બને, ક્યારેય એવુય બને,
અને જે શોધતા હોય તે પણ મળે..!
પહેલા પછી કે પછી, છેલ્લે છેલ્લે...
શોધતા હોય જેને એ યા તો,
શોધતા હોય એનાથી બહેતર પણ મળે.!
તો ક્યારેક બદતર પણ.!
પણ જે મળે છે તે હીશાબથી,
હીશાબ મુજબજ મળતુ હોય છે.!
જ્યારે જ્યારે હુ અનંતના જુના જર્ર ઝર્રીત
કાગળનો થપ્પો લૈને બેસુ,
ત્યારેય એવુજ થાય..!
એવુ અકલે કે જીવન જેવુજ એમ...!
હુ જે શોધતો હોઉં તે ક્યારેક,
ઉપરથી ઉપરથીજ મળી જાય તો ક્યારેક વચ્ચેથી મળે.!
'ને ક્યારેય તો સાવ એ તળીયે હોય,
અકલે કે બીજા અર્થમા નૈ પણ,
એકજ અર્થમાં તળીયેથી મળે એમ કૌ છુ..!
અને પછી હુ ખુદ ખૂબ ગુંચવાઈ જાઊ....
વાતનો કોઈ તાલમેલ હોય નૈ...
ક્યાંથી હોય, કોઈ દિવસ નીરાંતે બેસીને,
લખ્યુ હોય તો ને..!
પણ ભાઈબંધને ક્યારેય....
એવી ફૂરસત મળીજ નહી.!
અને એને પણ કૈ એવી પડી ન'તી..!
ઘણીવાર એવુ પણ બનતુ કે,
અમે સાંકડી ગલીમાંથી પસાર થતા છેક...
ભીતર આવેલા મહોલ્લા એક ખૂણે આવેલા
ખંડેર જેવા ઘરમા જ્યારે અડધી રાતે મળતાઅ
અને, ચાયની ચૂસકી ભરતા ભરતા,
ખૂબ વાતો કરતા.
પણ પછી જ્યારે અનંત બોલવાનું શરૂ કરતો,
પછી એકધારો બોલતોજ રહેતો.
પણ, એ શુ બોલે છે એનુય
એને ભાન ના રહેતુ.
અકલે એવુ જ્યારે પણ થતૂ ત્યારે હુ દોરા સાથે બાંધેલ કલમ
સમેતજૂના ચોપાનીયા ભરાવેલુ ખીલીએ લટકતુ
પેડ લઈ ને અનંત સામે બેસી જતો.
એ જે કૈ બોલે બકબક કરે,
ત્યારે આ બંદા અનંત
જે કૈ બોલે તે લખલખ કરે.
જી હાં! અનંત જે કૈ બો એ હુ લખતો જતો.
કારણ કે, અનંત ભૂલકણો હતો.
ઘણુ બધુ બોલીને ભૂલી જતો. અકલે,
એવુજ એનુ લખવાનુ હતુ એ કામ કરતા,
કરતા આતમ જે કૈ લખાવે એ લખી નાખતો.
અને, લખ્યા પછી ભૂલી જતો.
અકલે ઘણા કાગળોમા આગળ પાછળ
એકના એક વાત લખેલી જોવા મળે.
અગર કોઇ રચના લખી હોય તો,
તેના એકાદ બે શેર ઉપરના પાને હોય એકાદ
વચ્ચે તો વળી એજ રચના ના અમુક શૈર છેક તળીયેથી મળે.
એવી જ રીતે અનેક પત્રો પણ આડા અવળા લખેલા મળે.
અકલે એ ક્યારેય ખબરજ ન પડે કે,
ક્યો પત્ર અનંતે કૈ અવસ્થામાં અને,
કોના માટે લખ્યો હશે.
"અંતીમ પ્રેમ પત્ર "
એવુ લખેલા પણ અનેક પત્ર મળે.
કૈ ખબરજ ન પડે કે આખરે ક્યા પત્રને
અંતીમ પત્ર સમજવો.
"બની શકૈ કોઈ માટે અંતીમ હોય
એ કોઈ માટે કદાચ શરૂઆત હોય"
યાને પ્રથમ હોય એમ..!
કદાચ એ પ્રેમથી કે પછી વારંવાર મળતા પ્રેમીકાના વીયોગથી
ત્રાસીને મનોમન એવુ નક્કી કરી લેતો હોય કે,
બસ હવે આ છેલ્લો અને અંતીમ પત્ર લખીને તમામ
પ્રેમ કહાની ખતમજ કરી દૌ .!
બસ્સ.! છેલ્લી વાર જે કહેવુ છે તે કૈ દૌ.
પણ એવુ બનતુ નૈ હોય, અકલે,
બની શકે જ્યા એક સાથે પ્રેમ નો અંત
આવતો હોય ત્યાથી જ બીજી સાથે શરૂ થતો હોય.
એમ કરતા કરતા ત્રીજી ચોથી પાંચમી....
આમ અનેક સાથે અનેકવાર પ્રેમ થતો હોય,
અને હરેક સાથે પોતાને યાતો,
આ ભૈ સાથે પેલીને વાંકુ પડતું હોય,
અને અનંત અનેક વખતે
"અંતીમ પ્રેમ પત્ર " લખતો હોય એવુય બને,
જો કે,
એક કાગળીયામા તો એવુય લખેલુ મળ્યુ કે,
(કદાચ.! અનેક અનુભવના અંતે લખ્યુ હશે)
" પ્રેમ અનંત છે પ્રેમ નો કોઈજ અનંત નથી..!
અનંત પ્રેમ છે"
જેમ એક ડાળ પર સવારે ખીલતુ ફૂલ સાંજે ખરી જતુ હોય છે.
પણ ફરી પાછુ એજ ડાળ પર સવારે એક નવુ ફૂલ ઊગી જતુ હોય છે.
પ્રેમ નુ પણ અસ્સલ એવુજ હોય છે..!
એ તો ખીલે ખરે ફરી પાછો ખીલે.
જ્યા સુધી બંધાય ના પ્રેમ પ્રેમ ના ખીલે (ખીલ્લે)
અહીયા અનંતે એકજ શબ્દનો બે અર્થમા ઉપયોગ કર્યો છે..!
બીજા અર્થમા પૈણી જવાની વાત કદાચ એ કહેવા ચાહે છે...!
મને તો એવુ લાગે છે ખરૂ ખોટુ એજ જાણે.
અકલેજ આજે પણ જ્યારે,
હુ અનંત લીખીત કાગળીયા ઉકેલવા બેસુ
ત્યારે ગજબનો ગુંચવાઈ જાવ છુ...
પછી કંટાળી ને જે કાગળ હાથમાં આવે તે આગળ પાછળ જોયા વીના બસ એ કાયમ સચવાઈ રહે અને વંચાઈ શકે એવુ વીચારી કોમ્પ્યુટરમા ઉતારા કરી નાખુ.
વાત તે દિવસે અધૂરી રહી...
યાદ છે તને.?
તે કહ્યુ હતુ મને.!
'એજ '
તને પણ ભ્રમ થયેલો.
એટલે તે પણ પુછીજ લીધુ.
ત્યારે મે સત્ય કહેવા ચાહ્યુ,
પણ કહી શક્યો નહી...!
અને વાત અધુર રહી..!
ઉનાળાની એ ધગધગતી બપોર...
સાંય સાંય કરતા પવનમા...
તન દઝાડતી લૂ...!
અને મન દઝાડતી તૂ.!
ઊપર આકાશ ખુલ્લૂ...
'ને ધેધુર વડલા નીચે બેઠેલો
તારો આ બુધ્ધુ...
તૂ એમજ કહેતીને વાતે વાતે મને..!
તૂ સાચ્ચેજ.! સાચ્ચેજ તૂ સાચી હતી.!
એવુ હવે મનેય સમજાય છે..!
એક અરસા પછી..!
પણ હવે તૂ નથી અને હુ પણ હુ નથી...
ખૈર....
એક વાત પતી..!
પણ તુજ કે આખરે હુ કરૂ તો શુ કરૂ....
બંને તરફ અંદર બહાર ખરેખરી આગ થી દાઝી...
એ સીવાય અનેક ઠોકરો ખાધેલો,
આમતેમ અફળાતો,
ભીતરથી ભાંગીને ભૂક્કો થઈ ગયેલો હુ
ભાગીને બાગમાં વડલા નીચે સ્થીતપ્રગ્ન થૈ
બેઠેલા, સાગના બાકડા પર ધબ્બ દૈને બેસી જતો.
અને પાછો આંખ બંધ કરી આખો થઈ જતો.
મારી પાસે અગર કૈ હૌય તો,
થોડા ફાટેલ તૂટેલ જૂના ચોપાનીયા
અને મારી સાથે અગર કોઈ હોય તો,
ગળે વળગેલી એક સાદી સીધી સુંદર,
નાજુક નમણી રમણી જેવી કલમ.!
જો કે તૂ હોવી જોઈતી હતી.!
પણ અફસોસ...,
કર્યે શુ થવાનુ હતુ એટલે નથી કરતો...
હુ ક્ષણ ક્ષણ જીવતો ને મરતો
મરીને ફરી જીવતો 'ને, ફરી મરી જતો...
એજ.! હાં એજ બાગમાં જઈને.
જ્યા નાગને ગળે વળગાડી એક બાવો...
પત્થરની મુર્તી થઈ બેઠેલો હતો સદીઓથી...
અને પછી અચાનક..!
મારા તનબદનને વીંટળાય વળતા..
મારા અંગેઅંગને સ્પર્શતા....
લૂઉઅ ઝરતા પવન વચ્ચે,
મને ટાઢકનો અહેસાસ થયો...
અને ગજવામાં ડૂચ્ચો થઈ ગયેલા કાગળનો એક ટુકડો મે કાઢ્યો.
ગળા પરથી સહસા મારો હાથ કલમ પર ગયો.
અને કાગળ 'ને કલમનુ મીલન થયુ....
જે એક નવા સર્જન નુ સર્જક થયુ...
જેમ પુરૂષની છાતી પર કોઈ સુંદર સ્ત્રી ની આંગળી ફરે
અને પુરૂષને સ્વર્ગ નજરે તરે...
એમ કાગળ પર કલમ ફરવા માંડી..!
ત્યારે કદાચ.!
કાગળને પણ સ્વર્ગ ની અલૌકીક અનુભૂતી થૈ હશે..!
કાગળ જેવુ ભાગ્ય પણ ભાગ્યે જ પ્રાપ્ત થાય.!
જો કે,
પુરુષની છાતી અને છાતી પર હળવે હળવે
ફરતી કોઈ સુંદર રમણીની નાજુક નમણી
પતલી પતલી આંગળીની એ કલ્પના થકી
અને,
નજર સમક્ષ તરવરતા એ દ્રશ્ય થકી,
મને પણ ક્ષણભર અલૌકીક અનુભૂતી
થયેલી...
બસ આ બે પ્રેમી "કાગળ અને કલમ" મને જીવાડતા,
પ્રેમ કરતા શીખવાડતા.
પણ, મને આવડ્યુ જ નૈ ક્યારેય...
પ્રેમ કરતા...
અને પછી,
કલમે પુરૂષની છાતી પર જેમ,
સ્ત્રીની નાજુક આંગળી ફરે,
એમ કાગળ પર ફરતા ફરતા કલમે જે લખ્યુ,
એ મારા હૈયાને ટાઢક આપી ગયુ...
જ્યારે ભર બપોરે.....
ઊનાળાના લૂ ઝરતા તાપમા
વડલાની ઊંચી ડાળ પર
કાળી પણ કામણગારા સૂરની ધણીયાણી
કોયલે કૂહૂક કૂહૂક કર્યુ ત્યારે....
મારી પ્રીય કલમે લખ્યુ કે,
ઉનાળાની બપોરે આગથી ભાગી,
બાગમા સાગના બાંકડે જ્યારે....
આંખ બંધ કરી બેઠો હતો હુ
ત્યારે મારા તનને દઝાડતી હતી,
પવન સાથે આવતી જતી લૂ....
અને મારા મનને દઝાડતી હતી,
વીચારોમા આવતી જતી તૂ.....!
અને અચાનક મને ટાઢક જેવુ મહેશુસ થયુ...
ત્યારે કલમ બોલી ઊઠી...
ઊનાળાના ધોમ ધખતા લૂ ઝરતા તાપમા
વડલાની ટોચે બેઠેલી કોયલના મીઠા ટહૂકા...
મારા હ્દયને "અનંત...." શીતળતા બક્ષતા...!
ખરેખર હુ ઢંડક મહેશુસ કરૂ છુ..!
પ્રીય તને,આ પત્ર લખતા લખતા....
અને પછી જ્યારે હુ તારી સામે આવ્યો...
તને એક તસવીર બતાવી ત્યારે
તે પૂછેલૂ કહેલૂ
આ એજ.!?
અને મે ડોકી ધૂણાવી કહેવા ધાર્યું ના..! એ નૈ
પણ ધાર્યું ધણીનુ ના થયુ
અને કહેવાનુ રહી ગયુ....
વાત તે દિવસે પણ અધુરી હતી,
આજ પણ વાત અધુરીજ છે..!
"અનંત"
ના વર્ષો પહેલાં લખેલા
જુના ઝર્ઝર્રીત કાગળીયા માંથી.....
https://fb.watch/nO2QoTIeaC/?mibextid=Nif5oz
No comments:
Post a Comment