ગૈ કાલે રાત્રે મને
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલો
એક આત્મત્ર મળ્યો...
જેમાં એણે લખ્યું છે કે,
હાલ હું જીવું છું અનંત અજ્ઞાત વાસમાં.
મરીને જીવતો થઈશ.
મારીને જીવતો રહીશ.
કોઈના મનમાં કોઈના હ્રદયમાં કોઈની ધડકનમાં
મૃત્યુ બાદ પણ જીવતો રહીશ હું અનંત યુગો સુધી...
જીવતે જીવ કોઈની જીવનમાં નહીંજ આવુ.
કારણ કે કોઈની નજરમાંજ નહીં આવુ હું.
મગર
મૃત્યુ બાદ પણ જીવતો રહીશ
હું "અનંત" યુગો સુધી...
છોકરીઓના હ્રદયમાં અને છોકરાઓના મગજમાં....
મગર મૃત્યુ બાદ "અનંત" હું જીવીશ...
પ્રેમથી પ્રેમાળ છોકરીઓના હ્રદયમાં.!
અને ઈર્ષાળુ છોકરાઓના મગજમાં...
હું "અનંત"યુગો સુધી જીવતો રહીશ..!
"અનંત"
No comments:
Post a Comment