કેમ...???
"પહેલા પ્રેમમાં" મળવાને કેટલા તડપતા...
પ્રેમની એક એક ક્ષણ માણવા કેટલા ટળવળતા....
અને જ્યારે મળતા
ત્યારે...!!!
જરાક અમથા ટેરવાના
સ્પર્શ માત્રથી ....
શરીર બેઉના આખે આખા ઝણ
ઝણતા....
અને હવે..!!!
સતત પાસ પાસ રહેતા છતાં....???
લાગે છે કે, જાણે નથી મળતા.
માત્ર ટેરવું જ નહીં !
એક બીજાનું આખે આખું શરીર આલિંગવા છતાં ...
કેમ હવે, આપણે જરીએ નથી ઝણ ઝણતા ...???
"અનંત"
“અનંત”પહેલા તો ટેરવાના
સ્પર્શ માત્રથી ઝણ ઝણતું આખુય શરીર..
'ને હવે આલિંગનમાં આખુય
શરીર તોય ના ઝણ ઝણે ટેરવું લગીર....
.jpg)
.jpg)

No comments:
Post a Comment