બુંદ બુંદ ....
કલમ માંથી લગાતાર.
શબ્દો નીકળે ધારદાર.
તું અગર સમજી શકે તો,
નીકળે હ્રદયની આરપાર.
અગર તું આપે પ્રેમ પ્રેમ,
હું પણ આપું પ્યાર પ્યાર.
તું આપે એક વાર.
હું આપું વારં વાર.
તું માત્ર ટેરવાથી સ્પર્શે.
હું ઝણ ઝણું તાર તાર .
તું આપે બુંદ બુંદ.
હું આપું ધાર ધાર.
તારો એક આછેરો ઈશારો.
"અનંત" જીવનનો આધાર.
"અનંત"
તું માત્ર ટેરવાથી સ્પર્શે.
હું ઝણ ઝણું તાર તાર ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું આપે બુંદ બુંદ.
હું આપું ધાર ધાર.
અગર તું આપે પ્રેમ પ્રેમ,
હું પણ આપું પ્યાર પ્યાર.
ડબલ બ્લાસ્ટ :- "અજ્ઞાની"ની કડવી વાણી માથી..
(1)"અજ્ઞાની" સવાલના ગર્ભમાં જ જવાબ છુપાયેલો હોય છે.
અને હર એક સવાલ, જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.
(2)
"અજ્ઞાની" મૂર્ખ સાથે જીભાજોડી કરવાથી
કઈ જ હાસિલ થતું નથી.
બલ્કે સમય નો વ્યય જ થતો હોય છે.
સમજદારી આવા સમયે મૌન રહી,
એને સાંભળી ને એમાથી જ....!
આનંદ અને મનોરંજન શોધી લેવામાં છે.
છતાં જો વિવાદમાં પણ આનંદ આવતો હોય તો અચૂક લેવો.... !
કેમકે આનંદનું મહત્વ વિશેષ છે.
"અજ્ઞાની"
.jpg)

.jpg)
No comments:
Post a Comment