સાવ કરતાં સાવ ખોટાળા.!
ગુરૂ ઘંટાલો કરે ગોટાળા !
વર્ષો પહેલાં કહ્યું હતું ને કે,
કર્મમાં હું માનું છું અને,
સારા ખરાબ હીશાબ પણ જાણું છું.!
એવં પરમ સતા ને હું માનુ છું.!
એની શક્તિ પણ જાણું છું.!
એક દિવ્ય પરમ ચરમ અખંડ અનંત ચેતના.!
જેનુ નામ માત્ર હું પ્રીય ઈશ્વર આપુ છું.!
બાકી તમામ પ્રાણી માત્ર..!
કોઈ ઓછા તો કોઈ વધુ બુધ્ધિશાળી.
કોઈ ઓછા તો કોઈ વધુ શક્તિશાળી.
કોઈ પાંખ, પુંછડી યા શીંગડા ધારી.
તો કોઈ પાંખ, પુંછડી સીંગડા વગરના પ્રાણી.
આખરે તો એજ સત્ય છે કે,
જીણી કીડી હોય કે જાડા હાથી.
જેના શરીરમાં પ્રાણ હોય તે તમામ પ્રાણી.!
કહેવાને તો યા સમજવાને તો,
પુંછડી વગરના પ્રાણી સૌ પોતપોતાને
આ પૃથ્વી પરના સૌથી બુધ્ધિશાળી
સૌથી શક્તિશાળી પ્રાણી સમજે છે.!
મગર હકીકત એ છે કે એ નથી.!
જે આવા તીકડમ પરથી સાબિત થાય છે.!
જી હાં ભાઈબંધે વર્ષો પહેલાં કહ્યું હતું કે,
"અપવાદ બાદ કરતા"
આ આખુય જગત અનંત અનાદિ કાળથી
મગજ વગરનુંજ છે.!
અર્થાત્
મગજ વગરના લોકો અને લોકી થી ભરેલુ છે.!
અર્થાત્
મગજ વગરના કીડા એવં ક્રીડા થી
ખદબદતા આ જગતને
થોડા ઘણા મગજ વાળા લોકો નીજ સ્વાર્થે
પોતાની મનઘડત વાર્તા ઓ કહી કહીને
દોરી જાય એ બાજુ જે બાજુ એ ધારે..!
"અજ્ઞાની" આથી વધુ કૈજ નથી કહેવુ મારે.!
પ્રથમ પૃથ્વી પર મોકલવામાં આવે છે.
અને પછી કહેવામાં આવે છે કે,
"આ ભૌતિક જગતમાંનુ બધુ ત્યજી દો.
મારી પાસે આવો અને હું તમારૂ રક્ષણ કરીશ"
લ્યા આ શું નૌટંકી છે 🤭. ? 🤪?
તો પહેલા મોકલાયજ નહીં ને.!!?
આ તો એવું થયું કે,
મારી પાસે અન્ન નાં ભંડાર ભર્યો છે.!
તેમ છતાં હું એમનેમ કોઈને ના આપું.!
મગર ચાલાકી પૂર્વક મારા ગુલામ બનાવવા,
પ્રથમ તમને ભયંકર ભુખ લગાડુ.
અને પછી ભોજનથી વંચીત રાખુ.
અને પછી કહું કે આવો મારા શરણે આવો.!
મારા ગુલામ બનો પછીજ હું
તમારા જઠરની આગ 🔥 ઠારૂ અને
તમને ભરપેટ જમાડુ.!
એલાઆઆઅ...
ભૈલાઆઆઅ....
રેવાદે ભૈ રેવાદે...
કર્મ થી જે ખુદને બચાવી નથી શક્યો.!
કર્મ થી જે ખુદને બચાવી નથી શકતો.!
જેનુ ખુદનુ કર્મથી થયુ નથી રક્ષણ.!
કર્મ ના કારણેજ થયુ છે જેનુ ભક્ષણ.!
એ જગતને બચાવવાની વાતો કરે તો,
કેટલું હાસ્યાસ્પદ લાગે.!
અગર જો એણે આવું કૈ કહ્યું હોય તો,
તો એ પણ ગુનેહગાર
બાકી અગર જો ગુરૂ ઘંટાલોએ
એના નામે જીકંજીક કરી હોય,
તો,
તો પણ અનંત અનાદી કાળથી ચાલતી
આ જીકંજીક ચલાવી લેવામાં આવે.!
તો લોકો ચીતરે છે એવો યોધ્ધ એ નથી,
ન્યાય પ્રીય નથી અરે કૈંજ નથી એ.!
અગર કૈ છે તો એ પણ છે!
એક પ્રચાર ભુખ્યો પ્રક્રુતીનો પામર અંશ માત્ર.!
અર્થાત્
ઈશ્વરીય ચેતના આગળ તમામ તુચ્છ છે.!
ઈશ્વર જે પરમ ચરમ અખંડ અનંત દિવ્ય ચેતના છે.!
ઈશ્વરીય ચેતના દયાળુ, કરૂણામય હોય,
એના શરણે જનાર ને પ્રેમથી સ્વીકારે છે.!
મગર...
ઈશ્વરીય ચેતના દયાળુ, કરૂણામય હોવા છતાં ..!
કર્મો ના હિશાબ માં કોઈજ પ્રલોભન,
કોઈ લાલચ બીલકુલ નહીં.!
સચોટ ન્યાય કરે છે દિવ્ય ઈશ્વરીય ચેતના.!
કોઈ ગુનાહ માફ નથી કરતી.
હીશાબમા બાદ નથી કરતી.
એ ચેતના એ શક્તિ.
ન્યાય માટે નીર્દય થઈ નીર્ણય કરે છે.!
ગમે તેવા પાપ કર્યા હોય કુકર્મ આચર્યા હોય.!
બસ મારા શરણે આવશો તો હું
તમારા તમામ ગુનાહ માફ કરી દઈશ...
હું તમારી રક્ષા કરીશ.!
આવી છેતરપિંડી આવી હરકત
આવી લાલચ આવુ પ્રલોભન માત્ર મોહ ગ્રસિત
સામાન્ય પુછડી વગરના તુચ્છ પ્રાણી આપે ..!
દિવ્ય ચેતના નહીં.!
અને તો તો પછી પાપ કરનાર ને પ્રોત્સાહન મળે..!
કે ચલો આપણુ કૈ બગડવાનુ નથી
તેથી મનફાવે તેમ જીવો વર્તો અન્ય જીવને
દુ:ખી કરો ચોરી કરો ખૂન કરો...
જેટલા પણ કરવા હોય પાપ કરો..!
*અંતમાં તો ગંગામાં એક ડૂબકી લગાવશુ
એટલે ધોવાઈ જવાના છે.!*
*લ્યા પાપીયાવ આમ ને આમ તમે ગંગા મેલી કરી મેલી*
અને છેલ્લે પેલાએ જાતેજ જગ પ્રચાર કરતા યાની
સ્વયં કહ્યું જ છે ને કે,
તમે લગીરે ચીંતા ન કરો ચાહે ગમે
તેટલી ચોરી લુંટફાટ ખૂન ખરાબા કર્યા હોય,
બસ મારા શરણે આવો.!
"મારા શરણે આવો હું તમારી રક્ષા કરીશ"
બસ આટલુ જાણી સાંભળી
મગજ વગરનુ જગત મનફાવે તેમ જીવે છે.!
અગર આવી લાલચ કે પ્રલોભન ન આપતા
ઈશ્વરીય ચેતનાની માફક ચોખ્ખુ ને ચટ્ટ કહ્યું હોત કે,
સંપૂર્ણ ચોખ્ખા થઈ ને આવશો તો પણ,
હું માત્ર કર્મો ની સજા ભોગવવાની હીંમત આપીશ...
દુ:ખ સહન કરવાની શક્તિ આપીશ...
બાકી કરેલા કર્મ ભોગવવા તો પડશેજ.!
"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય..!
હિશાબ છે તો હિશાબ માં બાદ નહીં થાય..!
તો કદાચ મગજ વગરનુ જગત
થોડુ માપમાં રહેત..!
ખૈર...
પરમ ચરમ અખંડ અનંત ઈશ્વરીય ચેતના..
આવા કોઈ લોભ, લાલચ કોઈ પણ જાતના
પ્રલોભન આપ્યા વગર...
પરમ ચરમ અખંડ અનંત ચેતના...
ખરો યા ખોટો
કોઈ પણ જાતનો પ્રચાર કર્યો વગર...
માત્ર ને માત્ર કર્મને આધીન ન્યાય કરે છે.!
હીશાબ મુજબ સુખ પણ આપે છે અને
દુ:ખ પણ આપે છે.!
એમાં કોઈજ બાંધછોડ નહીં.!
કર્મ ની સજા માંથી મુક્તિ હરગીઝ ન આપે.!
મગર હાં જુકી જાવ કબુલાત કરો તો,
દુ:ખ સહન કરવાની શક્તિ જરૂર આપે..!
સુખ ત્યાં સુધી આપે છે જ્યાં સુધી તમે શુદ્ધ રહો.!
અને દુઃખ ત્યાં સુધી આપે છે જ્યાં સુધી,
તમે સંપૂર્ણ સુધરી ને શુધ્ધ ન થઈ જાવ.!
"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં જાય.!
હિસાબ છે તો હિશાબ માં બાદ નહીં થાય.!
"અજ્ઞાની"
વર્ષો પહેલાં ખંડેર મધ્યે
અમે પરમ ચરમ અખંડ અનંત...
અલૌકિક ચેતના નાં અંશો...
અમે, આવી તો બૌ બધી વાતો કરતાં...
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક
ચેતના ના સાનિધ્યમાં...
અમારી મૌજ માં અમારી મસ્તીમાં...
અમે પરમ ચરમ અખંડ અનંત....
આનંદ ની અલૌકિક અનુભુતી સદૈવ કરતાં હતાં ...
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં...
ભીતર ભેદીને.
ભીતર છેદીને.
ઊંડા સંશોધન બાદ અનંતે કહ્યું હતું કે,
"અનંત" ઈચ્છા હોય છે મનમાં એવી
કે લેનાર આખા ગામને કહે.
મગર કહેવા ખાતર કહે છે દેનાર
કે કોઈને કહેતા નહીં.!
દાન પુણ્ય કર્યા પછી.!
"અનંત"

No comments:
Post a Comment