https://pkatira.blogspot.com/2019/05/blog-post_12.html
વર્ષો પહેલાં મે મારી સગ્ગી આંખે જોયેલી
ભાઈબંધ ના જીવનની સત્ય ઘટના કહી હતી.
આજે ઘણા સમય બાદ અનંતના લખેલા
જુના કાગળો નો થપ્પો લઈને બેઠો હતો,
એક પછી એક કાગળ ઉથલાવી રહ્યો હતો.
તેમાંથી એક કાગળ પર મારી નજર થંભી ગૈ...
એ કાગળ માં એ વાત લખી હતી
જેનાથી હું પણ સાવ અજાણ હતો.
પરંતુ કાગળ માં લખેલી હકીકત વાંચી મને
ભુતકાળ ની થોડી ઘટના ઓ યાદ આવી ગઈ.
એ વીદ્યા જે અનંત ના પ્રેમમાં પડી હતી.
એ તો થોડા દિવસ ની મહેમાન હતી.
આવી અને ચાલી ગઈ.
પરંતુ ઘણા સમય બાદ
એક દિવસ એ કોઈ પ્રસંગે તેના માસીના ઘેર
એટલે કે અનંતની પેલી ચહીતીના ઘેર આવી હતી.
જે મને પણ ખબર હતી કે વિદ્યા આવી છે.
અનંત વીદ્યાને મળવા
વિદ્યા ની એક ઝલક જોવા માટે તડપતો હતો.
એ રાત્રે ચાય લઈને જ્યારે હું ખંડેર પર ગયો
ત્યારે મે અનંતને પુછ્યું પણ હતું કે,
દર્શન થયા કે નહીં..!
ઊંડા ની શ્વાસ સાથે અનંતે કહ્યું...
ના યાર્ર એક ઝલક પણ નશીબ ન થઈ...
એ ગઈ અને હું
લાચાર નજરે એને જોતો રહી ગયો....
મને યાદ આવેલી એ ભુતકાળની ઘટના
અહીં વીલીન થાય છે.!
અને મને મળેલા અનંતે વર્ષો પહેલાં...
વિદ્યા માટે લખેલા એ કાગળ ની કહાની...
આગળ વધે છે.!
અનંત લખે છે કે,
વિદ્યા તું માત્ર બે ચાર દિવસ આવી.
મારી ભીતર પ્રેમની જ્યોત જગાવી.
અને ચાલી ગયેલી...
જતાં જતાં
ખાસ મારા માટે ફરી આવવાનો કોલ આપી,
તું ચાલી ગયેલી.
પછી થી તારી માસી ની દિકરી બહેન જયા આવી
ત્યારે તારા વીશે પુછતાં એણે કહ્યું હતું કે,
વિદ્યા હવે ક્યારેય મોરબી નહીં આવે.
કેમ.? એવા મારા સવાલના જવાબ માં
જયાએ કહ્યું હતું કે,
તારા પ્રેમ માં પાગલ અધીરી વિદ્યાએ
ઘરમાં કહ્યું હતું કે હું અનંત ને પ્રેમ કરૂ છું
અને એનીજ સાથે લગ્ન કરવા ઈચ્છુ છું.
વિદ્યા તારી આ ઉતાવળને કારણે
તારા પરીવારે તારા મોરબી
આવવા પર કાયમી પ્રતિબંધ મુકી દીધો હતો.
પણ આજે જ્યારે અચાનક તું આવી એ જાણી
હું તને મળવા તારી એક ઝલક જોવા તરસતો હતો.
વારંવાર બહાર આવી રવેશ તરફ ડોકીયા કરતો હતો.
પણ તું એક ક્ષણ પણ બહાર આવી નહીં..!
એ વાત થી હું ચોક્કસ
ખુબજ બૈચૈન અને દુ:ખી થયો હતો.
મગર હું એમ નથી કહેતો વિદ્યા કે,
તને મને મળવાની ઈચ્છા નહોતી.
કદાચ મારા કરતાં પણ તું મને મળવા
મારી એક ઝલક જોવા બૈચૈન હશેજ.!
એ હું ભલીભાતી સમજી શકું છું,
કે એક છોકરી જે એવા સમાજમાં છે.
જ્યાં છોકરી ને પોતાની
પસંદ ના પસંદ કહેવા નો પણ અધીકાર નથી.
એવા પરીવાર માં તે તારા મનની વાત બે ધડક
કહી દીધી હોય એવી બહાદુર છોકરી તું
મને મળવા નહીં ઈચ્છતી હોય,
એવુ સમજવાને કે વીચારવાને કોઈ કારણ નથી.
મારા કરતા પણ તારૂ દર્દ હું વધુ મહેસુસ કરૂ છું વિદ્યા..
તને પણ મને જોવાની ઝંખના થતી હશે,
વારંવાર રવેશમા આવવાના મોકા તું શોધતી હશે,
એક વખત મને મળવાની તને પણ અદમ્ય ઈચ્છા થતી હશે,
પણ, પરીવાર ના લોકોની હાજરી તને રોકતી હશે...
હું સમજી શકું છું.
ખૈર...
હું વારંવાર બહાર આવી
રવેશ તરફ તાકતા થાકતો ન હતો.
પણ આખર સુધી તું રવેશમા ન આવી.
અને પછી મને લાકડાના પગથિયા પર
અનેકના પગરવ સંભળાયા...
હું સમજી ગયો કે હવે તમે જવા નીકળી રહ્યા છો,
મને એમ કે આખરી ઉમીદ પુરી થશે...
મળી તો ન શકાયું પરંતુ જ્યારે તું નીચે આવશે...
ત્યારે હું તને જોઈ શકીશ...
અને કદાચ તું પણ મારી સામે જોશે...
પણ એવુ ન થયું...
કારણ કે તારા પહેલા તારા પરીવાર ના સભ્યો
નીચે ઉતરી બહાર આવ્યા એની પાછળ પાછળ તું.!
અને હું તને જોતો રહ્યો પણ તે
મારી સામે નજર પણ ન કરી...
ક્ષણ હતી એ ખૂબજ પીડા ભરી....
અને આખરે તારા પરીવાર ની પાછળ પાછળ...
તું મહોલ્લા ની બહાર નીકળી ગઈ...
હું જોઈ શક્યો માત્ર તારી કમનીય કાયા....
તારી લચકતી કમર થી નીચે છેક નીચે સુધી
પથરાયેલા ખુલ્લાં અને લાંબા લચક
કાળા ભમ્મર વાળ...
હું જોઈ રહ્યો હતો કે
તું ખુબ ધીરે ધીરે ચાલતી હતી...
એ વીચારે કે ક્ષણભર પણ જો મોકો મળે
તો તું પાછું ફરી શકે અને મને જોઈ શકે...
પણ અંત સુધી એ મોકો તને મળ્યોજ નહીં.!
મારૂ હ્રદય ખુબ ધડકી રહ્યું હતું
મને એમ હતું કે આખરે લાકડાની ડેલી બહાર
પગ મુકતા પહેલા એક વાર તું પાછળ ફરીને
મારી સામે જોશે તો હું પણ તારી સામે જોઈ લઈશ..
પણ અંતીમ આશા પણ ઠગારી નીવળી ગઈ...
તું મને જોવા ધીમા પગલે ચાલતી હતી.
એમ વિચારી કે એક મોકો મળે તો પાછુ ફરીને
તું મને જોઈ લે
પણ તારી એ કારી પણ ફાવી નહીં
તારા પરીવાર ના સભ્ય એ તને બાવળુ પકડી
આગળ કરી અને પોતે તારી પાછળ ચાલવા લાગ્યો.
અને તું પાછુ ફરીને જોયા વગર બહાર નીકળી ગઈ...
મને ગુસ્સો આવ્યો ખુબ ગુસ્સો આવ્યો...
પણ પછી મારા કરતા વીષેશ...
મને તારી વેદના તારી પીડા મહેસુસ થઈ....
તે મારી સામે ન જોયું એની જેટલી પીડા મને થઈ
એથી વધુ પીડા તો તે મારી સામે ન જોયું એની તને થઈ
કારણ કે મે તને પાછળ થી તો જોઈ હતી...
અરે ગમે તેમ પણ મે તને જોઈ તો હતી...
આવતા નહીં તો જતાં મગર હું તને જોઈ તો શક્યો...
મગર તું લાખ ચાહવા છતાં મને જોઈ ન શકી...
તે વખતે તારી વેદના મે મહેસુસ કરી હતી.
તારી હાલતનો મને અહેસાસ થયો હતો.
તેથી,
તે મારી સામુ ન જોયું એના કરતા વધારે પીડા
મને એ વાતની થઈ કે તું મને જોઈ ન શકી...
અને તને પણ
તે ન જોયુ એના કરતા તું જોઈ ન શકી
એ વેદના તને પણ કોરી ખાઈ હશે.
એ પીડા મારી વેદના કરતાં
વધુ દુઃખદાયક કહેવાય...
હું છેક સુધી તને જતાં જોઈ રહ્યો હતો.
ત્યારે મારા ધ્યાનમાં આવ્યું હતું કે,
ડેલીની બહાર પગ મુકતા પહેલા મે જોયું કે,
તારા ડાબા હાથે છેડો પકડ્યો હતો,
તારી ઓઢણી ને તારા ડાબા હાથે
તારા ગાલ સુધી લંબાતી મે જોઈ હતી.
તે મારી સામે ભલે જોયું નહોતું છતાં,
હું સમજી ગયેલો કે ત્યારે તું રોઈ હતી.
ઐ મારી પ્રીયે તારી મજબુરી અને
તારી કારમી વેદના ત્યારે મે હુબહૂ મહેસુસ કરી હતી
જ્યારે તને રડતી કોઈ જોઈ ન જાય
"અનંત" એ રીતે તે તારી આંખો લુછી હતી.
ક્રમશઃ


.webp)


No comments:
Post a Comment