જૂના
ઝર્ઝરિત કાગળિયા ફંફોસતા મને “અજ્ઞાની” ની કડવી વાણીમાથી,
વર્ષો પહેલા એણે લખેલી એક રચના મળી.
અને એ સાથેજ એ લોકો સાથે વિતાવેલો એક પ્રસંગ યાદ આવ્યો ...
જે પ્રસંગ બાદ એણે આ રચના લેખેલી...
હમેશની માફક અમે રાત્રે મળ્યા,
આમ તો હું તે ને “અનંત” ત્રણેય હોય પણ
એ દિવસે તે હાજર ના હતો...
પછી રાબેતા મુજબ ચાયની ચૂસ્કી ભરતા અમે વાતે વળગ્યાં...
વાત વાતમાં મે એને ટોક્યો કે યાર તારા શબ્દો ક્યારેક ખૂબ આકરા લાગે છે,
કડવા લાગે છે. જોકે હું જાણું છું એમાં ભારોભાર સત્ય પણ છુપાયેલુ હોય છે.
પણ તેમ છતાં મને એમ થાય કે આટલું કડવું સારું નૈ....
ત્યારે એણે હં... કરતાં ધીમેકથી કહ્યું અતિ મિઠુય ઝેર સાબિત થાય છે..!
મે કહ્યું ,હા એ વાત તો બરબાર છે પણ તેમ છતાય ....
મને વચ્ચે જ અટકાવતાં એણે સપ્સ્ટ અને મક્કમથાતી કહ્યું,
મારી વાતથી તને તકલીફ હોય....
તો રેવાદે આપણે નૈ બોલતા ... હવેથી રાત્રે આપણે નૈ મળીએ ...
મે કહ્યું યાર એમાં આટલું નારાજ શું થવાનું હોય...
એણે હોઠમાં હસતાં હસતાં કહ્યું, યાર હું નારાજ બિલકુલ નથી થયો...
બલ્કે ખુશ થયો છું...!
તું નૈ મળે ત્યારે જ તો મને મારુ પ્રિય એકાંત મળશે...!
અને એ એકાંતમાં મંથન કરવાનો સમય મળશે...!
સતત બોલ બોલ કરવામાં મજા નૈ ...!
હું સમજી ગયો. વાત તો એની બિલકુલ સાચી હતી ...
પછી મે વાત બદલી અને ઈશ્વર વિષે ચર્ચા છેડવાનો પ્રયાસ કર્યો ....
અને પછી મોડી રાત સુધી ઘણી બધી વાતો થઈ ...
અને એ વાતોના પરિપાક રૂપે આ શબ્દ રચનાનું એણે સર્જન કર્યું....
જે થોડા દિવસના અંતરાલ પછી મળ્યા ત્યારે મે વાંચ્યું....
અને આજે ફરી એજ
જૂનું જરી પુરાણું ઝર્ઝરિત ફરફરિયું હાથ લાગ્યું ...
ઈશ્વર નામે છટક બારી....
શબ્દો મારા શૂળ ‘ને કલમ મારી કટારી છે..!
એવું
જો તમને લાગે , તો એ તકલીફ તમારી છે..!
તમે રોજ રોજ બદલાવ છો , હાં ! હું પણ બદલાઉ છું .
હર હાલમાં મારી ભીતરની મસ્તી સદા એકધારી છે.
તમે રોજ રોજ બદલાવ છો , હાં ! હું પણ બદલાઉ છું .
હર હાલમાં મારી ભીતરની મસ્તી સદા એકધારી છે.
ઈશ્વર
એક હતો, એક છે, ‘ને હંમેશા એકજ રહેશે..!
ઈશ્વર
અનંત છે. ‘ને ઈશ્વરની લીલાય ન્યારી છે..!
અલગ
અલગ છે એમ જાણી કે પછી નિજ સ્વાર્થે ઠસાવી,
નોખો
નોખો ઈશ્વર ધારવો એ માનવ મનની બીમારી છે..!
હે..ઈશ્વર
તારા સર્જનનું તારે મન મહત્વ કેટલું છે, એ હું-
બિલકુલ
નથી જાણતો એવું નથી ! કહેવું કેમ શું લાચારી છે..!
પણ હાં ..!
માનવને
મન તારું મહત્વ ક્યાં અને કેટલું એ હુ જાણું છું.!
લે
હવે તું પણ જરા ધ્યાનથી સાંભળ કે કીંમત કેટલી તારી છે.
અજ્ઞાની" માનવ ને મન તું માત્ર સંકટ સમયે કૂદી પડવાની બારી છે.
હે..! ઈશ્વર તું માત્ર જવાબદારી માથી છટકવા માટેની છટકબારી છે...!


