હવે થોડીવાર માટે આપ એ ભુલી જાવ કે આપ ચીફ ઓફિસર છો,
અને હું એ ભુલી જાવ છું કે હું ફરીયાદી છું.!
માત્ર માનવતા અને આત્મીક રીતે વર્ષો પહેલાં મારા ભાઈબંધોએ કહેલી થોડી વાત હું તમને કહેવા ઈચ્છુ છું.!
તમે વાંચસો કે નહીં,
અગર વાંચસો તો વીચારસો કે નહીં અને અગર વીચારસો તો વાણી વ્યવહાર કે જીવનમાં ઉતારશો કે નહીં.! એ હું નથી જાણતો તેમ છતાં મારૂ અંતર એમ કહે છે કે, આ વાતને તમે ચોક્કસ ઊંડાણ પુર્વક સમજશો.
હાં તો
ગીરીશ ભાઈ...
મારો ભાઈબંધ કહેતો કે,
સારૂ ખરાબ, સાચુ ખોટુ, ન્યાય અન્યાય...
આપણે જે કૈ પણ કરતા હોઈએ છીએ તે બધુ.
દુનિયા જાણે કે ન જાણે મગર આપણો આત્મા બધુંજ જાણતો હોય છે..!
આખરે એજ આત્મા સુખ દુઃખ આનંદ કે પછી પીડા આપતો હોય છે.!
*****
સાચી વ્યક્તિ થોડી ચર્ચા પણ કરે છે. જ્યારે ખોટી વ્યક્તિ જુઠ બોલી જુઠના આધારે ખોટી દલીલો અને વીવાદજ કરે છે.!
ખોટી વ્યક્તિ ઓછુ સાંભળે છે અને વધુ બોલે છે..!
******
ખોટી વ્યક્તિ સાચાને બોલવાનો મોકો નથી આપતી.
કારણ કે ખોટી વ્યક્તિના મનમાં ભય હોય છે કે જો સાચી વ્યક્તિ ને બોલવાનો મોકો આપીશું તો પોતાનુ જુઠ પકડાઈ જશે..!
********
એટલે જુઠાને પહોંચવું ખુબજ અઘરૂ છે.!
********
ખોટી વ્યક્તિની વાત નોખી છે.!
એતો તુરંત વ્યક્ત થઈ જાય છે.!
મગર
સાચી વ્યક્તિ ને પોતે સાચો છે,
એવુ સાબિત કરવા ખુબજ સંઘર્ષ કરવો પડે છે.!
*********
થોડો ઘણો સંઘર્ષનો સમય તો બધાના જીવનમાં આવે પણ સાચી વ્યક્તિને જીવનમાં
વધુ સંઘર્ષ કરવો પડે છે.!
******
ખોટા લોકો ને સાથ દેતા પહેલા સો વાર વીચારી લેવુ,
કેમકે જુઠનો સાથ દેવાથી બંધાયેલ કર્મ અને એ કર્મને આધીન જ્યારે પીડા મળશે ત્યારે, એમા એ કોઈ ભાગ પડાવવા નહીં આવે,
એ પીડા તો તમારે એકલાએજ ભોગવવી પડશે.!
************
માણસ માણસથી કદાચ,
બચી પણ જાય મગર,
કરેલા કર્મોથી
કોઈજ બચતું નથી.!
*હું પણ.!*
વખત આવ્યે, સમય પાક્યે કર્મ એનુ કાર્ય અચુક શરૂ કરેજ છે.!
અને પછી આપણને આપણા કર્માનુસારજ સુખ દુઃખ આનંદ કે પછી આર્થિક શારીરિક કે માનસિક પીડા મળતી હોય છે.!
આવુ બધુ વર્ષો પહેલાં અનંત અનુભવના આધારે મારા ભાઈબંધો કહેતા...!
ઈશ્વર સત્ય છે.!
સત્યજ ઈશ્વર છે.!
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment