માંગી ને મળે તે ભીખ
આપે ને મળે એ ગીફ્ટ
ભાઈ બરફ સાથે રાખવો...
શક્ય હોય તો માથે રાખવો... :)
આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?
આવો તોય સારું ના આવો તોય સારું ....
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...
પણ અહી જરા જુદું... !
આપો તોયે વાંધો
ના આપો તોયે વાંધો...
હવે કરવું શું...?
પહેલાના જમાનામાં બાવાઓ
જ્યારે ભીખ માંગવા નીકળતા
ત્યારે ભીખ આપો કે ના આપો
તો પણ આશીર્વાદ આપતા
આમ આ વાક્ય બોલતા હતાં.
"દે ઉસકા ભી ભલા..!
ના દે ઉસકા ભી..! ભલા..!"
અને હવેતો બાવાઓ પણ
બદલાઈ ચૂક્યા છે.!
ભીખ !
આપો તો આશીર્વાદ આપે
અને ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...
" તેરા ધંધા મંદા હો જાય ...
મુવે તેરા નખ્ખોદ જાય..."
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!
સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે
ભિખારીઓ માં પણ લે... !
આવું જ કઈક અનોખુ
મે અહી પણ જોયું બોલો...)
Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત મને ના કરશો ...!
કેમકે,
"માંગેલા કે ઠેકડા મારી મારીને
તોડેલા ઝૂમખા કરતાં
માગ્યા વગર બેઠે બિઠાએ
જે બેચાર દ્રાક્ષ મળે
એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા ....
મારે તો પ્રેમથી આવેલા બે ચાર ઘણા ...
કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..!
પરાણે હરગિઝ નહીં જ નહીં જ નહીં ....!
જ્યારે કોઈ સામે ચાલી ને કોઈ માંગે ત્યારે...
જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!
આ શબ્દો મને બીલકુલ નથી ગમતા છતાં
બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...
પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ...😉
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ
હું નવું સૂત્ર આપું છું ....!
(લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,
'ને વગર માંગયે મળે તો દાન સમજવું.! )
મને તો આવા પરાણે થતાં વાટકી નહીં..
"વાઘ્રી" વહેવાર બિલકુલ જ પસંદ નથી... !
મારૂ તો ભઈ એવું છે કે,
ગમે તો ગાંગલી ઘાંચણને પણ ગમાડી આવું
ને કઈક લખી બોલી પણ આવું....!
અને અગર જો ના ગમે તો
ગમે તેવો ચમરબંધી હોય
હું કાઇજ ના કરું
ના ગમાડું ના લખું ના બોલું ...!
બસ્સ.! માત્ર વાંચીને,
મનોમન મનોરંજન કરું
'ને મોજથી જીવું ...
દે દે..દે..દે...દે તાલી ...😉
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે,
વણ માગી સલાહ ,
માગ્યા વગર સૂચન ,
અને મફતની મસ્તી ,
અધુરૂ જ્ઞાન ,
અનંત આનંદ ,
પરમ આનંદ,
ચરમ આનંદ,
ખોટી રમત,
સાચી મમત,
અને ગમ્મત,
આ બધુ મફત.!!!?
મનોરંજન... 😉
મફત...!!!?
મફત તો જગતમાં કૈ મળતુંજ નથી..!
આયા કણે મનોરંજન લેવા માટે પણ
થોડો કીંમતી સમય અને થોડા નાણા
ખરચવાજ પડે છે..!
જોકે દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો 2g
3g મને ના પોસાય મોંઘુ પડે .. :)
આ ભાવમાં આટલું મનોરંજન
ઓછુ તો નાજ કહેવાય ને ... !
અને આ ભવમાં પણ આટલુ મનોરંજન
ઓછુ તો નાજ કહેવાય રે... :)
આ બે થી કાયમ બચવું
1 મફત
2 લાલચ
નૈતો બેવકૂફ બનશો ચોક્કસ.!
પણ કોઈ બચતુ નથી..!
ભલભલા બુધ્ધશાળી પણ
ક્યાંક ને ક્યાંક
ક્યારેક તો ફસાય જ જાય છે છે.!
હું પણ બાકાત નથી..!
જોકે સાવ એવુ નથી કે,
મારામાં છુટવાની તાકાત નથી.!
પણ શું છે કે મને તો
પ્રેમથી પ્રેમની લાલચમાં
સ:પ્રેમ ફસાઈ જવાની
પ્રેમથી પ્રેમમાં બંધાય જવાની
બૌ મજા આવે છે
અકલે..! 😉😉😉
જોકે અંતે તો એમા પણ સજા મળે છે..!
પણ શું છે કે મને એમા પણ મજા પડે છે.!
નૈ તો મને ખબરજ છે કે,
લાલચમાં ને મફતમાં સતત સખત સપડાવી
જકડાવી ને અંતે અકળાવી નાખે એવી
તાકાત અને શક્યતા હોય છે..!
બાકી તો,
મફતમાં આ જગતમાં કૈ મળતુ નથી..!
અને લાલચથી કોઈ પણ બચતુ નથી..!
મફત અને લાલચમાં ફસાયા પછી અંતે
પછતાવા સીવાય કૈજ ઊપજતુ નથી..!
"લાસ્ટ બ્લાસ્ટ"
"ફાસ્ટ બ્લાસ્ટ"
વર્ષો પહેલાં ભાઈબંધે
બનાવેલ શબ્દ બોંબ.!
આયા કણે ચુપચાપ ફોડવામાં
પણ એલૌકીક આનંદ આવે છે.!
તો નીર્દોષ ભાઈબંધ નો નીર્ઘોશ ભડાકો.!
ના તો હું કોઈ દાની છું.!
ના તો છું માંગણ ભીખારી..!
મારી મૌજ મારીજ ભીતર.!
હું "અનંત" અખંડ અલગારી.!
" અનંત "
બ્લાસ્ટ :-
"અજ્ઞાની" આ માત્ર આજનું સત્ય છે...!
ગઈ કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
*બ્લાસ્ટ *
સમજના અંતમાં એટલું સમજાયુ
"અજ્ઞાની" કે, કશુજ સમજવાનું ન હતું...!
ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની
મૂલ્યવાન રચના મફતમાં ...
તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....:)
પ્રેમશંકર ભટ્ટ.
બ્લાસ્ટ :-
એક પ્રેમ સીવાય...
પોપટને કોઈ ભૂખ કોઈ તરસ નથી...! 😉
*બ્લાસ્ટ*
"અનંત" લાલચુ પાસે જીવનમાં અંતમાં કશુંજ બચતું નથી.
અને મફતમાં આ જગતમાં કોઈને પણ કશુંજ મળતું નથી.
શ્વાસ ના બદલામાં આખરે ઈશ્વર પણ આ જીવન લઈ લ્યે છે.
"અનંત" સૌ એમ માને છે કે, શ્વાસ ના બદલે કૈ ચુકવવુ પડતું નથી.
"અનંત"
*બ્લાસ્ટ*
કિંમત નથી કરતું ત્યાં સુધી કોઈ વ્યક્તિ કે વસ્તુ નું.
જ્યાં સુધી એ સરળતાથી યા મફતમાં મળતું હોય.
મગર ઐ નાદાનો આવી લાલચમાં કદિ આવશો નહીં.!
"અનંત" શ્વાસ ના બદલામાં અંતે જીવન આપવુ પડે છે.
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=555671087875930&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment