"અનંત" સત્ય શહીદ થાય છે.
જગમાં જુઠના જંડા લહેરાય છે.!
"અનંત"
જૂઠ ચાલે છે ..!
સત્ય પણ.!
ચાલે છે.
મગર.. વ
જૂઠના ટોળા માં એકલું અટુલું...
જૂઠ હમેશાં જૂથમાં હોય છે ..!
અને સત્ય કાયમ એકલું અટુલું.
જૂઠના ટોળાને ઉતાવળ છે સત્યથી આગળ જવાની...
સત્યથી બચવાની ...
સત્યની ઈચ્છા છે આગળ થવાની ...
જૂઠ ને પકડવાની ...
મગર...
જૂઠનું ટોળું સત્યને આગળ ના થાય માટે ધક્કે ચડાવે છે ..!
જેવુ સત્ય આગળ થવા જાય કે તુરંત .!
ટોળામાથી કોઈ એને જાણી જોઈને ઠેબે ચડાવે છે, પછાડે છે ..!
કારણ કે,
જૂઠ ડરપોક છે ...! તે સત્યથી ડરે છે, ખૂબ ડરે છે ..!
સત્ય હિંમતવાન છે...!
તે ટોળાની જાણી જોઈને પછાડવા પાછળ રાખવા ,
થતી ધક્કા મુક્કી ના કારણે વારંવાર પડે છે, આખડે છે ..!
છતાં હિંમત કરી ફરી ધૂળ ખંખેરી ઉપર ઉઠવા પ્રયાસ કરે છે...
આગળ વધવા પ્રયાસ કરે છે ..!
સત્યની હિંમત જોઈ જૂઠનું ટોળું સાથે મળી,
ફરી સત્યને પછાડે છે ..!
એમ પછાડે છે કે સત્યના હાડકાં ભાંગી જાય અને,
એકલું સત્ય ચાલીજ ના શકે ...
જૂઠનું ટોળું એવુજ કરે છે ..!
સત્યને મારી મારીને ભોં ભેગું કરી જૂઠાનું ટોળું દોડે છે ભાગે છે..!
હાથે પગે છોલાયેલું એકલું સત્ય માંડ માંડ ઊઠે છે ...
ઊઠીને જૂઠને આંબવા દોડવાની કોશિશ કરે છે ...
દોડે છે અને, હાંફે છે ...
જૂઠ ના ટોળાને ખબર પડે છે કે સત્ય લંગડાતું હોવા છતાં પીછો નથી છોડતું ...
આટ આટલુ પડવા આખડવા છતાં ..!
ઊભા થઈને લંગડાતા, ઠોકર ખાતા એકલા સત્યને પાછળ આવતા જોઈ ટોળું ડરે છે અને ભેગા મળીને ,
ટોળું નક્કી કરે છે કે હવે આ સત્યને ખતમ કરવુજ પડશે ...
એમ કર્યા વગર છૂટકો નથી ...!
અગર જો સત્ય ખતમ નહીં થાય તો આપણે થઈ જઈશું ...
અગર સત્ય જીવશે તો આપણે જીવી નહીં શકીએ મરી જઈશું ...
બધા નક્કી કરે છે પ્રથમ સત્યને સમજાવવાનું .
અને,
આગળ જતું જૂઠ નું આખું મોટું ટોળું થંભે છે ...
એટલે જૂઠના ટોળાની ઠોકરે ચડેલું ,
લંગડાતું , પીડાતુ , રીબાતું એકલું અટુલું સત્ય ...
ટોળાં સુધી પહોંચે છે ...
જૂઠના ટોળામાથી એક જૂઠો આગળ આવી,
કરડાકીથી સત્યને કહે છે..!
લ્યા ..! તું ક્યારનો અમારો પીછો કરે છે ...!
અમને પકડવા કોશિશ કરે છે ,
અમે તને કેટલીય વાર ધક્કે ચડાવ્યો ...
છતાં તું અમારો ઇરાદો સમજતો નથી..!
અને આગળ વધવાની કોશિશ કરે છે ..!
જૂઠ ના ટોળામાથી હાસ્ય વેરતો બીજો જુઠો બોલે છે .
તો પણ તું અમારાથી આગળ નથી નીકળી શક્યો ...
વળી એક જૂઠો વટથી સત્ય સામે જોઈ કહે છે.
અને નીકળી પણ નહીં શકે..!
તું અમારી તાકાતને જાણતો નથી ...
એટલે આ નાદાની કરે છે ...
(જાણું છું ખુબ સારી રીતે જાણું છું સત્ય મનોમન બોલ્યું )
પહેલેથીજ જૂઠાઓના મારથી જખ્મી થયેલું સત્ય ....
બધુ ચુપચાપ સાંભળે છે.
એક જૂઠો સત્યને ધમકાવતાં કહે છે .
ફરી કહું છું ધ્યાનથી સાંભળ સત્યા ...
તું અમારી યાની જુઠની તાકાતથી વાકેફ નથી ...!
બાકી આખી દુનિયા અમારી તાકાતને જાણે છે..!
અને એટલેજ અમારી પડખે સત્ય ચડતું નથી ...
અને એટલેજ આજે તું એકલો છે અને અમે ટોળામાં ...
સત્ય ચૂપચાપ સાંભળે છે કેમકે એકલું છે ...
એ ડરપોક નથી પણ ,
રસ્તે ચાલતા જૂઠ ની ઠોકરે ચડવાનું પરિણામ....
પીડા સમેત ભોગવે છે અનુભવે છે એટલે ,
અને એ આ હકીકત પણ જાણે છે કે તે એકલો છે ...
માટે એ ચૂપ છે ...
ફરી એક જૂઠો અટહાસ્ય કરતાં સત્યને ધમકાવીને સમજાવે છે .
જો સત્યા અમારી આગળ તું ક્યારેય જઇ નહીં શકે ...
કેમકે અમે તને જવા નહીં દઈએ ....
અને તને અમારી આગળ ન જવા દેવાનું સાચું કારણ
એજ છે કે , અમે તારાથી ડરીએ છીયે ..
એવું નથી કે અમને ડર નથી લાગતો કે અમને જીવ વહાલો નથી ...
અમને ડર પણ લાગે છે, અને અમને પણ જીવ વહાલો છે ...!
અને એટલેજ અમે તારા જેવાને સાચા લોકો ને અમારી આગળ જવા નથી દેતા.!
સત્યની તાકાત અમે જાણીએ છીયે ...
એટલે એ એકલું હોય તો પણ આમરા માટે જોખમ રૂપ હોય છે .!
અને અમે કોઈજ જોખમ લેવા નથી માગતાં ...
ફરી એક જૂઠો આગળ આવે છે અને કહે છે .
અને એટલેજ અમે અમારી વાત સમજે નહીં એવા સત્યને ખતમ કરી નાખીએ છીયે...
તને પણ સમજાવીએ છીએ .!
તું અમારી સાથે ભળીજા એમાંજ તારી ભલાઈ છે..!
જૂઠની પાસે બચવાના અનેક રસ્તા હોય છે...!
જ્યારે સત્યની પાસે માત્ર બેજ રસ્તા ..!
યાતો અમ જુઠના શરણે થઈ જાઓ..!
યા અમારા જેવા જુઠાઓના જૂથના હાથે જૂઠની લાતે મરવા તૈયાર થઇ જાઓ..!
અને, મરીને અમર થવા તૈયાર રહો....
બોલ તારો શું વિચાર છે...?
રિબાતું સત્ય પીડાતું હોવા છતાં કહે છે ..!
હું મારો રસ્તો નહીં છોડું ...!
અને સત્ય ઠા આ.. આ... આ ... ર....
જૂઠની બંધુકમાથી નીકળેલી ગોળી થઇ ગઈ
"અનંત" સત્ય ની ખોપડીની આપપાર....
વર્ષો પહેલા ભાઈબંધે કડવા અનુભવે લખેલી આ વ્યથા કથા ...
મનેય એવા કોઈ અનુભવે યાદ આવી અકલે,
કાલ રાતે જૂના ઝર્ઝરિત કાગળિયા ફંફોસી શોધી કાઢી બસ્સ ..!
બ્લાસ્ટ :- જૂઠ કે જૂઠો એના કરતૂતોથી જીવતે જીવ અમર થઈ જાય છે ..
જ્યારે "અનંત" સત્ય કે સાચો અમર તો થાય જ છે પણ મરી ગયા પછી..!
અને, હવે બધાને જીવતા અમર થવાની ઝંખના...
"અનંત"
બ્લાસ્ટ:-
"अज्ञानी"जुठ अटल अचल हें..!
और सच पल पल बदलता है ...
"अज्ञानी"
વિસ્ફોટ :- ક,તિરા...
નવ્વાણું સારી કેરી સાથે એક સડેલી કેરી જો ભળી જાય તો ,
એ, નવ્વાણુ એ નવ્વાણું સારી કેરી પણ સડી જાય છે...
પણ..! નવ્વાણુ સડેલી કેરી સાથે અગર એક સારી તાજી કેરીને
રાખવામા આવે તો પણ એ નવ્વાણુ કેરી સારી તાજી નથી થતી...
બલ્કે ...,
એ નવ્વાણુ કેરી એક સારી તાજી કેરીને પણ,
ખૂબ જડપથી સડાવી નાખે છે...
બસ 'આમ' સડો વધતોજ જાય છે ...
હવે માત્ર..!
"પ્રલય એજ વિકલ્પ"
https://www.facebook.com/share/p/G76jJjtxoQZnmNVP/?mibextid=oFDknk

No comments:
Post a Comment