શું ખોટું છે ????
~~~~~~~~~~~~
છૂટા પડવું, મળવું ને ફરી છૂટા પડવું, અને ફરી ફરી મળવું ગમે.
આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે ભઈ....! મને તો એમાં પડવું ગમે.
અંગારા સાથે રહી રહીને. હું પણ થઈ ગયો છું અંગારા જેવો જ,
ઠંડુગાર થવું પોસાય ના..! મને તો સૌંદર્ય પણ ધગ ધગતું ગમે.
અને જો ઊભું કરનાર કોઈ હોય. તો ગમે ત્યારે..!'ને ગમે,તે ઉમરે,
એક મનેજ નૈ હોં .! કોઈને પણ..!પ્રેમી મળે તો પ્રેમમાં પડવું ગમે.
જેટલી મિલનમાં ખુશી હોય. એટલુજ વિયોગનું દૂ:ખ પણ હોય છે.
તો પણ મને વીયોગમાં, એને યાદ કરી કરીને બસ ટળવળવું ગમે
યુગોથી છૂટા પડવવાનું અને ફરી પાછું મળવાનું નિશ્ચિત હોય છે.
મગર હાં સમય જ્યારે પાકે..! ત્યારે સેવેલા સપનાને ફળવું ગમે.
તો જ્યાં સુધી કે આપણે મળી શકીએ ના રૂબરૂ. ખબર નૈ..!તારી કે,
તને શું ગમે. પણ મને તો દૂર દૂર રહીને પણ તને આમ મળવું ગમે.
હાં ટેરવાના સ્પર્શની ઝંખના ખરી જ..!ઝંકૃત થવાશે કદીક. 'ને થશુ..!
ત્યાં સુધી મને તારા પ્રેમાળ સ્વર 'ને શબ્દોના સ્પર્શથી ઝણઝણવું ગમે.
મંઝીલમાં નહીં મજા સફરમાં આવે મને. મંઝીલ તો હાથ વેંતમાં જ..!
પણ...! શું છે કે આ પ્રિય આદત છે મારી કે, મને તો બસ ભટકવું ગમે.
“અનંત” કોણે કહ્યું ? તૂટેલું કદી સંધાય ના..!મન હો’ મોતી હો' કે કાંચ.
તપવું પડે ..! ઓગળવું પડે.! ઓગળે તે સંધાય..!મને તો ઓગળવું ગમે.
શું ખોટું છે ? છે જે હકીકત. બસ તેજ કહી મે..! તું સ્વીકાર ના સ્વીકાર.
એ મરજી તારી. મને તો જે ભીતર હોય. સત્ય હોય. બસ એ કહેવું ગમે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"


No comments:
Post a Comment