વર્ષો પહેલા ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા...
અમારા ત્રણેય વચ્ચે થયેલી સત્ય જુઠની અટપટી એવં આધી અધુરી સમજ..!
*નીર્દોશ જુઠ એવં દોષ પુર્ણ સત્ય*
અસત્ય યાને જુઠ બે પ્રકારનુ હોય છે.
એક નીર્દોશ અને બીજુ દોષ પુર્ણ..!
એજ રીતે સત્ય પણ બે પ્રકારનુ હોય છે.
એક દોષ પુર્ણ અને બીજુ નીર્દોશ એવં પરમ સત્ય..!
નીર્દોશ જુઠ એ છે જે બોલવાથી કોઈને પણ લગીરે નુકસાન નથી થતું ન હોય. એજ રીતે દોષ યુક્ત સત્ય એ છે જે બોલવાથી કોઈનું જીવન પણ બરબાદ થઈ જતુ હોય.
એવું જુઠ બોલવું પુણ્ય છે કે જે બોલવાથી કોઈ આવનારી તકલીફ માંથી ઊગરી જતુ હોય.
જ્યારે એવુ જુઠ બોલવું મહા પાપ છે જે બોલવાથી એકને ફાયદો કરવા જતાં બીજાને ભયંકર નુકસાન થતું હોય.
એવુ સત્ય બોલવું પણ મહા પાપ છે જે બોલવાથી માત્ર પોતાનેજ ફાયદો થતો હોય અને બીજાને નુકસાન થતું હોય.
સૌથી ઉત્તમ સત્ય છે કે જે ખરેખર ખોટા હોય, ખોટુ કાર્ય કરતા હોય, જુઠનો આસરો લૈ માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે અનેકને નુકસાન કરતા હોય એવા લોકોને સત્યના આધારે નીડરતા સાથે ઉઘાડા પાડવા.!
એજ રીતે કોઈ કાળે કોઈથી ભુલ ભુલમા ભુલ થઈ હોય અને એ તમને સજ્જ એવં અંગત સમજી તમારી સામે પોતાનાથી ભુલમા થયેલ ભુલ પસ્તાવા સાથે સ્વીકારે અને એવી વીનંતી સાથે કહે કે આ વાત કોઈને જણાવશો નહીં.! કારણ કે આ વાત કોઈ અન્ય જાણશે તો મારી ભુલના કારણે કોઈ અન્ય ના જીવનમાં ઝંઝાવાત આવી જશે. ત્યારે કોઈની ભુલના કારણે કોઈના જીવનમાં આવતી ઝંઝાવાત રોકવા, કોઈ પણ ભોગે સત્ય ઉજાગર ન કરવું અને સત્ય બોલવાથી અન્યના જીવનમાં ઝંઝાવાત ન આવે માટે થયેલી ભુલને જુઠના આધારે કોઈ પણ પ્રકારનુ નીર્દોશ જુઠ બોલી દબાવી દેવી એ મહા પુણ્ય આપનારૂ જુઠ કહેવાય.!
No comments:
Post a Comment