વર્ષો પહેલા....
ખંડેર મધ્યે મધરાતે...
કબુલાત કરતા ભાઈબંધ અનંતે લખેલું
એના લખ્યા પછી અંતમાં અકલે કે,
સાવ છેલ્લે અજ્ઞાનીએ કહેલુ કે,
"અજ્ઞાની" શોધ નહીં તું પૂર્ણ સત્ય
"અનંત"...
એ કદીયે બહાર નહીં આવે.
ઉપર ઉપરથી જુવો કે પછી,
મૂળ સોતો ઉખાળો માણસ.
****** હું પણ બાકાત નથી ............!******
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
સાચું બોલવાનો ઢંઢેરો પીટતો ખોટાળો માણસ.
જે નથી તે દેખાડવામાં કરતો ગોટાળો માણસ.
પ્રેમમાં તૂટતો ને પ્રેમથી જ હોય છે સંધાતો માણસ.
એકમાં અનેક રૂપે દેખાતો લપાતો છુપાતો માણસ.
ઊપર ઉપરથી મળશે જોવા ઘણા ભોળા ને ધોળા.
શોધી તો બતાવો ભીતરથી એકા'દ રૂપાળો માણસ.
કશું હોય ના જાણતો ને છતાં દંભ કેટલો...! નાની,
અમથી વાતમાંયે કરતો રહે મોટી બબાલો માણસ.
નીજ સ્વાર્થે ટકી રહ્યા હર એક સંબંધ. નિર્દોષ પ્રેમ,
ક્યાં મળે ? છૂટવા મથતો ને પાછો બંધાતો માણસ.
પ્રેમ અને વાસના કદી સાથે ના રહી શકે .! પ્રેમની
વાતો સમજી ના શકે વાસનાથી ગંધાતો માણસ.
માણસ ખરાબ કે સારો. અનુભવ બોલે એ જ ખરું સત્ય.
ક્યારેક અલગ અલગ રૂપે હોય એકજ દેખાતો માણસ.
"અજ્ઞાની" શોધ નહીં ..! તુ "અનંત" પૂર્ણ સત્ય ,
કદીયે બહાર નહીં આવે...!
જુવો ઉપર ઉપરથી કે પછી, મૂળ સોતો ઉખાળો માણસ.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"
*માણસ એટલે નર*
આટ આટલા અપલખ્ખણ નરમા હોવા છતાં "અનંત"
નારી દ્વારા પ્રભુ પાસે પહેલાં ખોળે મંગાતો માણસ..!
*********************************
ચાલો ત્યારે હવે હું રજા લઉં ..?
મને બૌ ઊંઘ આવે છે..!
એમ કૈ એ બેઉની રજા લૈ
પછી હુ ઘર ભેગો થૈ ગ્યો....
https://www.facebook.com/share/9k6FCPvLNbhY2htC/?mibextid=oFDknk

No comments:
Post a Comment