વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ એક છોકરી જે અનંતની ચહિતી હતી
તેને અનંતની જેમજ અનંત પાસે આવજા કરતી હતી
એવું જાણ્યા પછી.
એક દિવસ પેલી અનંતને મળવા આવી ભીતર જઇ આમ તેમ નજર ઘુમાવી પણ અનંત ક્યાંય નજર આવ્યો નહીં અર્થાત્ પેલીને અનંત દેખાયો નહીં અકલે પેલીએ દાઢીધારી અનંત ના ભાઈબંધ અજ્ઞાની ને પુછ્યું અનંત ક્યાં.?
ત્યારે ભાઈબંધ અજ્ઞાનીએ પેલી છોકરીને
ભાઈબંધ અનંત વિષે અસ્પષ્ટ જવાબ આપતા કહ્યું હતું કે ,
તું પણ ભાઈબંધ ની જેમ ..!
ભાઈબંધ પણ તારી જેમજ .!
આવે જાય જાય આવે
જાય આવે આવે જાય .
ગરબડ અક્ષરે લખે તે વંચાય નહીં.!
માંડ માંડ ઉકલે તો મરમ સમજાય નહીં.
બોલે બૌ બોલે પણ તે સંભળાય નહીં .
બોલીને ચૂપ થઈ જાય .
"અનંત"ચૂપ રહી ને બોલે
બોલે તે સંભળાય નહીં
સંભળાય તે સમજાય નહીં .
"અજ્ઞાની " હું મૌન રહી
બસ જોયા કરું તારી આવન જાવન .
ના કૈં બોલી શકું
ના કોઈને કૈં કહી શકું .
"અજ્ઞાની"
"બ્લાસ્ટ "
તું સમજી જા શાનમાં .
જ્યારે પણ એ કૈ બોલે છે.
"અનંત" હોતો નથી ભાનમાં .
"અજ્ઞાની "
અનંત વીષે બોલી અજ્ઞાની મૌન થૈ ગયો.
અને અનંત વીષે અજ્ઞાની મુખે અટપટી વાત સાંભળી પેલી મુંજાઈ ગૈ...
No comments:
Post a Comment