************************
પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે મને સમજાવ પ્રેમથી.
હો’તારા પ્રેમમાં જો ખરી કશક તો દૂરથી,
આ હ્રદયને...! તું સ્પર્શી બતાવ પ્રેમથી.
યા એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર મારી પાસે આવ પ્રેમથી.
આ હ્રદયમાં ઘાવ ઘણા છે. દર્દ થોડું.
ઓછું થાય એકા’દ જો તું રૂજાવ પ્રેમથી.
હવા પણ આપણી વચ્ચેથી પસાર ના
થઈ શકે. એ રીતે ગલે લગાવ પ્રેમથી.
હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને?
તો તુયે રડ‘ને મને પણ રડાવ પ્રેમથી.
હું ભીંજવું આંશુથી તારી ઓઢણી, મારો.
ખંભો તું તારા આંશુંથી ભીંજાવ પ્રેમથી.
“અનંત” મારે યુગોનો પ્રેમ કરી લેવો છે.
ક્ષણમા.તું એક ક્ષણ પાસે આવ પ્રેમથી.
&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment