કોઈ પણ કાર્ય કરવા માટે કાર્ય કર્યા પહેલા એની પૂર્વ તૈયારી કરવીજ પડતી હોય છે !
ઉદાહરણ 1
રસોઈ કરવાની હોય તો પણ શું રાંધવાનું છે પહેલા તે વિચારવું પડે છે .
ત્યાર બાદ સામગ્રી એકઠી કરવી પડે છે .
ત્યાર પછી એની જરૂરી સાફ સફાઈ કરી ને પછી એને પકાવવી પડે છે ...
તો રાધયા પહેલા ની આટલી પૂર્વ તૈયારી બાદ જ ભોજન તૈયાર થાય છે ,
અને એ જમી શકાય છે...!
ઉદાહરણ 2
જ્યારે એક ઘરનું કાર્ય નિર્માણ કરવાનું હોય તો ઘર બનાવવાનો વિચાર આવતા જ ...
એ કેવું બનાવવું , શું શું સગવડતા કરાવવી ...
એના વિચારો એની કલ્પના પ્રથમ કરવી પડે છે ...
અને કલ્પના પ્રથમ મનમાં થાય છે
બાદમાં તેને કાગળ પર ઉતારવી પડે છે ...
ત્યાર બાદ એને આકાર આપવાનું શરૂ થાય છે ...
અર્થાત એક કાર્ય ના નિર્માણ પહેલા અનેક પૂર્વ તૈયારી કરીયે ,
છેક ત્યારે એક સપનું સાકર થતું હોય છે ...
બાકી આજનું આજ જીવો કાલની ચિંતા ના કરો ..
આ બધી વાહિયાત ફિલોસોફી ...
લખવા બોલવામાં જ સારી લાગે ...
અને એવિ ફિલોસોફી લખનાર કરનાર પણ એવું જીવતો કે જીવી શકતો હોતો નથી ...
તો પછી ...!
પણ આ હકીકત છે કે કોઈ પણ કાર્ય કર્યા પહેલા પૂર્વ તૈયારી કરવી પડે છે ...
અને કોઈ પણ કાર્ય ત્યારેજ કરવાનું થાય એ પહેલા એની ઈચ્છા થતી હોય છે મનમાં
ઈચ્છા ના હોય ઝંખના જ જો ના હોય તો પછી કાર્ય કરવાનું જ નાહોય
તો પછી એના વિષે વિચાર કે કલ્પના થાય જ ક્યાથી ના જ થાય ને ..!
બસ આવુજ કઈક જીવનનું છે
છોકરો કે છોકરી ઉમરના એક પડાવ પર સપનું જુવે છે જીવન સાથીનું .
પોતાના જીવન સાથીની એ કલ્પના કરે છે .
આ સપનાનો કોઈ અંત નથી ...!
આ કલાપનાનો કોઈ અંત નથી...!
જોકે વિચાર સતત બદલાતા રહે છે એટલે પરિણામ પણ એ મુજબજ આવે છે ..
No comments:
Post a Comment