ....
એક ઊકેલ તુ એક ઊકેલુ હુ....
આમ ને આમ એક બીજાને ઊકેલતા ઊકેલતા આપણે....
અનંત પ્રેમ, આનંદ, મસ્તીથી એક દી' ઊકલી જઈશુ.....
અનંત પ્રેમ, આનંદ, મસ્તીથી એક દી' ઊકલી જઈશુ.....
"બે અર્થમા " એક જીવન" એજ અર્થમા" બે જીવન..
એક અંતર નિરંતર ઝંખે નજીકતા...
એક અંતર રાખે હોય જે નજીકના...
એક અંતર રાખે હોય જે નજીકના...
એક અંતર બેઉ વચ્ચે એક અંતર...
બેઉ વચ્ચે એક અંતર એક અંતર...
બેઉ વચ્ચે એક અંતર એક અંતર...
દૂર છતા ભરપૂર ઝંખે ભરપૂર જીવે....
"અનંત" અંદર બહાર નોખુ નોખુ જીવાય છે...!
"અનંત" અંદર જેવુ બહાર થોડુ થોડુ જીવાય છે..!
"અનંત" અંદર જેવુ બહાર થોડુ થોડુ જીવાય છે..!
મારી ભીતર અનંત અલૌકિક એક અલગ જગત છે...!
જેમા અંદર અંદર અંતરથી અનંત ભરપૂર જીવાય છે...!
જેમા અંદર અંદર અંતરથી અનંત ભરપૂર જીવાય છે...!
આવુ જ્યારે વર્ષો પહેલા લખ્યુ ત્યારે...
મે અનંતને પુછ્યુ કે...,
વાત ખોટી નથી લાગતી એની જોકે,
છો હોય વર્ષો પહેલાની ...
અકલે કે અનંતે વર્ષો પહેલા લખ્યુ જ હતુ કે....,
"અનંત" ક્ષણમાં જે મજા હોય છે એ સતત માં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"
"અનંત" હું સતત વાંચું પ્રેમની કિતાબ અને તું !
સમજે ના કઈ, તો ભેંસ કને ભાષણ શું કામના !
સમજે ના કઈ, તો ભેંસ કને ભાષણ શું કામના !
વર્ષો પહેલાની વાત છે....! 
એ બૌ દિ' થ્યા નખરાં કરતી 'તિ...
ને પછી ગુસ્સે થઈ એક દિ' ...
ને પછી ગુસ્સે થઈ એક દિ' ...
જ્યારે એ ફળિયામાં આવેલા નળ કને પાણી ભરવા આવી ત્યારે ...
એ નખરાળીને "અનંતે" દૂરથી કહ્યું ...
એ ઊંચા અવાજે બોલ્યો...
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું પણ સમજે ના તું.!
જો, ઇશારાની ભાષા તો ,
ભેંસ કને ભાષણ શું કામના...
આમ કહી એ ભાગ્યો...
ખબર જ હતી હવે ભેંસ શિંગડા ઉલાળશે...
અને એવું જ થયું...
ઊભો..રે...ઊભો રે... પાડા....
તે મને ભેંસ કહ્યું...એમ .!
હાથમાં આવ એટલિ વાર તારી ખૈર નથી...
અનંત હડી કાઢટોતક ને ઉપલા મજલે રે'તા
મોટીબાના ઘરમાં જઈને મોટીબા પાછળ સંતાઈ ગ્યો...
મોટીબા એટલે મહોલ્લાના માલિક...
કમરથી વળી ગયેલા લાબુ નાક ઝીણી આંખ-
અસસ્લ વાર્તામાં આવતા ડોશીમા જેવા હતા મોટીબા...
પેલી ઉપર જઈને પાડા...
મોટીબા પાછળ શું સંતાઈ ગ્યો....
આમ બા'રો નીકળ ...
આજ તો ...
મોટીબા એ મોટીબા...
એને આમ બા'રો કાઢો તો....
પાડો મને ભેંસ કહીને ભાગ્યો છે...
આમ કહેતી પેલીએ મોટીબા પાછળ સંતાયેલા
અનંતને ઝંટિયા ખેંચી બહાર કાઢ્યો ...
એલા એ આ તોફાન રેવાદ્યો બેઉ જણા..
પછી રડશો....
મોટીબા વહાલથી બેઉને વઢયા ...
અને જુદાઇની ગંભીરતા વિષે -
અગમ ઈશારો પણ કરી દીધો...
પેલીએ અનંતના વિખરાયેલા વાળ ઝાલી
પગથિયાંની લાકડાના આડમાં પિટિ નાખ્યો ....
અનંત પેલીના હાથમાથી વાળ છોડાવતા છોડાવતા બોલ્યો...
છોડ ને હવે , ભે,, ....'સ'...
ભયના માર્યા ગળામજ અટકી ગયો ...
એટલે ભેસ ના બોલ્યો ને વિછણ કહી ..
છોડને હવે વિછણ,
તે તો મારા વાળ વીંખી નાખ્યા લે પણ....
આહા,,હા, હા... જાણે બૌ તૈયાર થઈને ફરતો હતો કેમ !
લઘરો તેમાં !
પેલા અરીસામાં તારૂ મોઢુ જોયુ છે..!
આમ પેલી ટપલી મારતા મારતા લહેકાથી બોલી.
અનંત પેલી સામે તાકી તાકીને જોવા લાગ્યો...
અને પેલીને કહે છે. જા જરા તારૂ મો સરખુ ધોઈ આવ તો....
કેમ.? અને આમ મારી સામુ તાકી તાકીને શુ જુવે છે..!?
લે તેજ તો હમણાં કહ્યુ અરીસામાં મો જોવાનુ...
એટલેજ તો કૌ છુ તારૂ મો સરખુ ધો એટલે મને મારૂ મો સરખુ દેખાય...
પેલીએ અનંતના ગાલ પર જીણકીક લાફી મારતા કહ્યુ,
જા હવે જા અક્કલ વગરનો થા મા...
મો જોવુ હોય તો જો તારા આયનામા..
ડોબા તારું માથું પહેલેથી જ વિખેરયેલું ચકલીના
માળા જેવુ હતું મારા વાંક કાઢમાં ...
બસ હોં બૌ થ્યું હવે મને તારી જેમ રૂપાળા અંગોના
કામણ કરવાની ફાવટ નથી સમજી ..
હાં હા હવે જોયો બૌ ભોળો તેમાં !
આંખોથી વાતો કરવા સિવાય ,
બીજું તને આવડે છે પણ શું !
પાછો મને સમજાવે છે ....
આમ કહી પેલીએ અનંત ની ભાષામાં જ સામા
સવાલો કરી ને અનંત ને મુંજાવી નાખ્યો ..
આંગળીનું ટેરવું અડાડતા તો ડરે છે ...
માત્ર આંખોથી પ્રેમની વાતો કરે છે..
માત્ર આંખોથી પ્રેમની વાતો કરે છે..
ને પાછો મને કહે છે હે કે ....
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હ્રદય જો હોય પાષણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું !
પણ સમજે ના તું !
જો, ઇશારાની ભાષા તો ,
ભેસ કને ભાષણ શું કામના...
તો હું એમ કૌ છું ડોબા કે...
એવા સ્પર્શ વિનાના પ્રેમ સગપણ શું કામના... ?
સામે આવું તો મારી સાથે લડ્યા કરે છે ..
ને દૂર જાઉં તો મારા વિના રડ્યા કરે છે ..
ને દૂર જાઉં તો મારા વિના રડ્યા કરે છે ..
અક્કલ વગરના.....
પ્રેમમાં આવા વળગણ શું કામના...
હાથમાં ઢગલો અબીલ ગુલાલ હોય..
પણ રંગ લગાડવાની ના મજાલ હોય...
પણ રંગ લગાડવાની ના મજાલ હોય...
તો બારે મહિના હોય તોય, ફાગણ શું કામના ...
પેલી અનંત ને આલિંગનમાં લઈને...
જો પ્રેમ જીવનમાં જુસ્સો પેદા ના કરી શકે તો,
રાત આખી નાહક આ જાગરણ શું કામના...
અનંત મુંજાઈ ગ્યો ......
મુંજવણ નો માર્યો બોલવા ગયો પણ ,
બોલી ના શક્યો 'ને,
પણ..પણ...યાર તું , તું , હું, હું,,મને ...
પેલી ગુસ્સે થઈ ને રે'વાદે . રે'વાદે હવે...
પણ,,પણ,,,ના કર...
"અનંત" બૌ ભોળો ના બન ..!
પ્રેમમાં કસકસતું આલિંગન અને !
ચસચસતું ચુંબન ! પણ જરૂરી હોય છે..!
અગર આખુય શરીર જો ના ઝણઝણે...
તો એવા પ્રેમ સંબંધ અ કારણ શું કામના...
તો એવા પ્રેમ સંબંધ અ કારણ શું કામના...
બોલ "અનંત" બોલ...! દે જવાબ હવે...
હું ભેસ કે પાડો તું.. ? હું. હું. હું. ઉહ..
પેલી પૂછે તો છે પણ,
પોતાના હોઠ અને આલિંગનમાંથી છોડે તો ,
અનંત બોલે ને...!
માંડ માંડ છૂટ્યા પછી...
અનંત હાફતો હાંફતો બબડ્યો આમ ,હોય !
માથું વીંખી નાખ્યું લે પણ મારૂ,
ગાંડા જેવીએ ...
પહલેથી જીથરા જેવા વાળ હતા તોય...
અનંતે પોતાના જીંથરા જેવા વાળ હાથના આંગળા વડે સરખા કરતો કરતા કહ્યુ.
માથાના વાળ સરખા કરતો કરતો અનંત....
ભીતર જઈને પોતાના કામે વળગી ગયો....
અનંતને વાળ સરખા કરતો
અંદર જતો જોતી, જોતી..
પેલી મનોમન લજવાતા લજવાતા બબડી...
અંતે મનેજ શરમ મુકાવી પાડાએ ... 
*બ્લાસ્ટ*
"અનંત" ક્ષણમાં જે મજા હોય છે એ સતત માં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"
गोरा मासी पाणी पिधू ..
अमुक जातिना लोको " मांथी"नी बदले मासी बोलता होय छे...
अमुक जातिना लोको " मांथी"नी बदले मासी बोलता होय छे...
जेमके ...
में गोरा माथी पाणी पिधू...
में गोरा मासी पाणी पिधू...
में गोरा मासी पाणी पिधू...
पछी में किधू आ एक उखाणु हतु...
गणपतिनु पेट पण गोरा जेवू एटले में ते दि' एमाथी पाणी पिधु ...
अने अटले पछी गणपतिना पेटनु पाणी हल्यु अने बोल्यु...
साचे...!
साचो साच गणपति उवाच.... 
આજે જે સડી રહ્યા છે એજ જર્ર્જર્રીત્ર કાગળમાંથી આછા થઇ ચુકેલા અક્ષરો
ઉકેલતો ઉકેલતો જાળવી જાળવીને હું એક પછી એક કાગળ ઉથલાવતો રહું છું !
નવરા બેઠા જ્યારે મન પડે ત્યારે....
અનંતના કાગલીયામાં સમય પસાર કરતો હું !
અજ્ઞાની અનંતના શબ્દોના સહારે ડૂબતો તરતો હું !
કતીરા ...
દિવસે દિવસે કઢંગા ઢંગા થતાં હે મારા પ્રિય ભક્તો ...
આમ જ જો કરશો તો, મને અપ્રિય થઈ જશો યાર...! હવે તો સમજો...!
"અજ્ઞાની" ભક્તિ જો દર્શન હોય તો મજા છે ...
પણ જો ભક્તિનું પ્રદર્શન થાય તો સજા છે...
પણ જો ભક્તિનું પ્રદર્શન થાય તો સજા છે...
સાચો સાચ ....
શ્રી ગણપતિ ઉવાચ...
શ્રી ગણપતિ ઉવાચ...
દસ દિવસ સહયો કેટલો ત્રાસ...
આજે માંડ માંડ થઈ હા..શ.....!
સાચો સાચ ....
શ્રી ગણપતિ ઉવાચ.....
શ્રી ગણપતિ ઉવાચ.....
ભક્તો જ્યાં સુધી દર્શન કરતાં ત્યાં સુધી હતું બધુ જ ઠીક....
પણ હવે શરમ આવે છે મને , અને પ્રદર્શનની લાગે છે બૌ બીક...
સર્જનથી વિસર્જન પ્રક્રિયા દરમિયાન જો મને કોઈ વાતની ખુશી કે આનંદ હોય તો,
તે એ વાતથી કે મારા સર્જન અને વિસર્જન દરમિયાન....
કઈક ગરીબોના ભુખા પેટ ભરાય છે....
એ સિવાય મારા ઉત્સવનો મને કોઈ જ ઉત્સાહ નથી રહેતો કેમેકે...
મારા આ ઉત્સવ દરમ્યાન ઘણી બધી બાબતો મને ઊંડું દૂ:ખ આપે છે....!
સાચો સાચ....
ગણપતિ ઉવાચ.....
ગણપતિ ઉવાચ.....
આખા વર્ષમાં આ દસ દિવસ પેટ ભરીને ચુરમાના લાડુ ખાવાનું મારુ સપનું ...
જોકે આ પણ "તમારી મૂર્ખામી ભરી કલ્પના માત્ર એક નાટક છે !"
અંતમાં તો ખાઉધરાઉ તમેજ એ લાડુ ખાઈ જાવ છો ..!
છતાં તમારી કલ્પના મુજબ માની લ્યો તો ...
તમારી આ શર્મ જનક હરકતોથી મારી લાડુ ખાવાની ઈચ્છા મરી જાય છે ...!
આખા વર્ષમાં આ દસ દિવસ પેટ ભરીને ચુરમાના લાડુ ખાવાનું મારુ સપનું ...
ત્યારે ચકના ,,,, ચૂર.... થઈ જાય છે....!
જ્યારે હું કાન ફાડી નાખતા કર્કશ ગીતો અને એ પણ મારાજ નામના ગીતો...
જી હાં ..!
આવા કર્કશ અને કઢંગા વ્યર્થ ડીજે ગીત સંગીત પર મારી સ્થાપના વખતે....
તેમજ વિસર્જન સમયે રસ્તા ની વચોવચ્ચ મારી સામે જ્યારે...
સીન સપાટા કરતાં નશામાં ચકચૂર યુવાઓ તમે જ્યારે કઢંગા નાચ નાછો છો ત્યારે.....
ચુરમાના લાડુ ખાવાનું સપનું ચૂર ચૂર થઈ જાય છે ...
મને ખૂબ શરમ લાગે છે...!
અને મારી લાચારી તો જુવો ! હું આંખ કે કાન બંધ પણ નથી કરી શકતો..!
સાચો સાચ....
ગણપતિ ઉવાચ.....
ગણપતિ ઉવાચ.....
અલ્યા જોતાં નથી ! તમને જરીએ જ્ઞાન ભાન છે ?
જરા ધ્યાનથી જુવો મારા સુપડા જેવડા મોટા કાન છે ?
જરા ધ્યાનથી જુવો મારા સુપડા જેવડા મોટા કાન છે ?
અને તેથી મને સાવ ધીમેકથી કરેલી પ્રાર્થના પણ સંભળાય છે...
અરે મૂર્ખ નાદનો ...
મૌન રહી મનમાં કરેલી તમારી પ્રાર્થના પણ હું એકદમ સપ્સ્ટ રીતે સાંભળી શકું છું...!
કેમ તેમ છતાં તમે લોકો આ મોટા મોટા ભૂંગળા દ્વારા મારા કાન ફાટી જાય એવા,
સાવ કઢંગા ગીત સંગીત વગાડી મને જલ્દી ભાગી છૂટવાનું મન થાય....
એ હદે ત્રાસ આપો છો ??
બની શકે મારી ભક્તિમાં તમે આજકાલ પાગલ થયા છો...
પણ એ ન ભૂલો કે તમે લોકોએ જ્યાં મારી સ્થાપના કરી હોય...
ત્યાં આસપાસ કોઈ બીમાર હોય શકે છે , નાનું બાળક હોય શકે છે ....!
તમારી આ ત્રાસ દાયક હરકતોથી એની પીડા વધી શકે છે એ રોઈ શકે છે ..!
તમારી આ ત્રાસ દાયક હરકતોથી એની પીડા વધી શકે છે એ રોઈ શકે છે ..!
એ બીમાર બાળકો ,વૃધ્ધો ને તમારા આ
કઢંગા અને કર્કશ ગીતો સંગીતો અને નાચગાન ને કારણે તકલીફ પણ થઈ શકે છે ...
જરા એમનો પણ વિચાર કરો મારા મૂર્ખ ધૂર્ત કઢંગા ભક્તો ...
બસ માત્ર આટલું જ વિચારો..સુધરો અને મારા હ્રદયમાં અગ્ર સ્થાને બિરાજો.... !
સાચો સાચ....
ગણપતિ ઉવાચ.....
ગણપતિ ઉવાચ.....
હું એજ છું એક જ છું છતાં તમે લોકો મને મારી જ સાથે હરીફાઈ કરાવો છો....
ફલાણા ગણપતિ બૌ સારા છે ઢીંકણા તેનાથી પણ સારા છે , શું છે આ બધુ.. ???
જાતજાતના કિંમતી વાઘા પહેરાવી.,હીરામોતી ચાંદી સોનાથી મઢીને-
અંતે તો તમે લોકો મને પાણીમાં જ પધરાવો છો.
અરે નાદાનો હું એજ ગણપતિ છું .!
જેને તમે લોકોએ આજ કાલ તમારા ઘરના દરવાજના-
બારસાખ પરથી દૂર કરી નાખ્યો છે ....
અને છતાં મને કોઈ દુખ કે ફરિયાદ નથી જ નથી !
કેમકે એક ગોખલામાં તો તમે મને બેસાડયો જ છે ને...?
બસ હું આટલાથી જ ખુશ છું....
બસ મને આમ જ રાખશો તો વધુ ગમશે .....
સાચો સાચ....
ગણપતિ ઉવાચ.....
ગણપતિ ઉવાચ.....
બધા જોર શોરથી મારા ગીત વગાડો છો .
તમે બધા મનમાં એક સરખૂજ વિચારો છો.
તમે બધા મનમાં એક સરખૂજ વિચારો છો.
કે ગણપતિ મારૂ સાંભળે, અને આમ વિચારી,
સૌ પોતપોતાના ટેપના વોલ્યુમ વધારો છો... !
સૌ પોતપોતાના ટેપના વોલ્યુમ વધારો છો... !
પણ હે ભક્તો ખરું કહું તો મને તમારા રેકર્ડમાં વાગતો એક પણ શબ્દ,
સરખો સંભળાતો કે સમજાતો જ નથી ..! તો પછી..?
હાં મારા કાન દેખાવે ખૂબ મોટા સુપડા જેવા છે.બની શકે એટલે તમે લોકો-
કદાચ એમ સમજી ને જોરશોરથી રેકર્ડ વગાડો છો કે કદાચ....
મારા કાનના પ્રમાણમાં અવાજ નહીં આવે તો ,,,,
મને તમારી રેકર્ડ દ્વારા થતી પ્રાર્થના નહીં સંભળાય તો ...
પણ ભક્તજનો એવું બિલકુલ નથી ...!
ખરું તો એ છે કે મારા મોટા કાન કેવળ અંતર નાદ સાંભળવા જ સક્ષમ છે...!
અને સાચું માનશો ભક્તો !
મારા આ સુપડા જેવા બાહ્ય કાન તો માત્ર દેખાવના જ છે ....!
જેમ આ તમારું દર્શન પ્રદર્શન અને મારા કાન એજ સંદેશો આપે છે કે ...
નાનું કે મોટું હોવું મહત્વનુ નથી " કાનનું કે આપનું "
મહત્વ શું સાચું શું ખોટું એનું છે ..!
મોટા કાન હોય તોય શું ના હોય તોય શું ...
હું તો હ્રદયથી હ્રદયનો અવાજ જ સાંભળી શકું છું....
મૌન પ્રાર્થના સીધી જ મારા હ્રદયને સ્પર્શે છે....!
કર્કશતા બિલકુલ નહીં ....!
સાચો સાચ....
ગણપતિ ઉવાચ.....
ગણપતિ ઉવાચ.....
અને અંતમાં આ જોઈ મને ડાબી છાતીમાં ખૂબ દૂ:ખે છે.
જ્યારે મારી સાથે કેટલાય જીવતા યુવા જળમાં ડૂબે છે.
જ્યારે મારી સાથે કેટલાય જીવતા યુવા જળમાં ડૂબે છે.
આટલું બોલી અને પછી ગણપતિ મહારાજ ભારે હૈયે પાણીમાં ગરક થઈ ગયા.....
અંતર ધ્યાન થઈ ગયા.......
અને મારા માનસ પટ પર ગણપતિ માફક સ્વર્ગવાસી “અનંત” પ્રગટ થયો....
એની વર્ષો જૂની રચના સાથે...
સાચો સાચ....
“અનંત” ઉવાચ....
“અનંત” ઉવાચ....
જે નાના છે ,ખરેખર તેજ મોટા ભક્તો છે.
“અનંત” જે મોટા છે તે તો ખોટા ભક્તો છે.
“અનંત” જે મોટા છે તે તો ખોટા ભક્તો છે.
અંતમાં બ્લાસ્ટ ઓફ “અજ્ઞાની” થ્રો &3 બ્લાસ્ટ.......
1:- ધર્મના નામે ધતિંગથી ‘ને પ્રેમના નામે ચિટિંગથી ઈશ્વર ક્યારેય ખુશ ના થઈ શકે....
2:- શક્તિ કે ભક્તિ ક્યારેય પ્રદર્શનની મોહતાજ ના હોય શકે....
સમય આવ્યે એ આપો આપ પ્રગટ થઈ જ જતી હોય છે....
સમય આવ્યે એ આપો આપ પ્રગટ થઈ જ જતી હોય છે....
3:- મધુર ગીત સંગીત કેવળ માનવ જાત જ નહી બલ્કે પશુ પંખી પૃથ્વી અરે..
આખાયે બ્રહ્માંડ માટે ફાયદા કારક છે....
જ્યારે કર્કશ સંગીત આ બધા માટે ગમે ત્યારે પ્રાણ ઘાતક સાબિત થશે...!
"અજ્ઞાની"....
બસ મને તો બિલકુલ જાજુ બોલવાની આદત નથી ........ 
સાચે ! હું કશું નથી બોલ્યો ....
સાચોસાચ ગણપતિ ઉવાચ... 
अनंत के फटे पुराने अस्थि पिंजर जैसे कागजोमें से....
फिर मुझे मिला एक पिंजरा अनंत का ...
"पिंजरा"
अनंत सिर्फ एक पिंजरा है...!
जो अब खुल्ला ही खुल्ला है..!
जो अब खुल्ला ही खुल्ला है..!
दरवाजा ईस पिंजरेका ऐ पंछी...
वर्षो पहेले ही टूट चूका है.
वर्षो पहेले ही टूट चूका है.
अब ये पिंजरा खुल्ला है..
आये जाए पंछी अपनी मर्जीसे -
आये जाए पंछी अपनी मर्जीसे -
पिंजरा ना रोकता ना बांधता है...
क्योकि दरवाजा ही नहीं ...
क्योकि दरवाजा ही नहीं ...
इल्जाम कुछ ईस तरहा है...
ये जो पहेला दूसरा तिसरा है...
ये जो पहेला दूसरा तिसरा है...
और कुछ नहीं , कुछ भी नहीं..!
"अनंत" एक खुल्ला पिंजरा है...
"अनंत" एक खुल्ला पिंजरा है...
"अनंत"
और उसी अस्थि पिंजरमें से ही मुझे ये भी मिला....
"बे वजा कुछ भी ! कभी कही होता नहीं.... "
कुछ तो वजै होगी ही ! बे वजै मेरी कलम मेरा दिल कहा कुछ बोलता है.?
लेकिन ये दिल जब भी कुछ बोलता है तब भेद बहोत ही गहेरा खोलता है .
लेकिन ये दिल जब भी कुछ बोलता है तब भेद बहोत ही गहेरा खोलता है .
कुछ तो वजै होगी ही ! बे वजै मेरी कलम मेरा दिल कभी कुछ बोलता नहीं .
बे वजा कोई भी इंसान कुछ कहे सुने सहे ऐसा इस जहामें कभी भी होता नहीं.
बे वजा कोई भी इंसान कुछ कहे सुने सहे ऐसा इस जहामें कभी भी होता नहीं.
अपने बारे में जब कुछ कहेना होता है तब जाके कोई हाल हमारा भी पूछता है.
यु तो तन्हाईमें अकेले हम मर भी जाए तब भी ! कोई हाल चाल पूछता नहीं.
यु तो तन्हाईमें अकेले हम मर भी जाए तब भी ! कोई हाल चाल पूछता नहीं.
तब जाके दर्द किसीका समज में अता है.जब कभी खुदको तकलीफ होती है,
दिलासे देने नहीं लेने आते है वो. यु तो आंसू यहा कोई किसीका पोंछता नहीं.
दिलासे देने नहीं लेने आते है वो. यु तो आंसू यहा कोई किसीका पोंछता नहीं.
हर कोई यहा पर अपनी ख़ुशी और अपने गमके बारे में ही सोचता है अकसर.
और उसके लिए कुछ भी ! करता है. दुसरो पे क्या गुजरेगी कोई सौचता नहीं.
और उसके लिए कुछ भी ! करता है. दुसरो पे क्या गुजरेगी कोई सौचता नहीं.
“अनंत वो पिंजरा है जो खुल्ला हे. वर्षो पहेले इस पिंजरेका दरवाजा टूट चूका है.
कोई पंछी आये जाए उसकी मरजी ये पिंजरा किसीको बांधता या रोकता नहीं.
कोई पंछी आये जाए उसकी मरजी ये पिंजरा किसीको बांधता या रोकता नहीं.
"अनंत"
અને ઘોઘીએ આશ્ચર્ય સર્જયું....
ઘોઘો હજુ આંખ મીંચીને ઘોઘીના મો કને કાન ધરીને બેઠો છે ....
ઘોઘીને જે વિચાર આવ્યો તો "કાનમાં બટકું ભરવાનો " એજ વિચાર ઘોઘાને
આવ્યો પણ વિચાર વિચારમાં ફેર પ્રેમ અને ડરનો હતો ...
બંધ આંખે ઘોઘને વિચાર આવ્યો કાનમાં વાત કહેવાને બદલે ઘોઘો બટકું ના
ભરે તો સારું ...
ચિંટિયો ના ભરવાની કસમ ખાધી છે એ પણ મારા ગળાની...
કદાચ ...
એવું બધુ પછી કૈ ના થયું જોકે, પણ કશુક નવું થયું ...
ઘોઘી એ ઘોઘાને કાનમાં કહ્યું ...
વર્ષો પહેલા અનંતે એની ચહિતી ને આ વાત કહી 'તી ...
જો કે એને ક્યાં, ક્યારે,અને, એની કઈ ચહીતીને-
આ વાત કહી 'તી ... એ, મને ખબર નથી ...
કેમકે આ વાતો એણે ગરબડીયા અક્ષરે....
છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર વર્ષો પહેલા લખી 'તી...
જે કાગળિયા હવે તો સાવ પીળા પડી ચૂક્યા છે, બસ સાવ અણીના ચૂક્યા છે ...
ના સુધારો,ના વધારો , આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ...
એમાં એણે લખ્યું છે કે ,,,,
શા માટે આવું થાય છે મને ? કૈ ખબર નથી પડતી ...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !
'ને ક્યારેક તું એવિ ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !
'ને ક્યારેક તું એવિ ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !
પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!
પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું !
પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું !
"અનંત"
"અનંત" અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે...
તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ...
તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ...
પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-
માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ...
માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ...
"અનંત"
એટલે પછી ક્યારેક ક્યારેક તો કેવું કેવું થાય છે તને ખબર છે ... ?
ક્યારેક ક્યારેક તો એવો વિચાર પણ આવે કે ,,,
આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ?
એક ના એક દીન એ પણ સમજાઈ જશે...
જોકે મજા પ્રેમની એવું બધુ કઈ ના સમજાય ત્યાં સુધી જ હશે ....
સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...
ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...
ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...
હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...
પણ શું નામ થકી રૂહને કદિ આરામ મળશે ...?
પણ શું નામ થકી રૂહને કદિ આરામ મળશે ...?
અને ક્યારેક ક્યારેક તો એવું એવું બધુ થાય કે,,,
ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે.
કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.!
કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.!
સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ-
સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?
સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?
હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે વિચારું છું એજ તું ધારે છે,
વિચારે છે ! તારી તરફથી ક્યાં કોઇ એટલા ઠોસ ઇશારા આવે છે.
વિચારે છે ! તારી તરફથી ક્યાં કોઇ એટલા ઠોસ ઇશારા આવે છે.
અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે છે ને ! ત્યારે...
સાલું મારુ મન માનતું નથી.!.‘ને મને આંખેય અંધારા આવે છે.
સાલું મારુ મન માનતું નથી.!.‘ને મને આંખેય અંધારા આવે છે.
જો કે તારો ગુસ્સોય વાજબી જ છે. હું સમજતો નથી કદાચ,!
બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.!
બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.!
આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ?
ખૈર...
એ વાત જાણી જોઈને જવા દઈએ....
ચાલ આજ મજા એ વાતની લઈએ....
ચાલ આજ મજા એ વાતની લઈએ....
કે,,,,
છો મને સતત વિચારો તારા આવે...
તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.!
તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.!
"અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!
વિચારો પ્રેમના પણ ..!
સાવ ચોખ્ખા ને ચટ.!!
બીજી શું ખટપટ...!
બોલ હવે જટપટ ..!
કે હવે તને કૈ, વિચાર પ્યારા પ્યારા આવે છે.?
“અનંત”
બ્લાસ્ટ :-
"અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..!
હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ ' ને આંખમાં રાખ ..!
હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ ' ને આંખમાં રાખ ..!
તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ...
તારી આંખોમાં ચમક હશે બસ મારા થકી...
તારી આંખોમાં ચમક હશે બસ મારા થકી...
"અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું !
તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!
તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!
"અનંત"
પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...









No comments:
Post a Comment