તારીખ:- ૨૩/૧૦/૨૦૨૧
વિષય:- નગરપાલિકા દ્વારા
આવેલ નોટિસનો જવાબ તેમજ ખુલાસો
માનનીય શ્રી ચીફ ઓફિસર સાહેબ ,
જય ભારત સાથ જણાવવાનું કે, અરજી નં ૨૯૩૬ તા:- ૨૦/૧૧/૨૦૨૧ ના
રોજ આપ શ્રી દ્વારા મોકલાવેલ અરજી મને આજે તા:- ૨૩/૧૧/૨૦૨૧ ના રોજ મળી ,
જેમાં જણાવ્યુ છે કે, દસ્તાવેજ મુજબ મારા ઘરના રૂમમાં ૨+૨ =૪
કુલ ચાર નાની બારી હતી જે હકીકત છે જેમાં અમોએ સુધારો કરી ને બંને રૂમમાં મોટી ૧+૧
= ૨ બારી કરેલ છે.આ વાતનો હું બિલકુલ ઇનકાર કરતો નથી.
પણ સામાવાળા આપ શ્રીને અરજી દ્વારા મનઘડત વાતો કરીને ગુમરાહ
કરી રહ્યા છે.
સામાવાળા કોઈ વગ વાપરી રહ્યા હોય એવું પણ અમને જણાય છે ,કારણકે
આપના દ્વારા સામાવાળાને અપાયેલી બબ્બે નોટિશમાં જણાવ્યા મુજબનો સમય બબે વાર ત્રણ
દિવસની મુદત પૂરી થઈ જવા છતા આપ કાયદેસરની કાર્યવાહી કરતાં નથી.
યા તો સામાવાળા આપના દ્વારા કારદેસરની કાર્યવાહી થતી અટકાવવા તેમજ તેમાં વિલંબ
થાય એવા બદ ઇરાદે અમારી સાચી ફરિયાદ સામે બિલકુલ પાયાવિહોણી ખોટી ફરિયાદો કરી
રહ્યા છે.
જ્યારે કે સામાવાળા સિટીસર્વે નકશામાં દર્શાવ્યા મુજબ જે
જગ્યા નગરપાલિકાની છે, તેનો ગેરકારડેસર રીતે હલણ તરીકે ઉપિયોગ કરી રહ્યા છે .
અને હવે તેના પર પોતાનો કાયમી હક્ક જમાવવાના બદ ઇરાદે આમરી
સાથે જ્યારથી રહેવા આવ્યા ત્યારથી સતત જગડા કરવાનું કોઈને કોઈ બહાનું શોધ્યા કરે
છે, અને એ રીતે અવાર નવાર જગડો કરી અમોને ત્રાસ આપે છે, આજ સુધી તેઓ અવાર નવાર અમોને
ગાળો ધમકીઓ આપી રહ્યા હતા. અને આખરે પોતાની “મેલી મુરાદ” નગરપાલિકાની જગ્યા પર
કાયમી કબ્જો કરવાના બદ ઇરાદે તા:- ૭/૧૦/૨૦૨૧ ના રોજ આમરી સાથે જગડો કરી ધાક ધમકીઓ
આપી ખોટો આરોપ મૂકી અમોને ભયંકર માનસિક યાતના આપી અને આખરે તા:- ૯/૧૦/૨૦૨૧ ના
શનિવારના રોજ અમારી બંને બારી આગળ ગેરકાયદેસર દીવાલ ચણી લીધી છે .
આજ સુધી અમે લોકો એમને સહન કરતાં રહ્યા છીએ અને ચૂપ રહ્યા
છીએ કારણ કે અમો હમેશા શાંતિ અને પ્રેમ પૂર્વક પાડોશી ધર્મ નિભાવવામાં માનનારા છીએ
જેથી શક્ય હોય ત્યાં સુધી ખોટી મગજમારીમાં પાડવા ઇચ્છતા નહોતા.
અમારા આ સ્વભાવને કારણે જે તે સમયે અમોએ એ લોકોને અમારી
દીવાલમાં પાણીની લાઇન પણ નાખવા દીધી હતી અને એ લોકોએ જે ગેરકાયદેસાર રીતે નવેરામાં
લોખંડના દરવાજા નાખ્યા છે તેમાનો એક દરવાજો અમારી દીવાલમાં નાખેલો છે.
અમારી આ સહિષ્ણુતા નો સામાવાળાએ ગેરફાયદો ઉઠાવ્યો છે.
જાણી જોઈએ સામાવાળાએ શનિવાર તેમજ રવિવારે કોર્ટ કચેરીમાં રજા હોય એવા
દિવસેજ
દીવાલ ચણવાની ચતુરાઇ કરી, જેથી અમે લોકો તત્કાલ સ્ટે લઈને કામ અટકાવી
શક્યા નહીં.
આટલી હકીકત જણાવ્યા બાદ,
.
દસ્તાવેજ મુજબ ચાર બારી હતી તેમાં મે સુધારો શા માટે કર્યો
હતો તેનો ખુલાસો વિગતવાર હું આપ સાહેબને આ અરજી દ્વારા આપી રહ્યો છું અને આપ
સાહેબને હકીકતથી વાકેફ કરી રહ્યો છું.
નોટિસમાં જણાવ્યું છે કે મારે સંજોગે સુધારો કરેલ બારીને
મૂળ સ્થિતિમાં લેવી.
આવો આદેશ આપશ્રીએ અમોને કર્યો છે .
જે સામાવાળાએ આપશ્રીને કરેલી અરજી અને એમાં કરેલી ખોટી
રજૂઆત અને ખોટી ફરિયાદ ના આધારે આપશ્રીએ અમોને બારી મૂળ સ્થિતિમાં લેવા આદેશ કર્યો
હોય એવું જણાય છે .
જ્યારે કે મે મારી હરેક અરજીમાં આપ સાહેબને નમ્ર ભાવે સત્ય હકીકત
જણાવી છે.
આજે પણ હું આપ શ્રીને આ અરજી દ્વારા હકીકતથી વાકેફ કરવાનો
નમ્ર પ્રયાસ કરી રહ્યો છું
તો હું આપ સાહેબને એ જણાવવા માંગુ છું કે તા:- ૧૦/૧૧/૨૦૧૦ ના
અમોએ મકાન ખરીદ કર્યા પછી, અમો અમારા મકાનનું રિનોવેશન કરાવી રહ્યા હતા.
રિનોવેશન દરમ્યાન બારીમાં ફેરફાર કરવાનું કારણ મારો કોઈ
નિજી સ્વાર્થ બિલકુલ નહોતો બલ્કે
ભવિષ્યમાં પડોશીને
કે અમને તકલીક ના પડે એવો શુભ આશય બંને પક્ષે હતો.
મે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી બલ્કે
મારા મકાનમાં આવેલી જે ચાર બારી હતી ત્યાં આઠ બારી નથી મુકાવી બલ્કે, ચાર બારી હતી
તેને હટાવીને માત્ર બે બારી મુકાવી છે, જે મારો કાયદેસરનો સુખાધિકાર હતો અને છે.
અમોએ કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું
બલ્કે, સામાવાળાએ નગરપાલિકાની જગ્યામાં તેમજ અમારી બારી પાસે દીવાલ ચણીને
ગેરકાયદેસર બાંધકામ કરેલું છે.
ફરી કહું છું કે બારીમાં સુધારો કરવામાં મારો કોઈ નિજી
સ્વાર્થ નહોતો બલ્કે ભવિષ્યમાં પડોશીને કે અમને કોઈ તકલીફ ન પડે એવો શુભ આશય હતો.
દસ્તાવેજ મુજબ અમારા બંને રૂમમાં નાની નાની બબે બારી હતી
જેની પહોળાઈ ત્રણ ફૂટ અને લંબાઈ સાડા ચાર ફૂટ હતી. જેમાં જમણી બાજુના રૂમમાં આવેલી
બે બારીમાંથી એક બારી જે જમણી બાજુ હતી તે અમારા પાડોશીના ઘરના દરવાજાની બિલકુલ
સામે થતી હતી.
આ કારણે હાલ જે મકાનમાં જમીલા બહેન રહે છે તે મકાનમાં અગાઉ સ્વ.જેરામભાઈ
ભાનુશાળીના વારસદાર ગંગારાંમ જેરામભાઈ ભાનુશાળી રહેતા હતા.
મગનભાઇ પરમારનું મકાન ખરીદ્યા પછી અમો અમારા મકાનમાં
રિનોવેશન કરાવી રહ્યા હતા,
એ દરમિયાન જૂના મકાન માલિક ગંગારામ ભાઈએ અમોને કહ્યું
કે,તમે ઘર રિનોવેશન કરાવી રહ્યા છો તો સાથે સાથે બંને રૂમમાં આવેલી બે બે બારી છે
તેમાં જમણી બાજુના રૂમમાં આવેલી બે બારીમાંથી જમણી બાજુ આવેલી એક બારી જે અમારા ઘરની સામે આવે છે, તો,તમે એ બે બારી કઢાવી
ને વચ્ચે એક મોટી બારી મુકાવી દ્યો તો ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ ના પડે.
તેમની વાત મને વ્યાજબી લાગતાં મે એમના કહ્યા મુજબ બંને
રૂમમાંથી નાની બારી કેન્સલ કરીને વચ્ચે સાડાપાંચ ફૂટ પહોળી અને સવાચાર ફૂટ લાંબી
એવી બંને રૂમમાં વચ્ચે એક એક બારી મુકાવી હતી.
જે બારીઓ એ મુજબજ હાલમાં પણ મોજૂદ છે.
મે તા:- ૧૧/૧૦/૨૦૨૧ થી આજ સુધીમાં એક પછી એક એમ ત્રણ ત્રણ અરજી
દ્વારા આપ શ્રીને તમામ હકીકત જણાવી છે.
આટ આટલી સત્ય હકીકત જણાવ્યા પછી,
મારી આપ સાહેબને નમ્ર વિનતિ છે કે,
હવે આપ યોગ્ય પગલાં લો અને અમોને અમારો સુખાધિકાર પાછો
અપાવો...
અને સિટીસર્વેમાં નકશામાં દર્શાવ્યા મુજબ જે જગ્યા
નગરપાલિકાની છે, જેનો સામાવાળા ગેરકાયદેસર રીતે હલણ તરીકે ઉપિયોગ કરી કાયમી કબ્જો
કરવાના બદ ઇરાદે અમોને અવાર નવાર ડરાવે ધમકાવે છે તે હલણ કાયમી માટે બંધ કરાવો..
અને તારીખ:- ૧૧/૧૦/૨૦૨૧ ની અરજીમાં જણાવ્યા મુજબ કાર્યવાહી
કરો એવી મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે ..!
નગરપાલિકાના નવેરામાંથી એ લોકોની ગેરકાયદેસર અવરજવર ના
કારણે અમારી પ્રાયવાસી જોખમાઈ રહી છે ..!
અગાઉ એ લોકોએ બારીમાંથી અમારા ઘરમાં સૂપડું ભરીને કચરો
નાખવાની કૂચેષ્ટા પણ કરેલ છે .
આમ એ લોકોનું નગરપાલિકાની જગ્યાનો ગેરકાયદેસર રીતે હલણ
તરીકે ઉપિયોગ કરી
નવેરામાંથી તેઓનું કાયમી અવરજવર કરવું અમારા માટે જોખમી છે.
આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા હું આપ સાહેબને નમ્ર વિનંતી
કરું છું .
જે સમયે સામાવાળાએ અમારી બારી આગળ દીવાલ ચણી તેના ફોટા ઠોસ
પુરાવા રૂપે
આ અરજી સાથે આપી રહ્યો છું.!
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વન્દે માતરમ
No comments:
Post a Comment