સાહેબ શ્રી જય ભારત સાથ જણાવવાનું કે,
વારંવાર રજૂઆત કરવા છતાં મારો પ્રશ્ન હલ નથી થતો.
મોરબી ચીફ ઓફિસરને જ્યારે જ્યારે રૂબરૂ રજૂઆત કરવા જાઉ છું ત્યારે હરેક વખતે અલગ અલગ. વાત કરવામાં આવે છે.!
થોડા દિવસ પહેલાં મળ્યો અને રજુઆત કરી તો સાહેબે મને મારી બારી દસ્તાવેજ મુજબ કરવા કહ્યું.
જવાબમાં મે કહ્યું કે સાહેબ તમારી નોટિસ નો મે વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે.
અને તમે પણ એ વાંચ્યો છે.!
હવે તમારે મારી અરજી મુજબ પગલા લેવાના છે.
કારણ કે જગ્યા નગર પાલિકા ની છે.!
અને એ લોકો એ ગેરકાયદેસર કરેલા છજ્જા નો એક ભાગ મારી દિવાલમાં છે, અને એક દરવાજો પણ મારી દિવાલમાં છે.!
જવાબમાં સાહેબે કહ્યું હતું કે,
સર્વેયર હાજર નથી એ આવશે એટલે
બધુજ તોડી પાડશુ.!
પરંતુ આજે ફરી જ્યારે રૂબરૂ મુલાકાત કરી ત્યારે મને
ફરી એજ સવાલ કરવામાં આવ્યો કે, તમે તમારી બારી દસ્તાવેજ મુજબ કરી.?
મે કહ્યું સાહેબ એ બાબતે મે લેખીત મા ખુલાસો આપેલ છેજ.!
હવે પહેલાં તો સામાવાળા એ મારી બારી આગળ કરેલી દિવાલ નોટિસ મુજબ તમારે તોડાવાની હોય.
જવાબમાં સાહેબે કહ્યું કે
ત્યારે સાહેબે જે કહ્યું એ તો મને બીલકુલ અયોગ્ય જ લાગ્યુ. સાહેબે મને એવું કહ્યું કે,
એને દિવાલ તોડવાની કે તમારે બારીઓ દસ્તાવેજ મુજબ કરવાની હોય એ તમારે બંનેએ મળીને નક્કી કરવાનું છે.
ચીફ ઓફિસર આવી વાત કરે ત્યારે ચોક્કસ સવાલ થાયજ કે, તો પછી નગર પાલિકા ની ભુમિકા શું.?
ચીફ ઓફિસરની ભૂમિકા શું..?
જે સામાવાળા એટલા સારા અને સમજુ હોત તો તો આ ઘટના બનીજ ના હોત.!
સામેવાળા નવેરૂ પોતાની માલિકીનુ હોય એમ સમજી અમને અમારા એસીની તુટેલ નળી રીપેર કરવા પણ નવેરામા આવવાની ધમકી સાથે ચોખ્ખી મનાઈ કરતા
હોય, અને એજ બાબતને લઈને અમને ડરાવી ધમકાવીને અમારી બારી આગળ ગેરકાયદેસર દિવાલ ચણી લીધી હોય, એવા લોકો સાથે વાતચીત કૈ રીતે થાય.? અને તો પછી છેલ્લા અઠી મહીનાથી સતત અરજી કરવાનો અને ન્યાય માટે વારંવાર વિનંતી કરવાનો ને ધક્કા ખાવા નો મતલબ શું.!
જો છેલ્લે આવોજ જવાબ આપવાનો હોય તો,
સતત અઠી મહિના સુધી અરજીઓ કરાવવાનો અને ધક્કાઓ ખવડાવવા નો શું મતલબ..?
અને તો પછી નગર પાલિકા દ્વારા સામાવાળા ને
નોટિસ ૧ નોટિસ ૨ અને આખરી નોટિસ આપવાનો મતલબ શું.?
સવાલ એ પણ થાયજ કે સાહેબે સામાવાળાનની ગુનાહિત હકીકત જાણી સમજી છે તેથીજ તો
સામાવાળાને નોટિસ મોકલી છે..!
આ બધી બાબતો એ વાતનો પુરાવો છે કે મારી ફરીયાદ ખોટી નથી.
જ્યારે સામો પક્ષ પોતાના બચાવમાં ખોટી ફરિયાદ કરે છે..!
મે તમામ પુરાવાઓ અવારનવાર અરજી સાથે બીડાણ કરેલા છે.!
આપ સાહેબને નમ્ર વિનંતી કે ફરી એક વાર મારી તમામ અરજીઓ
ધ્યાનથી વાંચી પુરાવાઓ ચકાસી મને ન્યાય અપાવો.!
વંદે માતરમ્.. 🙏
On Wed, 8 Dec, 2021, 10:32 am J B Patel(GoG-Revenue Dept.), <collector-mor@gujarat.gov.in> wrote:
No comments:
Post a Comment