અનંત સ્વભાવે ચંચળ ઉતાવડીયો અને અધીરો અક્કલ વગરનો હતો.
તેથી વર્ષો પહેલાં ભાઇબંધ "અજ્ઞાની"એ
અનંત ને ચેતવણી આપતા કહ્યું હતું કે,
જ્યાં ત્યાં પાત્ર,પાત્રની પાત્રતા જોયા જાણ્યા વીનાજ પોતાનો પવીત્ર પ્રેમ રેડ્યા કરતો.
પછી તે પાત્ર તેના પવીત્ર પ્રેમને ગ્રહી સંગ્રહી ના શકે એટલે અકળાઈ ઊઠે ગુસ્સે થાય અને અંતમાં અનંત દુ:ખી થાય....
એક મધરાત્રે હંમેશની માફક જ્યારે અમે ત્રણેય હું અનંત અને અજ્ઞાની ખંડેર મધ્યે મળ્યા ત્યારે,ચાયની ચુસ્કી ભરતા ભરતા વાતો કરતા હતા.વાત વાતમાં અનંતે પોતાની વ્યથા રજુ કરતા કહ્યું. સ્સાલુ કોઈ સમજતુ નથી મારા પવીત્ર પ્રેમને.!
એમ કહી સુર્રરરર કરતી જોરદારની ચાયની એકજ ચુસ્કી ભરી કપ ખાલી કરી નાખ્યો અને ગુસ્સે થૈ જોરથી ચાયની પીયાલી ટીપોય પર પછાડીને મુકી.
અનંત ના ખભે હાથ મુકી મે અનંત ને કહ્યું.
શાંત થા દોસ્ત શાંત..!
અનંત ને શાંત પાડી મે અજ્ઞાની સામે જોયું.
દાઢી પર આંગળી પસરાવતા
અજ્ઞાની મુછમા હસ્યો...
અને પછી વ્યાકુળ અનંત સામે જોયું.
ગુસ્સા અને વેદના ભર્યા અનંતના ચહેરા પર એક નજર કરી પોતાની આંખ બંધ કરી લીધી.!
પછી એક ઊંડો શ્વાસ લઇ અનંત ને કહ્યું.
દોસ્ત અનંત...
તું તુટેલી માટલીમા પ્રેમનું મીઠું જળ રેડે છે.!
તું ફુટેલ માટલીમા તારા પવીત્ર પ્રેમનુ મીઠુ જળ
રેડવાનો નીરર્થક પ્રયાસ કરે છે.!
જે હવે ક્યારેય તારી તરસ છીપાવી નહીં શકે..!
ઐ અનંત તારે અંધ માફક ભરોસો કરી પાત્ર જોયા વીના તારા પવીત્ર પ્રેમને બરબાદ ના કરવો જોઈએ.
કેમકે,
"અનંત" પ્યાસ બુજાશે નહીં.!
તો હૈયામાં ટાઢક થશે નહીં.!
નાહક પ્રેમનુ મીઠુ મધુર નીર ઢોળાઈ જશે
વેડફાઈ જશે.!
આ એવી માટલી ની વાત છે.!
જેની ઊપર ઢાંકેલુ હોય ઘમંડનુ સજ્જડ ઢાંકણું.
અથવા તો નીચે હોય જે મટુકીમા સ્વાર્થનુ કાણું.
ઐ અનંત...
એવી મટુકીમા પ્રેમનું નીર રેડવુ નીરર્થક છે.!
બંધ મટુકીમા રેડો તો ભીતર જાય નહીં.!
'ને ખુલ્લી મટુકીમા રેડો તોય ભરાય નહીં.!
"અનંત" ખાલી માટલી થી તરસ છીપાય નહીં.!
આટલુ કહી અજ્ઞાની મૌન થઈ ગયો..!
અને હું ચુપ્પ.! અને અનંત ઊંધી ગયો...
*બ્લાસ્ટ*
ના ભરાશે કેમેય કરીને, રહેશે સદાય ખાલી.!
"અનંત"
તારી તરસ છીપાવી નહીં શકે એક ફુટેલી માટલી.
"અનંત"