અને,
દ્રશ્ય ધુંધળુ થૈ ગયુ અક્ષર ઝાંખા દેખાવા લાગ્યા.
આમ તેમ ફાંફા માર્યા પેન્ટના બંને ખીસ્સા ફંફોસી જોયાહંમેશા ગળે વીંટળાઈને રહેતો લાલ ગમછો પણ ગાયબ .!સાલ્લો આ રૂમાલ પણ "અનંત" આંખો નો દુશ્મન, તારા જેવો દગાબાજ...કાયમ ગળે વીંટળાઈ રહેતો લાલ ગમછો પણ ખબર નૈ ક્યાં ગયો...સાલ્લુ જ્યારે જરૂર હોય ત્યારેજ કૈં કોઈ પાસે ન હોય..નૈ તો હું હંમેશા આગ અને ધુંવાળા વચ્ચે લઘરવઘર ગંજીભેર કામ કરતો...તે તો તારી ઓઢણી પણ ના આપી.પ્રેમની પીડા તો તે પ્રેમથી આપી.આખર મારો વાંક્ક શું.?શા માટે વેદના આપી.?એ તો સારૂ થયુ કે આજે કૈ કામ નહોતું એટલે મે આખી બાંયનો શર્ટ પહેર્યો હતો.તો, શર્ટની બાંય કામ લાગી...કાશ આજ પણ કામ ચાલુ હોતધૂંવાંળા અને આગની આડમાં આંખ હમેશની માફક ચૂપચાપ ,,,,"અનંત"આ કરૂણ દ્રશ્ય વર્ષો પહેલાં મે નજરો નજર જોયેલું..!પેલી જ્યારે કૈક પીડા દૈ ને ગૈ ત્યાર પછી,ભાઈબંધ ખીલી પર જુના ચોપાનીયા અને કલમ સાથે દીવાલ પર લટકતું પેડ ઊતારીખુણામાં બેસી ગયો...હું ચૂપચાપ ચાલ્યો ગયો ત્યાંથી.પછી,છેક રાત્રે ચાય લઈને ખંડેર પર ગયો ત્યારે ..મે આ વાંચેલું...ખૈર...લૂઉઅ કૈ રીતે કરૂ મુક્ત.? અનંત તો વર્ષો પહેલાંજ મુક્ત થઈ ગયો છે.*બ્લાસ્ટ*આ શરીર બહાર બંધન સમેત અનેક સંબંધ છે ! "અનંત" છતાં એક સંબંધ મારી ભીતર હજુ અકબંધ છે.!"અનંત"હું કેમ કોઈને ચાહું, આ જગમાં નથી મારુ કોઈજ ઠામ ઠેકાણું.તેથી આ ભવમાં હું "અનંત" કોઈજ વાર્તા નો અંત નહીં આણું."અનંત" યુગોથી જન્મ લીધા અનેક ,હજુ લેવા છે અનેક જન્મતારા સાનિધ્યમાં અનેક અધૂરી વાર્તા પૂરી કરવા.એટલુંજ હું જાણું."અનંત"
https://youtu.be/tDlpzJUtBzg?t=8
લૂઉઅ વાર્તા તો મસ્ત નીર્મળ નદીની માફક ખળખળ વહેતી જાય છે..!
આવી વાર્તા અનંત...
હોવી જોઈએ...
અર્થાત્ :- જેનો અંતજ ના હોય એમ.!
જોકે ભાઈબંધ કહેતો કે,
અમુક વાર્તા અધુરી વધુ સારી...
હું આજ સુધી નથી સમજી શક્યો કે
અનંતે આવુ શા માટે કહ્યું હશે.?
ખૈર...
એને કોઈ અનુભવે આવુ કહેવા મજબુર કર્યો હશે.! આપણે શું.!
એ કહેતો કે,
"અનંત" જે વાર્તા નો અંત સુખદ હોય,
તેની અનુભૂતિઓ અતીશય દુ:ખદ હોય છે..!
અને જે વાર્તા નો અંત કરૂણ અને દુ:ખદ હોય,
તેની અનુભૂતિઓ અલૌકિક અને સુખદ હોય છે.!
"અનંત"
લૂઉઅ,
આજ સુધી મને અનંતની આ વાતનો ગુઢાર્થ નથી સમજાયો...
શું તું ઉકેલી શકે છે.!?
અર્થાત્ :- તને સમજાય છે.?
No comments:
Post a Comment