બુંદ બુંદ અનંત
ધાર ધાર અનંત...
ધોધમાર વરસ અનંત....
મૂશળધાર વરસ અનંત...
છે અનંત તરસ અનંત...
હોય જો અરસ પરસ તરસ અનંત...
તો,
!
!
!
અંત લગી એનો આવે ના અંત...
અંત પછી પણ તરસ રહે અનંત...
છુટે પણ તૂટે નહી પ્રેમ નો તંત...
ના સાધુ ના સંત...
કે,
બીજુ કશુજ નહીં એક પ્રેમી અનંત....
એ રાત્રે એકધારૂ આકલૂ બોલ્યા પછી,
એ પોતાના ગળા પર હાથ ફરવા લાગ્યો,
જાણે કારમો સોસ પડ્યો હોય,
અને ગળુ સુકાતુ હોય એમ....
અકલે મે ખુરશી પરથી ઊભા થૈ
જટ જટ એની સામે પાણી નો પ્યાલો ધર્યો...
તો એણે મારા હાથ સમેત પીયાલા ને હડસેલો માર્યો
ઠન ઠન ઠણણણ ઠન ! કરતો પીયાલો દૂર જૈ પડ્યો ..
ચારે કોર પાણી પાણી... પણ પ્યાસ ના બુજાણી.....
પીયાલા ને હડસેલો મારી ગુસ્સે થૈ મને કહ્યું પરીયા...!
તારી અક્કલમા પથ્થરા પડ્યા છે..!
આખે આખો પાણીમાં ડુબાડે તોય છીપે ના એવી તરસને
તૂ એક પીયાલો ધરી છીપાવા ધારે છે...!!!
હુ રીતસરનો ગભરાઈ ગયો...
આ જોઈ દાઢી પર ઊંગલી ઘુમાવતા અજ્ઞાની એ નાક પર
આંગળી મૂકી મને ચૂપ રહેવા મૂક ઈશારો કર્યો...
આમેય મારી પાસે બોલલા સમુ કશુ હતુજ નૈ...
અને હિંમત પણ નૈ એની સામે મો ખોલવાની...
અકલે પછી હુ ચૂપચાપ મારી ખુરશી પર બેસી પડ્યો....
https://m.facebook.com/story.php?story_fbid=1172613379515028&id=100002991311961
વર્ષો પહેલા ભાઈબંધે આવુ કૈ કહ્યુ હતુ કે,
******અરસ પરસ જો હોય તરસ. **********
**********************************
એવું કોણે કહ્યું કે કાયમ તરસ્યા હોય તે જ પાણી માંગે.
તો શું.? પાણીને પણ કદી પ્યાસાની તરસ ના લાગે?
પાણી પોતાની તરસ કાયમ છુપાવી રાખે...
મળે જો તરસ્યો તો પ્યાસ છુપાવી નાખે...
હોય જો તરસ ખરી. અરસ પરસ તો,
પાણી પણ ! તરસ્યાની પાસે આવે.
આ વરસતા વરસાદને જોઈ નથી લાગતું ?કે પ્રેમ ચોમેર
નીતરે છે.? નીતરતા પ્રેમને કોઈ તરસ્યાના ઓરતા જાગે.
વાત પ્રેમની છે, પ્રેમની ખરી તરસની છે.!
જે હોય બધાને.
તો પછી સ્વીકારવામાં શરમની કેવી ?
શરમ જે રાખે એની પ્યાસ ભવો ભવ ના ભાંગે,
પ્રેમમાં થાય બે શરમ એ પ્રેમથી પ્રેમ નો સ્વાદ ચાખે...!
પીધા પછીએ જો રહીએ તરસ્યા....
એ તો સમસ્યા જ કહેવાય ને ?
આ સ્થિતીમાં પ્યાસ, પ્યાસા યા તો,
પાણીમાં કઈક ગરબડ સમજવી....
'અનંત'પ્રેમમાં હોય શુધ્ધતા તો પીતા પીતા પ્રતિબીંબ સાફ, દે
ખાય એક મેકના .તોજ પાનાર ને પીનાર બેઉની તરસ ભાંગે.
“અનંત”અરસ પરસ હોય તરસ સરખી.
તો છીપાતા લાગે ના વાર.
જો બન્ને પ્યાસા અને બન્ને પાણી થઈ,
એક મેકની "અનંત" તરસ છીપાવે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
https://www.facebook.com/photo.php?fbid=206822206094155&set=a.119481608161549&type=3
No comments:
Post a Comment