અને મુક્તિમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થવું એટલે અવિશ્વાસભર્યો ડગમગ પ્રેમ!
"અનંત" પ્રેમનું બંધન એવું હોવું જોઈએ જેમાં બંધનમાં પણ મુક્તિનો પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અહેસાસ થાય. મગર પ્રેમમાં એવી મુક્તિ આપવી નિરર્થક છે જેમાં મુક્ત હોવા છતાં યા મુક્તિ આપવા છતાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય.
"અનંત"
જ્યારે પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે ત્યારે "અનંત" બંધનમાં પણ મુક્તિની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે!
મગર પ્રિય પાત્ર અગર જો શંકા સહિત અવિશ્વાસ સાથે મુક્તિ પણ આપે છે, તો તેમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે.
"અનંત" બંધનમાં મુક્તિની અનુભૂતિ એને થાય છે જેનું પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે.!
અને એને મુક્તિમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે જેનું પ્રિય પાત્ર શંકા અને અવિશ્વાસભર્યો ડગમગ પ્રેમ કરે છે.!
જ્યારે પ્રિય પાત્ર શંકા રહિત પરમ, ચરમ, અખંડ, અનંત ભરોસાથી ભરપૂર અડગ પ્રેમ કરે છે ત્યારે "અનંત" બંધનમાં પણ મુક્તિની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે!
મગર પ્રિય પાત્ર અગર જો શંકા સહિત અવિશ્વાસ સાથે મુક્તિ પણ આપે છે, તો તેમાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય છે.!
"અનંત" પ્રેમનું બંધન એવું હોવું જોઈએ જેમાં બંધનમાં પણ મુક્તિનો પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અહેસાસ થાય.
મગર પ્રેમમાં એવી મુક્તિ આપવી નિરર્થક છે જેમાં મુક્ત હોવા છતાં યા મુક્તિ આપવા છતાં ગૂંગળામણ અને બંધન મહેસૂસ થાય.
"અનંત"
*બ્લાસ્ટ*
પ્રેમ હંમેશા આ હકીકત સ્વીકારવાનું શીખવે છે!
કે, જીવનમાં પોતાને દુ:ખ માટે અન્ય ને દોષ ન દેવો.!
અને જીવનમાં તમામ મળેલ સુખ બદલ તમને ચાહનાર અને ઈશ્વર ને ધન્યવાદ કહેવું..!
"અનંત" સુખી હું તારા હિસાબે છું!
"અનંત" દુઃખી હું મારા હિસાબે છું!
"અનંત" તારા હિસાબે હું સુખી છું.!
"અનંત" મારા હિસાબે છું દુ:ખી હું.!
"અનંત"
*બ્લાસ્ટ*
મોટા ભાગના "અજ્ઞાની" પ્રેમીઓ સંભોગ યાને સેક્સ ને પ્રેમ ની મંઝિલ સમજે છે. હકીકત માં સંભોગ એ માત્ર પ્રેમ માં આવતો પડાવ હોય છે મંઝિલ નથી હોતી. પ્રેમ ની ખરી યાત્રા સંભોગ બાદ શરૂ થાય છે. સંભોગ ના વિશ્રામ બાદ પ્રેમ ના એ અલૌકિક પડાવ બાદ લૌકિક સફરમાં પણ તે આત્માથી, આધ્યાત્મિક સમજણ સાથે આત્મીયતા થી અલૌકિક યાત્રા કેવી રીતે આગળ વધારે છે. જીવનમાં તેનું સૌથી વધુ મુલ્ય છે.!
મગર મોટા ભાગના "અજ્ઞાની" પ્રેમીઓ એવુ સમજે છે, ધારે છે, વિચારે છે કે જ્યારે પ્રેમ માં બંને વ્યક્તિ શરીર સબંધ બાંધે છે ત્યારે જ પાક્કી ખાત્રી થાય છે કે તેઓએ પાક્કો પ્રેમ કર્યો છે, તેનો પ્રેમ સાચો છે. તેઓ એકબીજાને સમર્પિત છે.! જ્યારે કે આ વિચાર, આ સમજણ આ ધારણા માત્ર એક ભરમ છે.!
" અજ્ઞાની"
✍️
મને અંગ્રેજી માં લગીરે ટપ્પી નથી પડતી..!
આ છે જેમીની એ અંગ્રેજી માં કરેલ ભાષાંતર...
Caption:
Years ago... at the edge of a narrow lane, amidst the midnight ruins and sips of tea, my friend Anant shared the most sacred definition of Love. ☕✨
> "Anant (Infinite) Love is the divine realization of liberation even within a bond."
>
The Essence:
* True Love = Feeling free within a bond, powered by absolute, unwavering trust. 🕊️
* Flickering Love = Feeling suffocated even in freedom, caused by doubt and mistrust. ⛓️
Love is not about the walls around us, but the trust between us. If there is doubt, even freedom feels like a cage. If there is infinite faith, even a bond feels like the open sky.
જો તમારે આ કોઈને પર્સનલી મોકલવું હોય અથવા તમારી ડાયરીમાં સાચવવું હોય તો:
Title: The Philosophy of Infinite Love
The Setting: A midnight conversation, a ruined building at the end of a rugged lane, and the deep wisdom of a friend named Anant.
The Core Principle:
To feel liberation within a commitment is the sign of a love filled with infinite trust. However, if freedom feels like suffocation, it’s a sign that the love is shaky and shadowed by doubt.
The Realization:
* When a partner loves without doubt, the bond becomes a divine experience of freedom.
* When a partner gives freedom but with suspicion, it becomes an emotional prison.
The Final Blast:
"I am infinitely happy because of you, and infinitely sad because of my own self."
અનંત તું કે છે કે આ વરસાદી મૌસમમા ડાયુ ને રહેવાનો કોઈ મતલબ નથી અને પાછો તું એમ પણ કહે છે કે,
ગાંડુ પણ થવાય નહીં.!
તો ભલા કોઈએ કરવા થવાનું શું.? આગમાં તપીને લાલ ચટક થઈ ગયેલા અનંતે સ્પષ્ટ અને ચોખ્ખુજ કહ્યું.
પાગલ થૈ જવાય...
પરીયાઆઅ પાગલ.. 😜
અને પછી વરસાદ માં ન્હાતા નહાતા મારી આંખ સામે વર્ષો પહેલા વરસાદમાં ન્હાતા અનંતના જીવનની ઘટના તરવરવા લાગી અને મને ખબર પણ ન રહી કે ક્યારે મારી આંખો નીતરવા લાગી.
ખૈર...
વર્ષો પહેલાં અનંતના જીવનમાં ઘટેલી અનંત ઘટનાનો એક નાનકડો હીસ્સો
ભર ચોમાસે જે રચાણો એ કિસ્સો
આ કાળુ ડીબાંગ આકાશ...
કાળુ થયા પહેલાં જે હતુ
એજ નીલૂઉઅ આકાશ છે..!
પણ પહેલાં અને પછી મા અલૌકિક ભેદ છે.
ઘર નળીયા મોભીયા છત અછત
દરો દિવાર પથ્થર પહાડ બગીચા...
બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને,
ઝાડપાન સમેત ભીની ભીની ધરતી છે..!
વાતાવરણ અલૌકિક છે સુગંધી છે.!
"અનંત" તનમન સમેત બધુ અર્થાત્ બધુજ
અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી માથાના વાળ...
લથબથ નીતરે છે આખીય પૃથ્વી...
બસ્સ એક તારી કમી છે..!
હાલ ને હવે બૌ હુશીયારી મારતી...
ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...
વરસાદ આવતાજ અંદર બે ભઠ્ઠી ની આગમાં ભીતર તપતો પરસેવે નીતરતો અનંત બહાર ફળીયામાં અનારાધાર વરસતા વરસાદમાં ન્હાવા નીકળી પડ્યો...
ઉબડ-ખાબડ સાંકડી ગલીના છેવાડે આવેલા મહોલ્લાની ભીતર, છેક ખૂણામાં આવેલા ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતાં-ભરતાં અમારા ત્રણેય ભાઈબંધો વચ્ચે 'ચમત્કાર' વિશે ચર્ચા થઈ.
અનંતે પોતાને જીવનમાં થયેલા અનેક ચમત્કારિક લાગે તેવી અલૌકિક અનુભૂતિઓની વાત કરી, ત્યારે ચાયનો એક હળવો ઘૂંટ ભરી, દાઢી પર આંગળા ફેરવતા-ફેરવતા અજ્ઞાનીએ કહ્યું, "તારી વાત સાચી છે અનંત, એવા અઢળક અલૌકિક અનુભવો અને અનુભૂતિઓ મને પણ થઈ છે, જે કદાચ કોઈ માને નહીં!"
મેં કહ્યું, "યાર, મને તો કોઈ દિવસ આવા ચમત્કારિક કે અલૌકિક અનુભવ કે અનુભૂતિ નથી થઈ."
ત્યારે અજ્ઞાનીએ કહ્યું, "પરિયા, તને ભલે અમારી જેમ અલૌકિક કે ચમત્કારિક અનુભવ ન થયા હોય, મગર જે ખુલ્લી આંખે આખુંય જગત અને જગતના માનવીઓ જોતા-અનુભવતા હોય, એવા ચમત્કાર પણ કંઈ ઓછા નથી, પરિયા...!"
"જે ઈન્દ્રિયથી મૂત્ર વિસર્જન થાય છે,
તે જ ઈન્દ્રિય દ્વારા જીવનનું સર્જન થાય છે!
આ શું ઓછો ચમત્કાર છે?"
અજ્ઞાનીએ મને ગૂઢ રીતે આ વાત કહી, જે હું સમજ્યો નહીં. તેથી મેં પૂછ્યું, "યાર, કયો ચમત્કાર? કેવો ચમત્કાર?"
ત્યારે અજ્ઞાનીએ ફરી સમજાવતા કહ્યું, "પરિયા... જાત-જાતના સ્વાદ અને અલગ-અલગ રંગો ધરાવતા શાકભાજી, ધાન્ય અને ફળો ખાવા છતાં, પ્રાણીમાત્રના લોહીનો રંગ માત્ર લાલ જ ધારણ થાય છે! આમ આખા શરીરમાં માત્ર લાલ લોહી ભ્રમણ કરતું હોય છે; પરંતુ બાળકના જન્મ સાથે જ સ્ત્રીના સ્તનમાંથી સફેદ દૂધની ધાર વછૂટે—આ શું ઓછો ચમત્કાર છે?"
અજ્ઞાનીની વાત સાંભળી અનંતે કહ્યું, "ખરેખર અલૌકિક છે ને આ બધું!"
ત્યારે અજ્ઞાનીએ વાત પૂરી કરતા કહ્યું:
"અનંત, ચમત્કાર સતત થાય છે!
જે માત્ર અંતરની આંખે જ દેખાય છે."
"અજ્ઞાની"
ઓલીએ વાંચીને કહ્યું કે,
વાહ! કેવી સચોટ વાત છે. આપણે ચમત્કારોને બહાર શોધીએ છીએ, પણ એ તો આપણી આસપાસ અને આપણી ભીતર સતત ઘટતા જ રહે છે, બસ એને જોનારી 'અંતરની આંખ' જોઈએ.
આ અજ્ઞાનીની વાતો તો ખરેખર પંચમહાભૂત અને કુદરતના ગૂઢ રહસ્યો જેવી છે! પ્રીયે, અજ્ઞાનીએ જે રીતે આ 'ચમત્કાર' ની વાત મૂકી છે, એ કુદરતની સૌથી મોટી વિટંબણા અને સર્જનશક્તિ તરફ આંગળી ચીંધે છે.
ખરેખર પ્રીયે, અજ્ઞાનીની વાત સાચી છે. જે લાલ લોહી આખા શરીરમાં વહેતું હોય, એ જ લોહી સ્ત્રીના દેહમાં જઈને મમતાનું સફેદ દૂધ બની જાય, એ વિજ્ઞાનથી પણ પર એક દૈવી ચમત્કાર જ છે.
તારા આ બંને મિત્રો—અનંત અને અજ્ઞાની—એકબીજાના પૂરક છે. એક સંવેદનાનો દરિયો છે, તો બીજો જ્ઞાનનો ગૂઢ પહાડ!
તારી પાસે તો ખરેખર તારા ભાઈબંધો ના શબ્દ રત્નોનો ભંડાર છે! હવે નિરાંતે પોઢી જજે હોં, સવાર પડવા આવી છે! 😊😘
પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને પછી મનમાં એક ડર પેદા,
થાય છે કે “આ સાથ કદી છૂટી તો નહીં જાય ને ?”
This insecurity of losing one's partner ... This all consuming fear of being alone ...but..Insecurity can really drive someone away from love & relation..think about that..!!