ભાઈબંધ અનંતે વર્ષો પહેલા મને કહેલુ કે,
પરીયા....
બૌ હોશિયાર, સમજદાર, જાણકાર કે,
ડાયા થવામા કૈ માલ નથી....
અકલે કે,
એનુ કહેવાનુ એમ હતુ કે,
હુ અને અજ્ઞાની જીવીએ છીએ એમ તુ જીવ....
તો કોઇ ઝંઝટ નૈ રહે....
બસ સાવ ના સમજ નાદાન થઈ જા..!
પરીયા, નાદાન થઈ જા...!
આ આખી વાત પછી ભાઈબંધે મને ,
એક રચના લખી સમજાવેલી ...
અકલે પછી હુ એની વાત માની ગ્યો....
@@@@@@@@@@@@@@@@@@@@@@
બસ એકવાર ભાન ગુમાવી દે.! અને, બેભાન થઈ જા.!
ડાહ્યા રહેવામાં કઈ મજા નથી.!પાગલ સમાન થઈ જા.!
એ રોજ બદલતી રહેવાની ભૈ દુનિયા છે.! તું ખોજ નવી-
દુનિયા અને પછી તુંજ એ દુનિયાનો સુલતાન થઈ જા.!
થઈ શકે તો મદદ કર, નહીં તો છોડ ફિકર આ જગની.સૌ-
પોત પોતાનામાં મસ્ત છે, તુંય તારામાં ગુલતાન થઈ જા.!
જો દર્દ તરફ ધ્યાન જશે તો વધુ ઉગ્ર થશે, તેથી કહું છું,
તું હર એક ગમ-ઑ દર્દથી બે ખબર બે ધ્યાન થઈ જા.!
હુમલો કોઈ સામી છાતીએ નહીં કરે.હવે બદલાઇ ગયો,
છે જમાનો. પ્યારે ચોતરફ જો અને તું સાવધાન થઈ જા. !
લોકો જે કરે કરવા દે, એ છો કરે કેવળ વાતો. જો તારે
કરવું હો કઈ નક્કર તો બસ તું ખુદ પ્રત્યે સભાન થઈ જા.!
હાસ્ય, કરુણા,પ્રેમ,વ્યંગ,સઘળું ઠાંસીને ભરીદે ગઝલમાં,
”અનંત" બધાજ સમજી જશે..! અને તું નાદાન થઈ જા.!
પછી તારીયે વાહિયાત વાતોની વાહ વાહ થશે ”અનંત”
બસ તું કોઈ કામ કરી જા એવું કે હસ્તી મહાન થઈ જા. !
@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"
https://www.facebook.com/photo.php?fbid=356489614460746&set=a.119481608161549&type=3
No comments:
Post a Comment