જોકે આમ તો એ પોતે કદિ કોઈના પ્રેમમાં ઊંડો નહોતો ઉતાર્યો તેમ છતાં....
જ્યારે એ, પ્રેમના ઊંડાણની વાત માંડતોને ! ત્યારે ....
ભલ ભલા / ભલીને એ પોતાનામાં ઊંડા ઉતારવા મજબૂર કરી દેતો ...
જૂઠું તે અનહદ બોલે..
ને જૂઠમાં સાચ ખોલે ..
એવા મારા ભાઈબંધ અનંતે ...
મારા પ્રેમ વિશેના એક સવાલના જવાબમાં આ શબ્દ રચના લખેલી....
જેમ જેમ તું ઘટાડવા મથશે...
તેમ તેમ પ્રેમ ઔર વધશે....
જેટલી તું દૂર થશે ...
તેટલી જ નજીક આવશે...
આજ નહીં તો કાલ
તને પણ મારી યાદ સતાવશે...
@@@@@@@@@@
આ સત્ય તું પણ સમજી લે તો સારું છે , કે, જ્યાં સુધી પ્રેમી અળગા નથી પડતાં .
ત્યાં સુધી માત્ર ધીમા ધીમા અવાજ આવે છે , પણ પ્રેમના પડઘા નથી પડતાં.
પ્રેમમાં એજ ઉપર ઊઠે છે જે આખે આખા ડૂબે છે , ડૂબીને છેક ઊંડા ઉતરે છે .
છીછરો પ્રેમ એ કરતાં નથી 'ને છીછરામાં કદિ એ છબ છબિયા નથી કરતાં.
ભરોશો હોય છે જેને ખુદ પર 'ને પોતાના પ્રેમ પર એ દિવસે નિશ્ચિત રહે છે,
'ને રાતે પણ ઊંઘે છે નિરાંતે.પથારીમાં આમતેમ એ પડખા નથી ઘસતા .
પ્રેમમાં એજ ઉપર ઊઠે છે જે આખે આખા ડૂબે છે , ડૂબીને છેક ઊંડા ઉતરે છે .
છીછરો પ્રેમ એ કરતાં નથી 'ને છીછરામાં કદિ એ છબ છબિયા નથી કરતાં.
ભરોશો હોય છે જેને ખુદ પર 'ને પોતાના પ્રેમ પર એ દિવસે નિશ્ચિત રહે છે,
'ને રાતે પણ ઊંઘે છે નિરાંતે.પથારીમાં આમતેમ એ પડખા નથી ઘસતા .
જે પ્રેમી નટખટ 'ને મસ્તી ખોર હોય છે ,તે સદા હળવા મૂડમાં રહે છે ,મજા-
પ્રેમમાં કેમ આપવી ને પામવી એ જાણે છે તેથી ગંભીર અડપલાં નથી કરતાં.
પ્રેમમાં પ્રેમથી હુંફ આપવા 'ને હુંફ પામવા કાજે સૌ કોઈ તરસે છે. આ જગતમાં
એક બીજાને ચાહીને દાઝવા કે દઝાડવા શબ્દોના તણખા ભડકા નથી કરતાં.
તમે માનો કે ના માનો પણ આ સત્ય છે . ત્યાં સુધી પ્રેમમાં " અનંત" ઊંડાણ નથી -
આવતું ,જ્યાં સુધી પ્રેમી જીવનમાં થોડા ઘણા કળવા મીઠા જગડા નથી કરતાં.
ઘણા એવા છે , મારા જેવા છે, જે સુધરતા નથી કેમે કરી,જ્યાં સુધી કે ઠોકર ના ખાય .
પ્રેમમાં જ્યાં સુધી ઠોકરના ખાય, ત્યાં સુધી "અનંત"આ પાગલ પ્રેમી સખણા નથી મરતા.
મનથી, વચનથી , કર્મથી , હ્રદયથી સાફ સૂથરા પ્રેમી માત્ર શુધ્ધ પ્રેમ કરે છે."અનંત"
પ્રેમના નામે એ કોઈનેય છેતરતા નથી કે લોફરની માફક એ માત્ર લફડા નથી કરતાં .
" અનંત "
બ્લાસ્ટ :-
પ્રેમની જે આગ તન મનને હુંફ આપતી હોય છે .
"અનંત" એ ક્યારેક દીલને દઝાડતી પણ હોય છે.
"અનંત"
ત્યાં સુધી સાવ નજીક આવવાને મજબૂર નથી થતાં .
"અનંત"જ્યાં સુધી કે પ્રેમી એક બીજાથી દૂર નથી જતાં.
"અનંત"
અપવાદ બાદ કરતાં...
હર એક સ્ત્રી અને પુરુષના જીવનમાં બે પાત્ર હોય છે.
એક આંખ સામે હોય છે તો બીજું હોય છે આંખમાં...
"અનંત"

.jpg)
.jpg)
.jpg)
.jpg)







.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
