શું ખોટું છે એમાં હેં ?
*****************************************
છૂટા પડવું, મળવું , મળીને ફરી છૂટા પડવું, છૂટા પડી ફરી પાછું મળવું ગમે છે.
યુગોથી નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે. પ્રિયે !મને આટલુ જ સમજવું ગમે છે.
અંગારા સાથે રહી રહીને. હું પણ થઈ ગયો છું અસસ્લ અંગારા જેવો. જ !
ઠંડુગાર થવું પોસાય ના.તેથી સ્તો સૌંદર્ય પણ મને ધગ ધગતું ગમે છે.
અને જો ઊભું કરનાર કોઈ હોય. તો ગમે ત્યારે..!'ને ગમે,તે ઉમરે એક,
મનેજ નૈ હોં .પ્રિયે.... જો પ્રેમી મળે તો કોઈને પણ. પ્રેમમાં પડવું ગમે છે.
મિલનમાં જેટલી ખુશી, એટલુજ વિરહનું દૂ:ખ જેટલુ ઊંડું દૂ:ખ એટલું ગહેરું
સુખ, બસ તેથી જ મને પ્રેમમાં તડપવું અને વિયોગમાં ટળવળવું ગમે છે
યુગોથી મળવું છૂટા પડવું 'ને ફરી પાછું મળવાનું સાચે જ નિશ્ચિત હોય છે.
તો જ્યાં સુધી કે આપણે મળી શકીએ ના રૂબરૂ. ખબર નૈ તું મળશે કે કેમ?
ખૈર જોયું જશે જે થશે, ફિલહાલ તો વિચારોના સહારે પણ મળવું ગમે છે.
હાં ટેરવાના સ્પર્શની ઝંખના ખરી જ..!ઝંકૃત થવાશે કદીક.તો થશુ એમાં શું !
પણ ત્યાં સુધી તારા પ્રેમાળ સ્વર અને શબ્દોના સ્પર્શથી ઝણઝણવું ગમે.છે.
મંઝીલમાં નહીં, મજા, સફરમાં આવે, મંઝીલ તો હાથ વેંતમાં જ હોય છે. પણ !
એવું છે પ્રિયે કે આ પ્રિય આદત છે મારી કે મને તો બસ આમજ ભટકવું ગમે.છે.
“અનંત” કોણે કહ્યું ? તૂટેલું કદી સંધાય ના..! હોય મન મોતી કે પછી કાંચ ! પણ ,
હાં એમાં તપવું પડે ..! ઓગળવું પડે.! ઓગળે તે સંધાય..!મને તો ઓગળવું ગમે.છે .
શું ખોટું છે એમાં હે ? છે જે હકીકત. બસ તેજ કહી છે મે..! તું સ્વીકાર ના સ્વીકાર.
એ મરજી છે તારી. મને તો જે ભીતર હોય, અને સત્ય હોય, બસ એજ કહેવું ગમે. છે .
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"

No comments:
Post a Comment