તમે માનશો નહીં
પણ વાંધો નહીં
ભાઈબંધોએજ મને ચોખ્ખી મનાઈ ફરમાવતા
કહ્યું હતું કે,
જે કૈ પોતાને માનવુ હોય તે માનવાની છુટ છે.!
મગર પોતાની વાત
કોઈને મનાવવાની બીલકુલ મનાઈ છે
ભુલ થૈ ગૈ ભૈ ભાઈબંધ અનંતની ભુલ થૈ ગૈ...
એના વતી હું આપ સૌ અનંત ની
ચહીતીઓની ક્ષમા માંગુ છું..!
હાં પણ હું એટલુ તો ચોક્કસ કહીશ કે,
એનો કોઈજ વાંક ગુનો નોતો
એ હતોજ સાવ એવો, જેવો તેવો...
એ નાદાન હતો એ બેપરવાહ બે ફીકર હતો,
ફીકર વગરનો ફકીર હતો..!
એ પ્રેમી હતો સૌને પ્રેમ કરતો હતો.
પણ એ અક્કલ વગરના ને ક્યારેય
પ્રેમ કરતા જ ન આવડ્યુ.
હાં એટલુ ચોક્કસ કહીશ કે,
અનંત ખુદ અનેકવાર છેતરાયો છે.!
પણ એણે ક્યારેય કોઈને છેતરી નથી.!
અનંતે ક્યારેય કોઈ સાથે દગો નોતો કર્યો કે
કોઈની પણ સાથે બેવફાઇ કરી નોતી.
અનંત નો વાંક્ક બસ એટલોજ હતો કે,
એ પ્રેમી હતો અનંત પ્રેમ કરતો હતો.
છતાં પણ એ અક્કલ વગરનાને
પ્રેમ કરતા આવડતું નોતુ.
અને તમે કોઈ પણ અનંતને
ખરા અર્થમાં સમજી શકી નહીં.
અને એ કારણે તમે બધી લોકીઓ અનંત ને
અનંત ચાહતી હોવા છતાં..!
કોઈ એને પામી શકી નહીં.!
પણ હે અનંત ની ચહીતીઓ
એમ્મા વાંક તમારો હરગીજ નોતો.!
એવુ મને પણ છેક આજે સમજાય છે.
જ્યારે વર્ષો પહેલાં તમે આજે જે ખંડેર
થઈ ચુક્યો છે એ મહોલ્લામાં અનંતને
તમારો પ્રેમ વ્યક્ત કરતા ગીતો વગાડતી હતી.
ગીતો દ્વારા અનંત ના હ્રદયમા પ્રેમ જગાડતી હતી.
ગીતો દ્વારા અનંત માટે નો પ્રેમ વ્યક્ત કરતી હતી.
એ ગીતો આજે ઘણા વર્ષો બાદ
જ્યારે મે સાંભળ્યા ત્યારે મને સમજાયુ કે,
અનંત સાવ ભંગાર છોકરો હતો.
તમે ગીતો દ્વારા અનંતને ખૂબ
સમજાવવાની કોશિશ કરી હતી.
પણ અનંત તમારા પ્રેમને કદાચ,
સમજી શક્યો નહી..!
એટલે આજે મને એમ લાગે છે કે,
તમારા કોઈના પ્રેમને ન સમજી શકનાર
અનંત સજા ને પાત્ર છે.!
અને એને એના હીશાબ મુજબની
સજા મળવીજ જોઈએ.!
કોને ખબર કદાચ અનંત ને સજા મળી પણ રહી હોય.
યા અનંતને એના હીસ્સાની સજા મળી પણ ગઈ હોય.
સારૂ છે
એ દૂર દૂર ચાલ્યો ગયો એણે બરાબરજ કર્યું છે .!
પણ સાથે સાથે પેલા દાઢી વાળા ને પણ લૈ ગયો
એ ખોટું કર્યું...
ખૈર... સમજે નૈ એવા જગતમાં રહેવા કરતાં
એવા જગતથી દૂર દૂર જંગલમાં રહેવુ સારૂ.
ખબર નૈ હવે જીવતો હશે કે મરી ગ્યો
મરી ગ્યો હશે..? ઈશ્વર જાણે..!
પણ અગર મારી સામે હોત તો હુંજ
તેને મારી મારી ને મારીજ નાખત.!
જે કોઈના પવિત્ર પ્રેમને સમજી ન શકે,
ઔહ.!
ઉકળાટ મા ને ઉકળાટ મા અનંત વીષે
આટલુ બધુ બોલ્યા પછી મને યાદ આવ્યું કે,
અનંતની મજબુરી જે કૈ પણ હોય,
પણ અનંતે પણ.!
અનંતે તો આ ગીત દ્વારા
સતત તમને સૌને કહેતોજ હતો ને.!?
કે,
मै तो ईक ख्वाब हुं।
ईस ख्वाब से तुं प्यार न कर ।
તો કેમ ચુપચાપ અનંત વીશે
હું બફાટ કરૂ છું એ સાંભળો છો..?
મે એક જુના ઝર્રઝર્રીત કાગળમાં
આ પણ લખેલું વાંચ્યું.
ખબર નૈ કેમ..? "અનંત" કરૂ તો છું.!
પણ કરતા નથી આવડતો મને પ્રેમ..!
"અનંત"
https://pkatira.blogspot.com/2022/04/blog-post_42.html
સારો સુંદર ભુતકાળ, ભુતકાળમાં બનેલી,
ભુતકાળમાં જીવેલી, સુંદર આનંદમય ઘટના...
સતત વાગોળવાથી વર્તમાન નો સમય...
આનંદથી પસાર થાય છે.!
અને એમ કરતાં કરતાં અનાયાસે જ
સુંદર ભવિષ્યનુ નીર્માણ થઈ જતુ હોય છે.!
ઘણીવાર ભુતકાળમાં કરેલી ભુલો નો
પેટ ભરીને પસ્તાવો કરવાથી પણ.!
પરમ ચરમ અખંડ અનંત.....
અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોય છે.!
"અનંત"
"અનંત" આ ક્ષણમાં પણ હું અનુભવી રહ્યો છું.!
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ...
*અનંત*
No comments:
Post a Comment