વર્ષો પહેલાં...
કલાકો સુધી એકાંતે બેસીને 'અનંત' સાથે વાતો કરતી...
કોઈ ચહીતી ...
(કેઈ..? એ મને પહેલાં પણ ખબર નહોતી અને, આજે પણ નથી..! )
હા તો, એ અક્કલમંદ ચહેતી, જે એકાંતે અનંત સાથે કલાકો સુધી અલક-મલકની વાતો કરતી... અને જેની સાથે કલાકો સુધી અનંત અક્કલ વગરની વાતો કરતો....
વર્ષો પહેલાં...
અને પછી, સમય સાથે બધું બદલાઈ જતું હોય છે...
આ સહજ સત્ય એને કદાચ સમજાયું નહીં..!
> "રંગે-રૂપે બહારથી માણસ માત્ર બદલાય છે..! પણ એનો આતમ બદલાતો નથી.
આ સહજ બાહ્ય પરિવર્તનની પ્રક્રિયા પણ કદાચ એ સમજી શકી નહીં..! અને ધીરે-ધીરે જક્કી અને પછી શકી થઈ, નિર્દોષ ભાઈબંધ પર નાહક શંકા કરવા લાગી. ખુદમાં આવતો બદલાવ એને ના દેખાયો... પણ સમય સાથે બદલાતા ભાઈબંધમાં એને દોષ દેખાયો...
એટલે પછી, પેલી "પહેલાં તું આવો હતો, હવે તેવો છે..!" એટલે કે, પહેલાં ગમે તેવો એટલે કે ગમતો... તે ભાઈબંધ હવે તેને ગમે તેવો લાગવા માંડ્યો... એટલે કે જેવો-તેવો, એટલે કે ચાલુ જેવો લાગવા માંડ્યો...
એટલે પહેલાં કરતાં તેનું વર્તન ભાઈબંધ પ્રત્યે બદલાઈ ગયું.. અને પછી તે પોતાના બદલાયેલા વર્તન મુજબ ભાઈબંધ વિશે અલગ-અલગ અભિપ્રાય જ્યારે આપવા લાગી ત્યારે! એટલે કે જ્યારે મળે ત્યારે... એમ..!
એટલે એક દી' ભાઈબંધે એને ગુસ્સે થઈ કહ્યું..! "અક્કલ વગરની! સમય સાથે માત્ર વ્યક્તિ કે વસ્તુ જ નહિ, જગત આખુંય બદલાઈ જતું હોય છે...! અને તને એકલા મારા સાથે જ વાંધા પડે છે..???"
ખૈર... કાંઈ વાંધો નૈ હિસાબ મુજબ..! આ પણ થવાનું હતું, થયું...! આમ કહી ભાઈબંધે સહજ સ્વીકાર કરતાં... પેલીને છેલ્લી વાર કહ્યું...
અનંત સાથે અનેકવાર અનેક તરફથી આવું વલણ થતું..!
વ્યક્તિએ-વ્યક્તિએ એક જ વ્યક્તિ માટે લોકોના અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે...! એ જ રીતે એક જ વ્યક્તિની ઓળખ, વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી હોય છે..! એક માટે જે સારો હોય, તે બીજા માટે નઠારો હોઈ શકે..! યા તો એકને ખરાબ લાગતો એ જ વ્યક્તિ બીજાને બહુ સારો પણ લાગે..!
આવું બધું ભાઈબંધ વર્ષો પહેલાં મનેય ઘણી વાર કહેતો..! પણ હું ચૂપ રહેતો, પણ રહી ના શકતો એટલે સવાલ કરી બેસતો. તે રાત્રે જ્યારે એણે આવી જરાક અમથી ફિલોસોફી ઠોકી મૌન થઈ ગયો ત્યારે...
મેં કહ્યું, "યાર! મૌન કેમ થઈ ગયો..? આ બાબતે તો હજુ ઘણું બોલી શકાય એમ છે..! તો તું થોડું વધારે બોલને, આમ જરીક તણખો કરી મૌન શું થઈ જાય છે..!"
ત્યારે અકળાઈને અનંતે કહ્યું, "મૂક ને યાર માથાકૂટ! એ જ ચાલુ ચવાઈ ગયેલી વાતો છે આ બધી.! આમાં મેં કશું જ નવું નથી કહ્યું."
"પણ મને નવું લાગે છે..!"
"તો લાગવા દે, ખોટી ભેજામારી ના કર મારી સાથે..!"
"લ્યા, કોઈ તારા પર વહેમાય... તારી સાથે કોઈનું વર્તન બદલાય... એમાં તું મારી પર શાનો અકળાય છે..?"
"હું બિલકુલ અકળાતો નથી..!"
"તું ખાલી અકળાતો જ નથી, બલ્કે તને ગુસ્સો પણ આવે છે..!"
"એ પણ માત્ર તારો ભરમ છે પરિયા..."
"એમ..!? તો પછી મોં કેમ લાલ થઈ ગયું છે તારું..? તું કાંઈ સ્ત્રી તો નથી, કે ના તો તારામાં જરીએ શરમ જેવું છે.! હા, બાકી નારીના ચહેરા પર શરમના શેરડા પડે તો એ લાલ થઈ જાય, એવું મેં સાંભળ્યું છે..!"
"તે ખાલી સાંભળ્યું જ છે! મેં તો જોયું પણ નથી એવું કદિ', એટલે મને એ બાબતે કાંઈ જ ખબર નથી..!"
તે રાત્રે પછી અર્થ વગરની બહુ ભેજામારી થયેલી અમારી વચ્ચે..! અંતે થાકીને હું સૂઈ ગયેલો...
એટલે પછી ભાઈબંધે પેલીને છેલ્લે કહ્યું... જ્યારે પેલીએ ભાઈબંધને કાંઈ ના કહેવા જેવું કહ્યું ત્યારે... કે,
"એ જ તું, એ જ હું, છતાં હવે કેમ લાગે તને એવું, કે હું બદલાઈ ગયો છું..? પહેલાં તને મારી સાથે કલાકો સુધી વાતો કરવાનું બહુ ગમતું, અને હવે નથી ગમતું, તો કાંઈ વાંધો નૈ એમાં શું..! તારે જે ધારવું હોય, વિચારવું હોય મારા વિશે, તું ગમે તે વિચારી શકે છે..! અગર ના ગમે તે વિચારે તો પણ મને કશો જ વાંધો નથી..! અને હોય તોય તારે શું..?"
આમ બેફિકરાઈથી કહીને, વર્ષો પહેલાં અનંતે જે એના ઈર્ષાળુ-અદેખા દોસ્તોને કહેલું તે જ, છેલ્લે ભાઈબંધે પેલીને કહેલું કે,
*બ્લાસ્ટ*
"હા હા, મને કબૂલ-મંજૂર છે..! અભિપ્રાય તારો પણ, જે કાંઈ હોય મારા વિશે."
"અનંત"
ખબર નૈ મને, કોને કેવો હું ક્યારથી લાગું.
"અનંત"
બ્સ... પછી તો એ મરી ગયો...
> "સતત આખુંય જગત બદલાય છે સતત... તો, પછી, તને, મારા એક સાથે જ કેમ વાંધા સખત..?"
"અનંત"
*બ્લાસ્ટ*
> સમય-સંજોગે, વ્યક્તિ હોય કે વસ્તુ...
હા, બદલાઈ જતું હોય છે બધું! અસ્તુ.
"અનંત"
✍️
https://www.facebook.com/100002991311961/posts/1513074888802207/
No comments:
Post a Comment