https://youtu.be/uvJbb_9J3Fc?si=K7R2ybqsaga64dGB
વર્ષો પહેલાં ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા...
ભાઈબંધ અનંતે અનંત અનુભવે એવં
આત્માના ઊંડાણેથી આ સત્ય ઊલેચીને કહ્યું હતું કે,
અપવાદ બાદ કરતા
પ્રેમ અને પ્રેમ ની લાગણી હંમેશા પ્રથમ પુરૂષોજ
વ્યકત કરતા હોય છે, કારણ કે,
પ્રાકૃતિક રીતે જ પુરૂષો ઉતાવડા અને અધીરા હોય છે.!
જ્યારે સ્ત્રીઓમાં પ્રાકૃતિક રીતેજ ધીરજ નો ગુણ હોય છે.
એ સીવાય સ્ત્રી સહજ લજ્જા..!
એનો અર્થ એજ કે ગમતા પુરૂષ પ્રત્યે
પ્રેમ અને લાગણી હોવા છતાં પ્રાકૃતિક ગુણ
સ્ત્રી ને પહેલ કરતા રોકે છે.
આવું બધુ ભાઈબંધ અનંતે કહ્યું હતું.
ખરૂ ખોટુ એની ઈશ્વર જાણે.!
હું તો એમ કૌ છું કે,
હરેક પુરૂષ એવુ ઈચ્છે છે કે,
આ જે ગીતોમાં સ્ત્રીઓ એ પોતાના પ્રેમી માટે
પ્રેમ અને લાગણી વ્યક્ત કરી છે,
એવી અને એવીજ રીતે પોતાની
પ્રેયસી તેની સાથે પ્રેમ અને લાગણી વ્યક્ત કરે.!
મગર એવુ ભાગ્યેજ બને છે
અને ભાગ્યમાં હોય તેની સાથેજ બને છે.
એ રીતે અનંત ભાગ્ય શાળી હતો.
ખૈર...
સુર્રરરરરર કરતોક ચાયનો ઘુટડો ભરી
અનંતે મારી અને અજ્ઞાની સામે જોઈ
વાત આગળ વધારતા કહ્યું કે,
ક્યારેક તો મને એવોય વીચાર આવે કે,
શું ખરેખર આ ગીતોમાં સ્ત્રીઓ જે રીતે
પોતાના પ્રેમી માટે તડપે છે.!
પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે.!
એવી રીતે પોતાના પ્રેમી માટે
લાગણી વ્યક્ત કરવાની ઈચ્છા
ખરેખર કોઈ છોકરી થતી હશે ખરી..?
આવો વિચાર એટલા માટે આવે છે,
કારણ કે પોતાના પ્રેમી સાથે હ્રદયના ઊંડાણેથી
પ્રેમ વ્યક્ત કરતા
નર્યા પ્રેમ અને લાગણી ભર્યા
પ્રેમ નીતરતા ભીના ભીના
શબ્દો અને ગીતો ના સર્જક
મોટા ભાગે પુરૂશ શાયરજ હોય છે..!
એનો અર્થ એજ કે એક માત્ર હુંજ નહીં
બલ્કે તમામ
પુરૂષ શાયર પણ એવીજ કલ્પના કરતાં
હોય છે કે કોઈ સ્ત્રી પોતાની સાથે
આ રીતે તેનો પ્રેમ પ્રગટ કરે..!
ખૈર...
આ વાત છોકરીઓ સમજશે કે કેમ...?
યા તો સમજતી હશે કે નહીં.!
એ તો કોઈ છોકરી જ કહી શકે..!
આટલુ કહી ચાયનો છેલ્લો ઘુંટ ભરી
અધુરી ઝંખના આવતા ભવ પર છોડી
અનંત ખુરશી પરજ ઢળી પડ્યો.!
અર્થાત્
મરી ગયો એમ નહીં
બલ્કે ઘોંટાઈ ગયો...
અર્થાત્
ઊંઘી ગયો....
એમ..!
અને પછી.???
ક્રમશઃ
બીજે દિવસે અર્થાત્ રાત્રે મધરાતે ફરી હું
ખંડેર પર ગયો અનંતની ઊંઘના કારણે
અધુરી છુટેલી વાત ચર્ચા આગળ વધારવા..
મે ફટાફટ ચાયની પીયાલી ભરી....
અજ્ઞાની એ હળવેકથી પોતાની પીયાલી ઉપાડી
અનંતે ફટાફટ પીયાલી ઉપાડી સુર્રરરરરરર....
કરતાંક ચાયની ચુસ્કી ભરી કહ્યું....
બોલ પરીયા ગૈ કાલે હું ક્યાં અટક્યો હતો...?
મને હસવું આવ્યું, હું હસ્યો એટલે અનંતે સવાલ કર્યો
લ્યા કેમ.? કેમ લ્યા તને હસવુ આવ્યું.?
હું જવાબ આપુ આપુ ત્યાં તો અજ્ઞાની પણ હસ્યો.!
અનંતે કહ્યું
અર્રે.! આ શું કે તમે બંને વારાફરતી હસ્યા.!
એવુ તે મે શું કર્યું, કહ્યું, પુછ્યું કે,
અનંત આગળ બોલે એ પહેલાં
અજ્ઞાની એ કહ્યું અનંત...
તું અનંત છે અનંત એટલે જેનો અંત ન હોય...
જે અટકે નહીં એ અનંત...
અને તે સવાલ કર્યો કે, તું ક્યાં અટક્યો હતો.!?
ભૈ ઊંઘ તને વીશ્રામ અવસ્થા માં મુક્યો હતો.!
તું ક્યાંય અટક્યો ન હતો દોસ્ત..!
અને હાં હું જાણું છું કે તું માત્ર અમારા થી
ક્ષણીક છુટો પડ્યો હતો ઊંઘના
આશીર્વાદ થી મગર ઊંઘમાં પણ તારી
શબ્દ યાત્રા ચાલુજ હતી.!
હૈશે મને ખબર નથી..!
એમ કહી ફરી અનંતે સુર્રરરરરરર કરતાંક
ચાયની ચુસ્કી ભરી...
અને ગૈ કાલની વાત આગળ વધારતા કહ્યું..
હાં તો,
પુરૂષ શાયર પણ એવીજ કલ્પના કરતાં
હોય છે કે કોઈ સ્ત્રી પોતાની સાથે
આ રીતે તેનો પ્રેમ પ્રગટ કરે..!
અને ખરેખર તો જે અસ્સલ સ્ત્રી છે.!
જે ખરા અર્થમાં સ્ત્રી છે.!
તે તમામ ની લાગણી
અક્ષરસહ અદલ
આ ગીતોમાં વર્ણવી એવીજ હોય છે.!
આ ગીત કે આવા અનેક ગામોમાં
સ્ત્રી નો જે સમર્પણ ભાવ વ્યક્ત થયો છે.!
તે મહેઝ એક કલ્પના નથી બલ્કે હકીકત છે.!
અસ્સલ સ્ત્રી ખરા અર્થમાં સ્ત્રી જે અંદર બહારથી
સ્ત્રી છે હું માત્ર એ સ્ત્રી ની વાત કરૂ છું
અનંતે સ્પષ્ટ રીતે સ્પષ્ટતા કરતા કહ્યું.
મે કહ્યું અનંત તું વારંવાર કહે છે,
અસ્સલ સ્ત્રી ખરા અર્થમાં સ્ત્રી
આનો મતલબ શું.?
મારી સવાલ પર અજ્ઞાની મુછમાં મંદ મંદ હસ્યો
જ્યારે અનંત ખડખડાટ હસવા લાગ્યો
મારા સવાલ પર.
મે વારાફરતી બેઉ સામે જોઈ પુછ્યું.
કેમ હસવુ કેમ આવ્યુ મારા સવાલ પર તમને.?
અજ્ઞાની કૈ બોલ્યો નૈ અનંતે કહ્યું
પરીયા અમારા હસવાનું કારણ તને,
વાત નાં અંતે સમજાય જશે,
કદાચ પછી તનેય હસવુ આવશે..!
ખૈર....
હાલ હું તારા સવાલ નો જવાબ આપુ તો.!
વારંવાર હું જે કહું છું
અસ્સલ સ્ત્રી ખરા અર્થમાં સ્ત્રી
એની પાછળ નું એક ઉંડુ શુક્ષ્મ એવં
પ્રાકૃતિક કારણ છે પરીયા...
શું.? મે ઉત્સુકતા થી પુછ્યું.
પરીયા તે એવા પુરૂષોને જોયા છે.?
જે પુરૂષ હોવા છતાં સ્ત્રી લક્ષણા હોય છે.!?
અર્થાત્.? મે સવાલ કર્યો..!
અર્થાત્ એજ કે જેનુ શરીર પુરૂષનુ હોય છે.!
મગર તેમાં આત્મા સ્ત્રી નો હોય છે.!
તેથી તેની હાલચાલ બોલચાલ
અદલ અસ્સલ સ્ત્રી જેવી હોય છે!
એના શોખ પણ એવાજ હોય છે.!
અર્રે એની ચાલ એના લટકા એની ટીપટાપ
સ્ત્રીઓ ને પણ આટી દ્યે એવી મદમસ્ત હોય છે.!
હવે મને જરા હસવુ આવ્યુ..!
જો મે કહ્યું હતું ને..!
આવ્યુ ને હસવુ તને..!
પણ પરીયા આ વાત હસવા કરતા
વીચારવા જેવી છે.!
એજ રીતે ઘણી સ્ત્રીઓ પણ
પુરૂષ લક્ષણી હોય છે.!
માટે હું મારી વાત માં અવાર નવાર
ખૂબજ સ્પષ્ટ રીતે કહું છું કે,
મારી સ્ત્રી માટેની જે કૈ વાત હોય છે તે
અસ્સલ સ્ત્રી ખરા અર્થમાં સ્ત્રી હોય
તેની હોય છે.!
પુરૂષોમા સ્ત્રી સમા કે
સ્ત્રી માં પુરૂષો લક્ષણ
પ્રાકૃતિક ગરબડ ને કારણે
કદાચ આવુ થતું હશે.!
જોકે આવુ કેમ થાય છે.!
એ બાબતે મારી અને અજ્ઞાની અગાઉ
વાત થઈ ચુકેલ છે..!
એ બાબતે અજ્ઞાની કદાચ વધુ જાણે છે
તેથી એજ તને સારી રીતે સમજાવી શકે.!
પણ એ વાત ફરી ક્યારેક નીરાંતે કરીશું.
અત્યારે આપણે જે વાત ચાલે છે.!
તેના પર ચાલી આગળ વધીએ.!
ક્રમશઃ
No comments:
Post a Comment