અને મે તને પુછ્યા પછી આંગળીના ટેરવે ચોરેલી આ આંખ..!
મે કહ્યુંજ હતુ ને લૂઉઅ કે તારી આંખ મને ભાઈબંધના શબ્દો ને જીવતા કરવા શક્ષમ છે.!
અર્થાત્ :- તારી આંખમા ભાઈબંધના શબ્દો સમાઈ શકે છે.!
અર્થાત્ :- આંખ તારી અને શબ્દો ભાઈબંધ અનંતના એમ..!
અર્થાત્ :- ભાઈબંધ અનંતના શબ્દો અને તારી આંખ એમ..!
ખબર નૈ કેમ..?
મને ખરેખર જે કૈ કહેવુ છે તે કહેતા નથી આવડતું.
ખૈર...
તારી આંખ સાથે ભાઈબંધે વર્ષો પહેલાં લખેલી રચના...
આંખ યાની નજર
નજર યાની આંખ...
આંખ દ્રશ્યો જોઈ શકે છે.
આંખ દ્રશ્યો જીલી શકે છે.
અગર જો ધ્યાન મગ્ન થાય આંખ
તો બંધ હ્રદયના દ્વાર ખોલી શકે છે.
ભમરા જેવુ મન અગર એક નજર જુવે
તો આંખ ફુલ માફક ખીલી શકે છે..!
આંખોના ભાવ નોખા અનોખા...
પ્રેમ ક્રોધ અને કરૂણા....
કરૂણ આંખો જોઈ કોઈ કરૂણ આંખો
અંતરના દ્વાર ખોલી શકે છે..!
આંખ કોઈ મુંગુ પ્રાણી નથી.!
ના તો આંખ ચુપચાપ જોયા કરે છે.!
બોલકી છોકરી જેવી આંખો..!
હોઠ કરતા પણ સ્પષ્ટ બોલી શકે છે.!
આંખ હસે પણ છે, રડે પણ છે.
કોઈની રડતી આંખ ક્યારેક "અનંત"
આત્માને પણ ટટોલી શકે છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
એક એવી સ્ત્રી છે જે થાક લાગે કે તરતજ.!
મારી આંખમાં આવીને,
પાંપણ ના કમાડ વાસી દ્યે છે.!
અર્થાત્
મારી આંખની પાંપણ બંધ કરીને એ સ્ત્રી
સવાર સુધી મારી સાથે સુવે છે.!
તું અગર મારા જીવનમાં આવે તો,
એ રીતેજ આવજે..!
"અનંત" જેમ થાકી પાકીને,
પથારીમાં પડ્યા ભેરી નીંદર આવે છે.!
"અનંત"
આ ભવમાં આંખ તારી શબ્દો અનંતના
આવતા ભવે
અનંતના શબ્દોને તારી આંખની ઝંખના.!

No comments:
Post a Comment