અસમંજસ....
જરાક પીઠ ફેરવે
ત્યાં તો દ્રશ્ય બદલાઈ જાય છે.
મારી સામે જે ઉદાસ
તારી સામે હરખાઈ જાય છે.
સમજાય ના કોની
સામે શું છુપાવે છે ?સુખ તારી,
સામે તો દૂ:ખ !
એનું મારી સામે છલકાઈ જાય છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
તારી સામે હસતી
હોય એ મારી સામે ઉદાસ હોય.
મારી સામે હસતી
હોય એ તારી સામે ઉદાસ હોય.
બારણે અઢેલી ઊભીને જે નારી હસતી હોય.
ઘરના ખૂણે આવેલી બારી સામે ઉદાસ હોય.
ખબર ના પડે આખરે એ શું છુપાવે છે, કોની સામે છુપાવે છે.
એ હસે છે, રડે છે.
સમજાય ના કોને હાસ્ય કોને આંસુ બતાવે છે.
દૂ:ખ મારી સામે કે સુખ તારી સામે છુપાવે છે ?
એમ સમજી છુપાવે છે, એ હાસ્ય કે રુદન, એનું શું કોઈ સમજી શકશે ખરું ?
શું આમ વિચારી ના એ ઉદાસ હોય ?
જ્યારે કોઈ સમજી શકે દૂ:ખ એનું એવું કોઈ અચાનક સામે આવે,
અનાયાસે એની સામે ખૂલી જાય છે.
કોણ છે એ શું સંબંધ છે ? બધુ ભૂલી જાય છે.
બસ જ્યાં ખુલવા જેવુ લાગે ભીતરથી ખૂલી જાય છે.
પીડા આમ તો ક્ષણિક જ હોય છે.
છતાં ક્ષણમા વધી જાય છે ક્ષણમા ઘટી જાય છે.
બસ કોઈને કહ્યા પછી પીડા શમી જાય છે.
બસ ભીતર ખૂલ્યા પછી મન હળવું થાય છે.
નવા રંગે નવા રૂપે જૂના સંબંધોને મળી જવાય છે.
"અનંત" એ સંબંધ સૌથી નિરાળો 'ને અલૌકિક હોય છે.
જે સંબંધમાં સંબંધના નામ વિના એક મેકમાં ભળી જવાય છે
"અનંત"
.jpg)
No comments:
Post a Comment