તું લખવા ખાતર લખે માત્ર એક લીટી
હું ભરી ભરી લખું આખેઆખું પાનું.
દિલ તો દિલ જ હોય છે ને ..!?
આમ પણ ધડકતું હોય છે એકલું એકલું
પણ આમ કોઈ સાથે ધડકવાનું શોધી લે છે બહાનું .
સામ સામે આપણે આવીએ તોય શું ના આવીએ તોય શું.
નથી મારે કઈ હોતું બોલવાનું નથી હોતું તારે કઈ કહેવાનું .
સૌની સામે શરમાતી તું સામે જુએ છે છાનુંમાનું.
ના તું બોલે તો શું ?તો શું જો હું પણ ના બોલું ?
એક ના એક દિવસ તારી આંખો બોલશે જે મનમાં હશે છાનું છાનું .
લખું છું તો બસ લખું છું લખતોજ રહું છું .!
નથી લખતો તો કઈ નથી લખતો કઈ લખતોજ નથી ..!
શરમથી નહીં શાનથી કહું છું !
પ્રેમ બ્રેમ કેમ થાય છે કે પછી થાય પણ છે કે નહીં.
મને ભાન નથી કશાનું.
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલી આ વિચિત્ર રચના ના અંતે ..
ગૂઢાર્થમાં અનુભૂતિ સાથે એક ગૂઢ સવાલ પણ કર્યો છે..!
કદાચ..!
પણ ખરેખર તો ખબાર્જ નથી પડતી કે,
એ કહે છે કે પૂછે છે .?
પૂછે છે કે કહે છે ..?
ખબર નહીં અનંતે કોને સંબોધીને કહ્યું છે .
તું ઉકેલી શકે તો ઉકેલ .
મને મળવું તને લાગે મજાનું
મને મળવું લાગે મજાનું
તને મળવું મને લાગે મજાનું
તને મળવું લાગે મજાનું
"અનંત"
ખબર નૈ હ્રદય આપણું હશે એક બીજાનું .
જે હોય તે હોય મન દહી ના કર ભેજાનું .
"અનંત"
No comments:
Post a Comment