આંખ ઘેરાતા સોફા પર બેઠેલો ઘોઘો...
સોફા પરજ લાંબો થૈ ઢળી ગયો...
આમ જવાય...?
હુ એમ પુછુ છુ.! આમ જવાય...?
આવા ધગધગતા ઉનાળામાં...
લૂ ઝરતા તાપમાં...
હૈયા ને ટાઢક આપવાની લ્હાયમાં ...
હૈયુ દાઝ્યાની વાત...
અને મોડી રાત...
અને,
અંધારે ઓચીંતી મ્માર્રી આંખ્ખ ઘેરાય...
અને પછી એક સપનુ લૈ ને સુઈ જાય...
એમ્મા મ્માર્રો શુ વાંક્ક..! હુ એમ કૌ છુ.!
...અને,
"સવારે આંખ ખુલતા ઘોઘાએ અંધારૂ જોયુ "
અકલે સફાળો જાગી તકીયા પર મુક્કો મારતા_
( સોફાના ટેકણ પર મુક્કો મારે તો લાગે નૈ)
_અને પછી, ઘોઘો આંખ ચોળતા ચોળતા
ઘોઘીને ઘઘલાવવા માંડ્યો....
અને પછી, ઘોઘાએ પોતે પોતાની પણ જાટકણી કાઢી.
પોતીકો જાણી અંતે ઘોઘી હૈયા સુધી પહોંચી હતી.
અને બળબળતા હૈયાની અકલે કે,
હૈયુ દાઝ્યાની વાત કહેવા આવેલી ઘોઘી...
વાત કરી રહી હતી અને, ઘોઘાનો હંકારો બંધ થૈ ગ્યો.
અકલે કે, ચાલુ વાતે ઘોઘો ઊંઘી ગયો.
અકલે,
ઘોઘી ઘોઘાને કહ્યા પુછ્યા વીના,
રીસાયને ચુપચાપ ચાલી ગૈ...
ઘોઘાને મન તો હજુ અંધકારજ....
અકલે એણે તો અધ્ધ ખુલ્લી આંખે
ઘોઘીને સામે જાણી,
હૈયે અટકેલી વાત આગળ વધારી...
પણ જેવી સંપુર્ણ આંખ ખુલ્લી એવુ અંધારૂ.....
કારણ કે,,,
બારીની તીરાડમાથી સુરજનો તેજ લીસોટો.....
સીધ્ધો ઘોઘાની આંખમાં......
અને ઘોઘી ગુમ....
અને અજવાળે અંધારૂ...
બ્લાસ્ટ :-- વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે......
આકરા તાપના અનુભવના અંતે,
અક્કલના ઊંડાણેથી ઊલેચીને,
મને,
એક વાત કહેલી કે,
"અનંત" પાછળ અધુરૂ છુટે, આગળ વધે અધુરૂ...
આમ અનંત..અનાદી યુગોથી જીવન રહે અધુરૂ...
આમ અનંત..અનાદી યુગોથી જીવન રહે અધુરૂ...
એટલેજ તો દેખાતો અંત, ના અંત હોય છે,
ના શરૂ.
આવન જાવન જારી સતત, તોયે થાય ના અધુરૂ પુરૂ...
ના શરૂ.
આવન જાવન જારી સતત, તોયે થાય ના અધુરૂ પુરૂ...
બસ એ પૂરૂ કરવા સૌ આવે છે, જાય છે.!
હર વખતે કૈક ખૂટે છે, કૈક અધૂરૂ છૂટે છે..!
હર વખતે કૈક ખૂટે છે, કૈક અધૂરૂ છૂટે છે..!
"અનંત" એક તૂ નહીં આખુય જગત અનંત -
અનાદિ કાળથી તેના અડધા ટુકડાને ઢૂંઢે છે.!
અનાદિ કાળથી તેના અડધા ટુકડાને ઢૂંઢે છે.!
આકલુ કહી ઊગતો અનંત આથમી ગયો....
અને પછી, અંધારે અજવાળુ થયુ અનંત.....
અને પછી, અંધારે અજવાળુ થયુ અનંત.....
"અનંત"
બ્લાસ્ટ :- ફોર અજ્ઞાની...
જે દેખાય ના, તે જોવા, સૌ કોઈ ચહે, મથે..!
"અજ્ઞાની" સૌ એ શોધવા અહી તહી ભટકે..!
"અજ્ઞાની" સૌ એ શોધવા અહી તહી ભટકે..!
હજુ સુધી એ દેખાયું નથી
જે દેખાતુ નથી..!
તોયે દેખાય ના તે દેખવા
કૈક અભાગી સંત થૈ બેઠા.!
કૈક "અજ્ઞાની" સંત થૈ બેઠા.!
જે દેખાતુ નથી..!
તોયે દેખાય ના તે દેખવા
કૈક અભાગી સંત થૈ બેઠા.!
કૈક "અજ્ઞાની" સંત થૈ બેઠા.!
કોઈ ઠરી ગયા
કોઈ ડરી ગયા...
કોઈ ઠંડા પડ્યા
કોઈ ગરમ થયા
ક્રમે ક્રમે અતીક્રમે
સૌને ભરમ થયા...
કે ઈશ્વર અમને
જડી ગયા...
"અજ્ઞાની"
કોઈ ડરી ગયા...
કોઈ ઠંડા પડ્યા
કોઈ ગરમ થયા
ક્રમે ક્રમે અતીક્રમે
સૌને ભરમ થયા...
કે ઈશ્વર અમને
જડી ગયા...
"અજ્ઞાની"
!
!
!
!
આંખમાં આંસુ આવવાનું કારણ .
ના કહ્યું તે નાજ કહ્યું ..!
શું ફર્ક પડે !
ઘોઘી કારણ કહે કે ના કહે ..!
ઘોઘો જાણે જ છે !
હવે ઘોઘો શું જાણે છે ..?
એ જાણવા ઘોઘી કોશિષ કરે છે !
પણ જાણી શકતી નથી ..!
નિર્દોષ ગુનેહગાર
"कुछ, मतलब की बाते"
જો જો શુ કરે છે...!?
આ, તો ,મે ,
તારી આંખમાં
આંસુ જોયા એટલે
કેદુનો પુછુ છુ,
કે, તને થયુ છે શુ.?
તોય જવાબ નથી આપતી..!
"રોતલ પદમણી...! "
ઘોઘીની આંખમાં આંસુ જોઈ,
ઘોઘાએ વર્ષો પહેલાં પણ ઘોઘીને પુછેલુ
ત્યારે....
'કૈ નૈ બસ એમજ '
એમ કહી ખોટાળી ઘોઘીએ વાત ટાળી હતી.
પણ ગહેરા અનૂભવે, ઊંડા હૈયા ઊલેચી ચૂકેલા
ભાઈબંધના, ભાઈબંધનો, ભાઈબંધ ધોધો
જાજુ નહી તો થોડુ સમજી ગયો હતો કે
કાંક તો વાત છેજ જે ઘોઘી છુપાવે છે.
પણ આંખના આંસુ હકીકત બતાવે છે.
પણ આંખના આંસુ હકીકત બતાવે છે.
અકલે જીણકુક ગુસ્સે થૈ ઘોઘો ઘોઘીને કહે છે...
જો જો શુ કરે છે...!?
આ, તો ,મે ,
તારી આંખમાં
આંસુ જોયા એટલે
કેદુનો પુછુ છુ,
કે, તને થયુ છે શુ.?
તોય જવાબ નથી આપતી..!
"રોતલ પદમણી...! "
પછી, શું થયુ, મને, ખબર, નથી...!
આંખો ની જરૂરજ શુ છે હુ એમ કૌ છુ.!
!
!
!
!
!
સગ્ગી આંખેથી જોવા વળી તારે જાડા કાંચના
!
!
!
!
!
સગ્ગી આંખેથી જોવા વળી તારે જાડા કાંચના
શશ્મા લગાવા પડે, એના કરતાં બંધ આંખે જો ને.!
સાવ ચોખ્ખું ચટ્ટ અને એકદમ શ્પષ્ટ દેખાશે..
જે જોવુ હોય, જેવુ જોવુ હોય તેવુ..
એવુ ઈવડો ઈ પણ કે તો અકલે હુ કૌ છુ..!
આંખ વગર દેખ, તુ 'ને પાંખ વગર ઊડતુ ઈ મૌજી
તો પણ..!
ઘોઘો એજ એની અલાઈદી સ્ટાઈલમાં,
સોફા સામે રાખેલ ટીપોય પર પગ પર પગ ચડાવી,
સોફાના ટેકે બે હાથ પાછળ રાખી,
કૈક ઠોકરોનો સ્વાદ ચાખી,
સોફાના ટેકે માથુ અઢેલી,
બીન્દાસ, બે ફીકર બની બેઠો છે.!
અને,
એક ઘોઘી ઘરમા આવી.
અકલે કે જીવનમા.
અને વૈ ગૈ
પછી બીજી આવી ઘરમા અકલે કે,
એ પણ ગૈ
પછી ત્રીજી જીવનમા આવી,
અકલે કે ઘરમા એમ.!
એમ કરતા, પછી ચોથી પાંચમી છઠી,
કુલ કેકલી એ મન ખબર નથી.
આવી ને ગૈ
જો કે એ તો જવા ખાતર ગૈ
અકલે કે.
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો અસ્સલ એવુજ થ્યુ
એનુ પણ કૈ એવુજ હતુ જીવન અકલે એ કે'તો કે,
જે ગૈ, તે ન ગૈ, જે ન ગૈ, તે ગૈ,
અને, પછી એ બધી હ્રદયના એક ખૂણામાં,
ઘર કરીન ગૈ,
અકલેજ
આવન જાવન
અને ઘોઘી આવે છે,
આવતા વેંત આદત વશ
સવાલ કરે છે,
હે ઘોઘા તુ કેમ,,,
સવાલ જવાબ પછી, અતારે નૈ
એમ કૈ,
ઘોઘાએ વાત બદલવાની કોશીશ કરી પણ,
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
આ વાત,
એની કોઈ ચહીતીને કહેલી.
જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે..,
તેણે પુછેલુ
"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે,
અરે હાં ગાંડી હાં .!
તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..!
અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..!
છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..!
પણ હુ તો મારા જીવનમાં જે જે આવી,
તેને, તને, તને,અને તને...! ભૂલ્યો નથી...
આજે પણ..!
મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..!
મને ચાહવા.....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...!
અનંતના મુખે આ વાત સાંભળી
પેલીની આંખો તગતગેલી...
( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા)
અને પછી તો બંનેની તગતગેલી આંખોમાં....
રતાશ....ઊભરી આવેલી ...!
જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે,
ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી.....
અને પછી,
મેલાઘેલા વસ્રમા પુરાયેલા.....
અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને એ ચાલી ગઈ....
એ પણ ચાલી ગઈ....
એ પણ ચાલીજ ગઈ....
અનંત ચાહવુ ...
અકલે..!?
અનહદ ચાહવુ ...
ખૂબજ ચાહવુ....
એમ....!
આમ પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી....
પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો....
અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....!
તુ પણ એમજ "અનંત" ચાહ મને..!
જેમ હુ ચાહું છુ તને તને અને તને....!
આકલી વાત કરી તે રાતે એ થાકેલો સૂઈ ગયો.....
'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..!
અનંતના અઢળક કાગળીયા.......
ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!
બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....!
એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...!
ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
માત્ર એક કે એકાદ બે શબ્દ થકી...
એ વાતનો પુરાવો પણ...!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..!
તું, તું, અને ,તું પણ જોઈ લે....!
કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....!
ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
" અનંત "
near Rajkot
तु भी.! ठंडी वो भी.. ठंडी..!
वो भी बुझी तू भी बुझी बुझी ..!
वैसे दोनो एक जैसी
तू भी बुड्ढी वो भी बुढ्ढी
दोनो मे कोई फर्क नहीं।
लेकीन,,,
"अनंत" जलता अंगारा हे अभी.!
आज भी.! बर्फ नहीं मै बर्फ नही.!
आज भी.! बर्फ नहीं मै बर्फ नही.!
"अनंत"
વર્ષો પહેલા ભાઈબંધે આ હકીકત
એક સાથે તેની બે જુવ્વાન્ન જોધ્ધ...!
ચહીતીને કહેલી,
કહીને પછી એ ભાગી ગયેલો...
કેમકે પેલી બંન્ને એક સામટી અનંત પર
જોરદાર ગુસ્સે થયેલી અકલે.
પણ,
આજે અચાનક..!!!
આ વાત,
ખબર નૈ મને, કેમ યાદ આઇ ગૈ..
કેમ .! હું તને જનાવર નથી લાગતો શું ..?
" હું તને જનાવર નથી લાગતો " મતલબ ..?
ઘોઘાનું કહેવાનું ઘોઘીને સમજાયું નહીં અકલે,
સવાલ કર્યો ઘોઘીએ ઘોઘાને ...
જવાબમાં ઘોઘાએ કહ્યું કે ,,,,
ઘોઘાએ જે કહ્યું એ,
હું પછે કહીશ...
ક્રમશ :-
.... અને પછી તો,
આખી રાત ઘોઘીને ઊંઘ ના આવી,
"હું તને જનાવર નથી લાગતો શું ..?"
ઘોઘાના આ શબ્દોએ ઘોઘીને આખી રાત પરેશાન કર્યા...
ઘોઘી એજ વીચારતી રહી આખી રાત કે,
બંગડીના ખણખણાટ ને હ્રદયના ઝણઝણાટ સાથે જનાવર ને શુ લાગતુ વળગતુ હશે..!
નક્કી ઘોઘાના મનમા કૈ બીજુ સળગતુ હશે.!
.. પછી બીજે દિ' સવાર સવારમાં ઘોઘો આદત મુજબજ સોફા પર બેઠો હોય છે,
' ને ઘોઘા માટે ચાય લઇને આવેલી ઘોઘીએ છણકો કરી ચાયનો કપ ઘોઘાના હાથમાં પકડાવીને તરતજ
સવાલ કર્યો.
સવાલ કર્યો.
ઘોઘા સૌથી પહેલા તુ મને એ કહે કે,
બંગડીના ખણખણાટ અને હ્રદયના ઝણઝણાટ સાથે જનાવર ને શુ લાગે વળગે.?
ચાયનો એક ઘુંટ ભરી ઘોઘોએ ક્ષણ ભર ઘોઘી સામે જોઈ ફરી ચાયની ચુસ્કી ભરી સૂરરરર...
ઘોઘા.! જવાબ આપ મારા સવાલનો..
ઘોડાની સામે પડેલી ખુરશી પર બેસતા ઘોઘીએ ઘોઘાને ચીડાઈને કહ્યું.
સૂરરરર કરતા ફરી ચાયની ચુસકી ભરી થોડી ક્ષણ ફરી ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું.
એક વર્ષ પહેલાની વાત છે..!
ઘોઘીને એમ કે ઘોઘો વાત માંડે છે અને
તેના સવાલનો જવાબ આપી રહ્યો છે.
અકલે ઘોઘીએ કહ્યું. હં
ઘોઘાએ ઘોઘીને કહ્યુ.
હં શુ એક વરસ પહેલાની વાત છે..!
હાં પણ શુ વાત છે.? એ તો કે'
હવે ઘોઘો ચીડાયો અક્કલ વગરની કૌ તો છુ કે
એક વરસ પહેલાની વાત છે...!
અરે પણ.!
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
એવુ તો મે ત્રણ ત્રણ વાર તારા મોએ સાંભળ્યુ,
પણ શુ વાત છે એ તો મોમાથી ફાટ.!
તો ચોથી વાર પણ સાંભળ ફરી કૌ છુ કે એ
એક વર્ષ પહેલાની વાત છે..!
અક્કલ વગરની કેમ સમજતી નથી..!
ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યું.
અરે પણ કેટલીવાર એકના એક ગાણુ ગાઈશ...?
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
ઘોઘી પણ ગુસ્સે થૈ બોલી.
ઘોઘાએ કહ્યું. જ્યા સુધી તારા ભેજામાં નૈ ઉતરે..
તો બોલ ને.! શુ ઉતારવાનું છે મારે ભેજામાં..?
ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યું.
એજ કે, એક વર્ષ પહેલાની વાત છે.!
અહી એક ક્ષણ પહેલાં નુ મને યાદ નથી રહેતુ
અને તુ,
એક વર્ષ પહેલા મે જે કૈ કહ્યું,
એના અર્થો ને મતલબો પૂછે છે...?
ઓહ એક વર્ષ થૈ ગયુ..!!! ? ઘોઘીએ આશ્ચર્ય સહ પુછ્યુ.
એક વર્ષ થૈ ગયુ નૈ ઘોઘી એક વર્ષ વહી ગયુ...
ઘોઘીના મગજની પથ્થારી ફરાવી ઘોઘો ઊંઘી ગયો...
બ્લાસ્ટ :- ગૈ કાલે
बे, मतलबकी बाते..!
ખણખણ ઝણઝણ ને જનાવરને,
શુ લાગે વળગે.?
નકટો ઘોઘો સીફતથી બીજી વાતે વળગ્યો.
ઘોઘીએ પુછેલા સવાલનો જવાબ આપવાનુ ટાળીને...
ઘોઘીએ પણ આખરે...
ખણખણ ઝણઝણ ને જનાવરને,
શુ લાગે વળગે.
શુ લાગે વળગે.
એ જાણવાનું આખરે ઘોઘીએ પણ માંડી વાળ્યું કંટાળીને...
અને ગુસ્સાયેલી ઘોઘી "બક્કવાસ્સ"
એમ બોલીને ખુરશી પરથી ઊભી થૈ ગૈ..
અને,
છણકો કરી " આવજે " એમ કહી,
ઘોઘી જતી હતી ત્યાજ..!
પહેલેથી પછી બનનારી ઘટના પામી ગયેલો,
અકલે કે હવે ઘોઘી શું બોલશે,
એ જાણી ગયેલા ઘોઘોએ,
આવજે એમ કહી જતી ઘોઘીને કહ્યુ.
'ખબરજ હતી અંતે તુ એજ કહેશે... "
" નૈ આવુ" ઘોઘીને પણ એમ કે,
તેણે આવજે કહ્યુ અકલે,
ઘોઘો હંમેશ મુજબ "નૈ આવુ" એમજ કહેશે.
પણ આ વખતે પણ.,
ઘોઘીનુ ઘાર્યુ ઘોઘો ન બોલ્યો...
પણ ઘોઘીએ એમ કહ્યું કે,
''ખબરજ હતી અંતે તુ એજ કહેશે... "
અકલે જતા જતા પાછુ ફરી,
ફરી ઘોઘા પર નજર કરી ઘોઘીએ કહ્યું કે પુછ્યુ ખબર નૈ પણ ઘોઘી એમ બોલી કે,
તો શુ કરવાનુ હોય"
ત્યારે ઘોઘાએ બે અર્થ મા કહ્યું.
તુ જે ચાહે...
જો કે પછી ઘોઘી કશુ બોલી નૈ.
સીવાય ઘોઘા સામે જોવા,
ઘોઘી કશુજ બોલી નૈ...
કદાચ કશુ સમજી પણ નૈ
કદાચ બધુ સમજી પણ ગૈ
કદાચ બધુ સમજી પણ ગૈ
જો કે એ બંન્ને કશુ, કે, શુ...!?
સમજ્યા એ મન નથ ખબર...
મને તો બસ એકલીજ ખબર પડી કે,
ઘોઘીએ કહ્યુ
"તુ જે ચાહે"
અર્થાત તુ જે ઈચ્છે એમ ઘોઘાએ કહેલું.
પણ એજ ટુંકા વાક્ય ને હીન્દીમા બોલે તો...
આપો આપ સ્વીકાર થૈ જાય...
"तुजे चाहे"
અને, અગર એજ ટુંકુ ને ટચ્ચ.! વાક્ય...
અંગ્રેજીમા લીપીમા લખાય તો....
કૈ નક્કી ના થાય...
કેમ કે, બંન્ને અર્થ...
સગ્ગા પ્રેમીઓની માફક
એકબીજામાં ભળી જાય....
સમજાય તો ના સમજાય 'ને,
ના સમજાય તો સમજાય કે,
ના સમજાય તો સમજાય કે,
એ બધામાં પડવા કરતા,
ગૈ કાલે ન કરેલો
તો પણ ન ઠરેલો
બ્લાસ્ટ :- ફોર ભાઈબંધ
ચાહ અને ઈચ્છા વચ્ચે આમ તફાવત છે ક્યા લગીરે...
"અનંત" ઈચ્છા થી ચાહત જન્મે ને ચાહતથી ઈચ્છા.."અનંત" .....
તુ જે ચાહે
Tu je chahe..
तुजे चाहे...
Tu je chahe..
तुजे चाहे...
ઘોઘી ક્યારની દરવાજે ઉભી ઉભી
ઘોઘાને ધીમેકથી બોલાવે છે ....
છીછ.... એય.... છીછ...
એમ ધીમા સ્વરે છીસકારા કરી,
ઘોઘી ઘોઘાને બારે બોલાવતી હતી.
ખબર નૈ કેમ..!?
આજે ઘોઘી સીધીજ ઘરની અંદર
આવવાને બદલે,,,
ખૈર...
એ ઘોઘી જાણે.
પણ પવન મસ્ત મસ્ત વાઈ રહ્યો હતો.
સાડીનો છેડો પવનમા લહેરાઈ રહ્યો હતો.
અકલે,
તોય ઘોઘો તો આંખ બંધ કરી
આઆઆરારાઅમથી...
આદત મુજબ સોફા પર બેઠો છે.
અકલે પછી ઘોઘી છમ્મ છમ્મ પગ પછાડતી
ઘોઘા સામે ઘસી આવી. હુહ..!
એમ છણકો કરતા ઘોઘાને કોલરથી પકડી,
હલબલાવી નાખ્યો.
અને પછી ચીલ્લાઈને ઘોઘાને પુછ્યું.
કેમ સંભળાતું નથી તને..!?
શું સવારે સવારે આંખ બંધ કરી બેઠો છે..!?
હલબલી જવા છતાં ઘોઘાએ બંધ આંખેજ
જોલા ખાતો હોય એમ ઝુલીને ઘોઘીને
ઊંઘમા બબડતો હોય એમ,
જવાબ આપતા કહ્યુ.
કાઆઆન ખુલ્લાજ છે..!
ઘોઘીએ ગુસ્સે થૈ ક્હ્યું.
તો જવાબ આપતા શુ જોર પડે છે..!?
એ તો જણનાર ને પડે..!
ઝણઝણનાર ને નૈ..
આમ કહી અને પછી,
ઘોઘાએ ખતમા ખત લખનાર જેમ,
શરૂઆતમાં લખે છે એમ ઘોઘો બોલ્યો..
ઝૂલતા ઝૂલતા અકલે કે ઝોલા ખાતા ખાતા
ઘોઘી જત જણાવવાનું કે,
તારી જાણ ખાતર કૌ છુ કે,
બીજુ કશુ હુ જાણતો નથી.!
ખબર એટલી છે કે હુ જણતો નથી...!
જણાવી દૌ છુ યાદ રાખજે....!
સતત ઝણઝણનાર ને જોર ના આવે..!
ઘોઘીએ કપાળ કુટ્યુ એ પણ પાછુ પોતાનુ નૈ...
ઘોઘાનુ.
અને ગુસ્સે થૈ બોલી.
અક્કલ વગરનો શુ નુ શુ બોલે છે...!
કૈ ખબર નથી પડતી...!
અને, ઘોઘાએ જરીક અમથી આંખ ખોલી,
અને, ઘોઘી સામે જોઈ નજર તીરછી કરી,
અને,,, ઘોઘીને કહ્યું.
એ બરોબર છે..!
પડે તો પડતા વાર ના લાગે..!
ઊભુ થવામાં જનમારો જાય...
હવે ઘોઘીએ પોતાનુજ કપાડ કુટ્યુ.
અને ફરી મસ્ત વાયરો વાયો.
ફરી સાડી લહેરાઈ.....
અકલે વાંસો ખુલ્લો થયો...
ખબર નૈ મારકણી ગાંઠે શુય બાંધ્યુ હશે.,
અને પછી,,..
શું થયુ એ મન નથ ખબર......
લે પકડ..!
ઘોઘીએ ઘરમાં આવી સીધો ઘોઘાના હાથમાં એક કાગળ પકડાવતા કહ્યું.
ઘોઘીએ ઘરમાં આવી સીધો ઘોઘાના હાથમાં એક કાગળ પકડાવતા કહ્યું.
આ શું છે..? ઘોઘાએ ઘોઘીને પુછ્યું.
ઘોઘાની સામે પડેલી ટીપોય પરથી ઘોઘાએ લંબાવેલા પગ ઉપાડીને ઝટકા ભેર નીચે મુકી ઘોઘી સતત ઘોઘા સામે રહેતી ટીપોય પર બેસી ગૈ
ઘોઘીએ ઘોઘીએ કહ્યું.
ઘોઘીએ ઘોઘીએ કહ્યું.
સ્ક્રીપ્ટ...!
શેની સ્ક્રીપ્ટ ..?
ઘોઘીએ ઘોઘાની આંખમાં આંખ પરોવી કહ્યું.
અધુરી આત્મ કથા.
અધુરી આત્મ કથા.
અરે પણ આ તો, ઘોઘો આગળ કૈ બોલે એ પહેલાજ ઘોઘીએ કહ્યું.
હાં એજ..!
ઘોઘા.! તારે કૈ કહેવાની જરૂર નથી..!
મને ખબર છે...!
આ એજ તારા ભાઈબંધના ભાઈબંધની વર્ષો પહેલાં લખેલી હતી,
એજ અધુરી આત્મ કથા છે.!
એજ અધુરી આત્મ કથા છે.!
હાં પણ, એ તો બરોબર પણ,,,
ઘોઘો મુંજાય ગ્યો.
અકલે ઘોઘીએ કહ્યું.
શુ તૂ પણ ઘોઘા..!
હાં પણ, એ તો બરોબર પણ કરે છે.!
એજ કાગળીયો છે ને..!?
કાગળ પર નજર ફેરવતા ઘોઘાએ કહ્યું.
હાં પણ એ તો એજ છે પણ અધુરો છે.
હાં પણ એ તો એજ છે પણ અધુરો છે.
હાં ઘોઘા મને ખબર છે, એ અધુરોજ છે..!
ઘોઘીએ બે અર્થમાં કહ્યું.
ઘોઘીએ બે અર્થમાં કહ્યું.
બીજો ભાગ મારી પાસે છે..!
ઘોઘીએ પોતાની પાસે રાખેલો કાગળ ઘોઘાને બતાવતા કહ્યું.
ઘોઘાએ કહ્યું. અચ્છા..!
તો હવે આનુ શુ કરવાનુ છે...?
અથાણુ...! ઘોઘીએ ગુસ્સે થૈ કહ્યું.
એમા ગુસ્સે શુ થાય છે,ખાલી પુછુ છુ એમા ..!
તો શુ કરૂ બીજુ ..!
ના તો તુ કદિ કૈ સીધુ બોલે છે.!
ના તો તને સીધુ કશુ સમજાય છે..!
લે એમાય મારો વાંક્ક..!
ના..! તારો શેમાય કૈ વાંક્ક નૈ હો..!
તૂ તો બૌવજ ડાયો....
મારાજ કોઈ જુના ગુનાહ કે મને
તારા જેવો ભૂત ભટકાયો...
તારા જેવો ભૂત ભટકાયો...
ઘોઘીએ વ્યંગ સહ વ્યથા ઠાલવી.
ઘોઘાએ કહ્યું
બસ હવે બૌ લપ ના કર અને
આ કાગળ પકડી પકડાવીને,
તુ શુ કહેવા ચાહે છે એ બોલને..!
એક તો મને ઊંઘ આવે છે.!
હાં હાં એ સીવાય બીજુ તને આવે છેય શું...!
નીંદર...
હુહ..! સૂઈજા હવે..!
તારામાં ખબર નૈ હુ ક્યારે શુ વઘારીશ...
કાગળની વાત કાલે આગળ વધારીસ...
કાગળની વાત કાલે આગળ વધારીસ...
એમ બબડતી ઘોઘી.,
ઘોઘાને સોફાપર સુવાડી ઘેર વૈ ગૈ...
ક્રમશઃ........


















No comments:
Post a Comment