ઘોઘા એ ઘોઘા... હું અંદર આવું... ???
એવું પૂછ્યા વિના જ આજે ઘોઘી ઘોઘાના ઘરમાં ઘૂસી ગઈ ને સીધી જ હીંચકા પર બેસીને હીંચકાને ઠેલો મારતા આવતા વેંત ઘોઘાને સવાલ કર્યો ....
તે હે..ઘોઘા એક ની એક વાત વારંવાર રિપીટ કરવી તેનો અર્થ શો અને એમ કરવાથી આબરૂ વધે કે ઘટે ???
હવાતિયાં ....
ઘોઘા એ પણ એક જાટકે જવાબ આપી દીધો ....
ઘોઘીએ ફરી હીંચકાને ઠેલો મારતા કહ્યું ...
નો મજા આવી ઘોઘા જર્રાય નો મજા આવી
વિસ્તારથી સમજાવ તો કાં'ક મજા આવે ..
અચ્છા...
તો સાંભળ ઘોઘી.! એ તો વાત કોણ કરે છે, કઈ કરે છે, શા માટે કરે છે ,એના પરથી ખબર પડે..!
છતાં એક વાત નિશ્ચિત કે રિપીટ કરનાર માત્ર દેખાવે જ બુધ્ધિ શાળી હોય તો ઘટે.!
અને મૂરખ હોય તો બે શક વધે જ..!
ઘોઘોએ જવાબ તો આપી દીધો, પછી અચાનક મનમાં સવાલ ઉઠ્યો ને ઘોઘીને પૂછ્યો. ઘોઘી મને એ ના સમજાયું કે આજે આમ આવતા વેંત એ આવો અક્કલ વગરનો
સવાલ કેમ કર્યો ???
ઘોઘી જાણે કોઈ મૂરખ પર હસતી હોય એમ હસતાં હસતાં ઊભી થઈ ગઈ ને જતાં જતાં પાછું ફરી નાક પર આંગળી મૂકી ઇશારા સહ કહેતી ગઈ
ઘોઘાઆઆઅ... ઇ તને નૈ સમજાય ...
https://m.facebook.com/photo.php?fbid=432841706825536&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment