![]() |
આમ તો આપણે સૌ એકજ દુનીયાના.
છતાં સૌની અલગ અલગ દુનિયા.
વેદના સંવેદના નોખી નોખી
અલગ અલગ સૌની ઈચ્છા.
એક પરમ પ્રેમ સીવાય
નાભીથી છુટા પડ્યા પછી
ક્યારે કોને મળવાનું
ક્યારે કોનાથી વીખુટા પડવાનુ
આ બધુ નીશ્ચીતજ હોય છે.! ં
હીશાબ મુજબ.
તો પણ આપણે મળ્યા.
નૈ તો તું ક્યાં ને હું ક્યાં..!
હું એક અભણ ઠોઠ મુફલિસ છોકરો
અને તું ભણેણ ગણેલ હોંશિયાર કન્યા...
તો પણ ઝણઝણી ઊઠે હ્રદયના તાર તાર....
વર્ષો બાદ જ્યારે મળીએ ત્યારે
વ્યાકુળ સ્વરે તું કહે પુછે "અનંત"
આટલા વર્ષો સુધી તમે હતાં ક્યાં..?
મુછમા મલકીને હું કહું તને એટલુજ
અર્રે પગલી તે ઝાંકીને જોયું કેમ નહીં..!?
તારી ડાબી છાતી નીચે છુપાયેલ હ્રદયમાં.!!?
"અનંત"
*બ્લાસ્ટ*
આસપાસ મને ક્યાંય શોધજે નહીં પગલી.
જ્યારે યાદ આવે મારી "અનંત"
ત્યારે....
તારી ડાબી છાતી નીચે છુપાયેલ,
હ્રદયમાં ઝાંકીને જોજે..!
"અનંત"
*બ્લાસ્ટ*
હું જાણું છું કે,
તું જાણી જોઈને ધીરે ધીરે મારાથી દૂર જાય છે.
મગર પગલી છોકરી તું એ નથી જાણતી કે,
એ રીતે તું વધુ ને વધુ મારી નજીક થાય છે.
અને કેવળ હું જ નહીં તું પણ એવુજ અકલે કે મારા જેવુજ મહેસુસ કરે છે.
અને એથીજ સાબિત થાય છે કે તું મને હર હાલમાં તારી ભીતર લઈને ભટકે છે.!
અર્થાત્
ક્ષણે ક્ષણ તું મારી સાથેજ જીવે છે.
હાં અનંત હાં હું તારી સાથે જ જીવું છું
તારા વગર ઝુરૂ છું ઝુરી ઝુરી મરૂ છું.
કદાચ તું આવું મનમાં બબડી.
કદાચ એ મારો ભ્રમ હોય તોય અલૌકિક છે.
ખૈર...
જો કે તારૂ આમ મારાથી દૂર જવાનું કારણ તું ન જણાવે તો પણ હું જાણું છું.
જો કે એ શુક્ષ્મ રીતે લાગણીઓને રોકવું ઠીક નથીજ.!
તને કદાચ, કદાચ તને એવો શુક્ષ્મ ડર છે કે,
તારાથી વધુ મારી નજીક આવી જવાશે તો.?
અથવા હું તારી નજીક આવવા પ્રયાસ કરીશ તો.?
સીવાય, સ્થુળ રીતે નજીક આવવું પણ કદાચ તને અશક્ય લાગે છે.
એ હકીકત પણ જો કે નકારી શકાય તેમ નથી.
જો કે મને એ વાતનો પ્રેમાનંદ છે કે,
એ રીતે પણ તારી હરેક બાલીસ હરકતોમાં યા નાજુક અવસ્થામાં હું જ હું છું..!
કોઈની સાથે એ રીતે પણ હોવું એ કૈં જેવીતેવી વાત નથી જ.!
આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય.!
મગર આખરે તને પણ એ હકીકત સમજાશે અને પરમ અહેસાસ થશેજ કે, પાસે હોય તે તમામ રીતે સાથે નથી હોતો. શારીરિક ઈચ્છાઓ સંતોષવા સીવાય...
અને એ અવસ્થામાં બંને પક્ષે સંતોષ હોવો સંભવજ નથી.
જ્યારે એક વ્યક્તિ માત્ર શરીરની ભુખ ભાંગે.
અને બીજી વ્યક્તિ આત્માની હુંફ ઝંખે.!
શારીરિક સુખ અને સંતોષ સીવાય પણ આ જીવને અનેક ઝંખનાઓ હોય છે.! મગર એ સમજણ કે, સામા પાત્રની એ સીવાયની અનંત ઝંખનાઓ પણ હોય છે.! એ સમજી શકવાની ક્ષમતા બધામાં નથી હોતી.
અને હોય છે જેનામાં એ સમજણ એ જણ પાસે નથી હોતો.
ત્યારે... બસ ત્યારેજ.! ત્યાંજ.!
તેની સામે સંપૂર્ણ રીતે વ્યક્ત થવુ જરૂરી છે.!
જે શરીર સીવાયની બીજી અનેક અલૌકિક જરૂરિયાતો અને અનંત ઝંખનાઓને સમજી શકે.!
કદાચ તું ભુલી ચુકી છે વર્ના, મે વર્ષો પહેલાં તને કહ્યું હતું કે,
સેક્સ ક્ષણભર સાથે રહે છે શરીરમાં.
મગર "અનંત" પ્રેમ.!
જીવનભર સાથે જીવંત રહે છે ઝમીરમા.
"અનંત"
*બ્લાસ્ટ* *
જો, મારે તારી સામે વ્યક્ત થવું હતું તો યેન કેન પ્રકારે હું વ્યક્ત થઈ ગયો..!
એમ અકલે કે મારી જેમ અગર તું પણ
"ચાહે" તો અગર ચાહો છે તો,
વ્યક્ત થઈ શકે છે.!
જો કે એના માટે ઝંખના હોવી જરૂરી છે.!
અને વર્ષો પહેલા તને મે કહ્યું હતું ને કે,
"અનંત" પ્રેમ અને ઝંખના વગરનુ જીવન,
જીવંત નથી હોતું. નીર્જીવ હોય છે.
આપણે બેઉ એક મંજીલના મુસાફર...
ચાલ આપણી મંજીલ એકજ છે.!
" અનંત" પ્રેમ..!
"અનંત"
દેહ સીવાય પણ એક અલૌકિક દુનિયા છે.!
આ "અનંત" બ્રહ્માંડમાં..!
હું એ જગતમાં ભ્રમણ કરૂ છું ચાહુ ત્યારે...
તું પણ કરી શકે છે ફરી શકે છે મારી સાથે...
ચાહે ત્યારે...
"અનંત"







No comments:
Post a Comment