વર્ષો પહેલા ભાઈબંધ અનંતની કોઈ ચહીતી
(કૈ એ પૂછવું નૈ મને ખબર નથી ..! અકલે પૂછવું જ નૈ)
વાતે વાતે અનંત સાથે બૌ દલીલ કરતી .
એ અનંતની કોઈજ વાત માનેજ નહીં.
અકલે અનંત પણ એની કોઈજ વાત માને નહીં .
પેલી બસ પોતાનીજ વાત મનાવવા પ્રયાસ કરે કાયમ ...!
અકલે પછી એક દિ' અનંતે એક પત્ર લખ્યો પેલી ઘેલીને .
જેમાં થડથી મૂળ, શૂક્ષ્મથી લઈને સ્થૂળ
અને સ્થૂળથી શૂક્ષ્મ અકલે કે ભીતરથી અને બહારથી
ભીતરી જગતની વાતો કરી છે .
જે વાંચીને મને એવું લાગે છે, મહેસુસ થાય છે કે,
અનંતે આવી બધી અટપટી વાતો બે ભાન કે પછી અભાન
અવસ્થામાં આડેધડ લખી છે ..!
અકલે ઉકેલવી અઘરી પડે છે ..!
મને પણ ..!
જે પત્ર મને,
અનંતે વર્ષો પહેલા લખેલા,
અનંત અઢળક જૂના ઝરઝર્રિત કાગળિયાના
ઢગલા વચ્ચેથી ગઇકાલ રાત્રે મળ્યા .
અનેક ટુકડામાં વહેચાયેલા .
અને ગરબડીયા અક્ષરે અનેક અર્થમાં લખાયેલા .
અતી અટપટા ના સમજાય તો માથાના દુખાવા જેવા અને
સમજાય તો સ્વર્ગીય આનંદ આપે તેવા અનંતના પત્રો
ઉકેલતા ઉકેતા રીતસરનું મારુ માથું ફરી ગયું .
કારણ કે મને સમજાતા નથી અકલે .
મને એવું લાગ્યું કે આજ સુધી તો હું બચી ગયો છું પણ,
આ કાગળ ઉકેલતા ઉકેલતા કદાચ હું પણ ઉકલી જઈશ ...
પણ બદનસીબે ફરી બચી ગયો.
લે તું પણ એ પત્ર વાંચ ...!
સમજાય તો સ્વર્ગનો આનંદ માણ..!
અને ના સમજાય તો માથું દુખાડ..!
આ પત્ર વાંચીને માથું દુખવા સિવાય....
તને બીજું કાય પણ થાય તો મારો વાંક ના કાઢજે કૈ દઉં છું..!
આમ લખી અનંતે કાગળમાં આગળ લખેલું છે કે,
"મનાય ..."
"માનવાની ક્યાં મનાઈ છે ."
"બસ મનાવો નહીં.! એમાજ ભલાઈ છે ..!"
"તમારાથી બસ આ એકજ વાત ભુલાઈ છે..!"
"અને તમે મનાવવા લાગો છો ."
"અને બહોળા ભોળા લોકો માની જાય તો તમને મજા આવી જાય છે ."
"અને માત્ર થોળા લોકો ના માને તો મન અકળાઈ જાય છે ."
"બસ આજ તમારી નબળાઈ છે ..!"
પણ હું કહું છું કે,
"મનાય હાં હાં મનાય ..."
મને એમ કે કઈક નવું હશે પણ, ના...!
ફરી એવીને એવિજ વાત સ્સાલ્લું સમજાતું નથી .
હું મુંજાઈ જાવ છું .
શરૂઆતમાં સરખું લાગતું લખાણ ....
આગળ જતાં કઈક અલગજ લખ્ખણ જળકાવે છે .!
અકલે હું જે કાગળ હાથમાં આવે તે છાપતો જાઉં છું .
આગળ અનંત લખે છે કે,
"મનમા ને મનમા જેને જે માનવુ હોય તે મનાય..."
"જેવુ માનવુ હોય તેવુ મનાય..!"
"બસ કોઈને મનાવવાની બીલકુલ મનાઈ..!"
"હું જે કઈ પણ માનું છું એ મારી નીજી માન્યતા છે ..!"
"બીજી કોઈજ માન્યતા નથી ..!"
"તારે માનવું હરગિઝ જરૂરી નથી ..!"
"બોલ આનાથી વધારે તારે જોઇયે કઈ મુક્તી ..?"
"કેમ પીછો નથી મૂકતી..!"
"કદાચ તને બંધનની અનુભૂતિ નથી ."
"અનંત"
આપણે જે માનતા હોઈયે તે..!
અન્યને મનાવવાની અકલેકે ઠસાવવાની ભાઈબંધ અનંતે,
બીલકુલ મનાઈ ફરમાવી છે.!
પછી ફરી પાછો અનંત એજ વાત લખતા તેની ચહિતીને કહે છે લખે છે કે,
"હું કહું છું કે,"
"મનાય હાં હાં મનાય ..."
"મનમા ને મનમા જેને જે માનવુ હોય તે મનાય..."
"જેવુ માનવુ હોય તેવુ મનાય..!"
"બસ કોઈને મનાવવાની બીલકુલ મનાઈ..!"
"હું જે કઈ પણ માનું છું એ મારી નીજી માન્યતા છે ..!"
"બીજી કોઈજ માન્યતા નથી ..!"
"તારે માનવું હરગિઝ જરૂરી નથી ..!"
"બોલ આનાથી વધારે તારે જોઇયે કઈ મુક્તી ..?"
"કેમ જે નથી એનો પીછો નથી મૂકતી..!"
"કદાચ તને મન ગમતા પ્રેમાળ બંધનની અનુભૂતિ નથી ."
"અને મને છે ..!"
"ગમતા બંધનની ઝંખના સેવી ના હોય."
"જગતમાં કોઈજ વ્યક્તિ એવી ના હોય."
"પણ એવા ગમતા બંધનો કે સંબંધો તો"
"હિસાબમાં હોય તોજ અને તેનેજ મળે ..!"
"જેને ગમતા બંધનની અનુભૂતિ ના થઈ હોય તેને"
"મુક્તિની ઈચ્છા થવી સ્વાભાવીક છે ..!"
"પાસે નહીં, સાથે ના સહી દૂર દૂરથી પણ,"
"મને ગમતા સંબંધો અને બંધનોની ચિક્કાર અલૌકિક અનુભુતી"
"અનેક વાર થઈ છે..! થતીજ રહે છે સતત ..."
"કોઈ પ્રેમથી મારી તરફ ખેંચાય છે..!"
"અને મને પણ પોતા તરફ ખેંચે છે ..!"
"હાં હું પણ પ્રેમથી ખેંચાઈ જાવ છું..!"
"એકવાર જો એવી એટલે કે મારા જેવી સુંદર ...."
"અને પ્રેમાળ ખેંચાણ વાળી અનુભૂતી ...."
"તને પણ થઈ જશે ..."
"તો પછી કદિ' તું મુક્તિનું નામજ નહીં લે,"
"પડછાયો થઈ જઈશ ..."
અનંતની આ ગૂઢ વાણી હું સમજ્યો નહીં .
પછી અનંત ફરી કહે છે . અર્થાત લખે છે કે,
"યાદ રહે ..! ફરી કહું છું આવું ફક્ત હું માનું છું..!"
અહી અનંતના શબ્દોમાં જરીક ગુસ્સો વર્તાય છે ..!
પછી અનંત આગળ પેલીને કહે છે કે,
"માનવુ, ધારવુ કે, વીચારવુ આ ત્રણેય શબ્દો એકબીજની ખૂબ લગોલગ છે..."
"ક્યારેક ક્યારેક જેમ આપણે હોઈએ છીયે એમ ..!"
"વીચાર થી દુનિયા કાયમ છે...!"
"આવુ કૈક વર્ષો પહેલા મે કહ્યુ હતુ તને, યાદ છે.?"
"જો કે એ અને આ જરા જુદી વાત છે..!"
"અનંત" સવાલોપે દૂનીયા ટીકી હે ઔર જવાબોપે કાયમ..!
"બાકી આવુ બધુ માનવુ ન માનવુ ,"
"સૌ સૌની મન મરજી કે ઈચ્છા પર છોડી દેવુ એ આખરે તો,"
"ખુદનેજ ખૂબ શાંતી આપતુ હોય છે..!"
"જેવુ કે, જેમ કે,"
"તુ મને ચાહે છે.!"
"એવુ હુ મનમા મારીજ મન મરજી મુજબ માનુ છુ.!"
"એમ માનતા મને કોઈ રોકીજ ના શકે..!"
"તું પણ નહીં ..!"
"કેમકે, એ મારી નીજી માન્યતા છે.!"
"અને એ પણ હું મારીજ “માલીકીના” મનમાંજ માનું છું..!"
"હાં ક્યારેક ક્યારેક તું એના પર કબ્જો જમાવી લ્યે છે એ વાત નોખી છે .!"
"પણ તુ એ માનવા તૈયાર ના થાય તો,"
"તુ માનવા તૈયાર નથીજ એ પણ મારે ખુશી ખુશી માની લેવુ જોઈએ."
"અગર હુ તારી એ માન્યતા ને ન માનુ તો પછી ,"
"તકલીફ ભોગવવાની તૈયારી પણ મારેજ રાખવી પડે ..!"
"હું તૈયાર છું .!"
"તું તૈયાર થઈ જા ..!"
"એવુજ તારી સાથે પણ બની શકે.!"
"તુ માને છે એ અગર હુ ન માનુ તો તારે પણ એ માની જવુ જોઈએ."
"એમા પછી મારો વાંક કાઢવાનો ના હોય."
"હાં હુ તો કદાચ એમ પણ માનતો હોઉ કે ,"
"તુ પણ મને ચાહે છે .!"
"તો,"
"તારે પણ એમ માની મન મનાવવી લેવાનુ કે,"
"ભલેને ચાહતો ને માનતો એ ચાહે છે જે પણ ચાહે છે"
"આખરે માને છે તે તો મનમાજ માને છે ને.!"
"માની લેવાથી થોડુ કૈ કોઇ જીવનમા આવી જવાનું છે ."
"જો કે વાર નથી લાગતી..!"
"અને મનમાંથી જીવનમા આવ્યા વીના તો,"
"કોઈ આટલી જીભાજોડી કે લમણાજીંક નાજ કરેને"
"અમસ્તુ અમસ્તું"
અસ્તુ.!
મને એમ કે વાત પતી ગઈ પણ એ કેવળ મારો ભ્રમ હતો .
એક અધૂરો ટુકડો પૂરો થયા જેવુ લાગ્યું. પણ નથી થયો.
બીજા ટુકડામાં એજ એવીજ અટપટી વાત આગળ વધે છે
અને એક મીઠું સત્ય અનંત સહજ સ્વીકારે છે .
અને લખે છે કે,
"જો કે આ “મન” મારુ માત્ર મારીજ “માલિકીનું” છે .!"
"એમ કહેવું મનેજ ભૂલ ભરેલું લાગે છે ."
"એ મારો સૌથી મોટો ભ્રમ છે કે હું “મારા મનનો માલીક છું “"
"કેમકે ..!"
"એવુજ જો હોય તો મારા મન પર કોઈ બીજું કે બીજી કબ્જો ના જમાવી શકે ..!"
"અને એવુજ જો હોય તો મન મારુ બેકાબૂ ના થાય ને ...!"
"પણ થાય છે અનેક વખત મન બેકાબૂ થાય છે !"
"અને પછી જાદુ થાય છે .!"
"બે કાબૂ મન કાબૂ થાય છે..!"
"ક્યારેક તું ,ક્યારેક,તે તો ક્યારેક તે .."
"એમ અનેકના હાથે .!"
"પહેલા તો તું કઈક જુદુજ સમજી માની બેઠી ને ..!?"
"પણ મારો કહેવાનો મતલબ એ ના હતો જે તું સમજી ..!"
"આકાશી તારા માફક "
"જેમ વિશાળ આકાશ પર તારાઓ ."
"હાં તારી માફક કોઈ ને કોઈ આવીને મારા મન પર કબ્જો જમાવી જાય છે !"
"અને પછી ક્યારેક થવાનું તો ક્યારેક"
"ના થવાનું પણ થાય છે ..!"
"તો પણ તને નહીં ખબર હોય કે,"
"મનની માયાજાળમાથી બહારનીકળી ,મને,"
"તને સાથે લઈને મનની માયા નગરીમાં પ્રવેશતા આવડે છે !"
"એવોય એક ભ્રમ છે મને ..! તો પણ હું એમ કરુજ છું ..!"
"જ્યારે ઈચ્છું , જ્યારે ચાહું જેને ચાહું તેને લઈને"
"હું મારા મનની માયા નગરીમાં ,"
"આંખમાં આંખ પરોવી,"
"કમરમાં હાથ પરોવી સાથે લઈને ફરું છું."
तुं ईस तरहा से मेरी जींदगी मे शामील हे।
जहा भी जाउ ये लगता हे तेरी महेफील हे।
https://youtu.be/1rOknBj4ewg
ફરી વાત બદલાય છે.
અને એની એ માનવા ન માનવાની વાત શરૂ થાય છે .
જેમાં અનંત લખે છે અને પેલીને કહે છે કે,
"પણ હુ જે માનુ છુ, તુ એનાથી કૈ જુદુજ માને છે.!"
"ધારે છે, વિચારે છે ..!"
"જો કે એના પર તારો અબાધિત અધિકાર છે ..!"
"એવું તું માને છે ..! તુજ માને છે !"
"તો માન તું તારે...મારુ શું જાય છે.!"
"પણ..!"
"હુ તને ચાહુ છુ એવુ હુ મનમાજ માનુ છુ.!"
"હાં ક્યારેક ક્યારેક તો હું તનેજ મનની વાત કરૂ છુ..!"
"તો તારી વળી કઈ બીજી માન્યતા છે ..!"
"તુ એવુ માને છે કે, હું સાવ કરતા સાવ ખોટાળો છુ..!"
"ખરેખર એવુ કશુ છેજ નહીં..!"
"(અનેક અર્થમા)"
"તેમ છતા એ બીજી જે છે એ તારી નીજી માન્યતા છે..!"
"એવુ તુ માને છે.! પણ ખરેખર એવુય નથી.!"
"તેમ છતા તુ એવુ માની શકે છે.!"
"અને તુ એવુ પણ માની શકે છે "મનમાજ" કે,"
"તુ મને નથી ચાહતી.!"
"તો તારી એ માન્યતા પણ મને કબુલ છે.!"
"ભલેને મને ખબરજ હોય કે,"
"એ કેવળ તારી માન્યતાજ છે.!"
"હાં કેવળ તારીજ માન્યતા છે..!"
"જો કે એ તારી ભૂલ છે.!"
"તો પણ મને કબુલ છે.!"
"એજ રીતે જોકે હુ પણ ભૂલો પડેલો છુ..!"
"ભૂલોજ પડેલો છુ..!"
"ખરેખર તો સરનામુ ખોવાઈ ગયુ છે..!"
"ખૈર..."
"મે તો વર્ષો પહેલા પણ કહ્યું લખ્યુજ હતું ને કે ,"
"અનંત કબુલ મંજૂર છે મને અભીપ્રાય આપ સૌના મારા વિષે-"
"જે પણ હોય. કોને ખબર કોને કેવો હું ક્યારથી લાગુ ."
"મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજી શકો તો,"
"બની શકે હું પણ આપને સારથી લાગુ ."
"અનંત"
યાદ છે તને ..?
જો કે ભૂલી ગઈ હોય તો પણ મને બિલકુલ વાંધો નથીજ ..!
યાદ કરીને કે પછી યાદ રાખીને ભૂલી જવાનો ડોળ કરે તો પણ ..!
તારી મરજી ..!
પણ હવે તું મને આ જીવન ભૂલી તો નહીજ શકે ..!
ઑ જીવન પણ ક્યાં ભૂલાયું છે ! ?
એ તો સમય સમય પર યાદ આવશે ત્યારેજ તને સમજાશે ..!
બીજો અધૂરો ટુકડો અધૂરોજ છોડીને ફરી ,
માથા ફરેલા અનંતની વાતો ફરી જાય છે.
બીજા ટુકડાની અધૂરી વાતનો ખુલાસો આપતા ત્રીજા ટુકડામાં અનંત લખે છે કે,
"આવું મારે ત્યારે લખવું પડેલું જ્યારે મારા એકાદ મૂડી મિજાજી નિજાનંદી વર્તનને"
"લઈને દોસ્તો નારાજ થયેલા અને મારા વિષે નબળી ધારણા બાંધી લીધી ."
"અને એને હું સ્વાર્થી લાગ્યો હતો ,"
"આવું અનેક વાર અનેક સાથે બને છે ."
"કારણ કે હું સૌની ઈચ્છા મુજબ નથી વર્તી શકતો."
"એની ઈચ્છા મુજબ પણ નહોતો વર્ત્યો ."
"એટલે મારા પર એ બધા સ્વાર્થીનું લેબલ લગાડી બેઠા ."
"અને પછી શરૂ થઈ મારી ટીકા નિંદા"
"છતાં હું ખુશ છું કેમકે મારી નિંદા કરીને એ લોકો"
"ખુશ થાય છે , જેનો મને પણ આનંદ આવે છે ."
"થાય એવું બધુ તો થયા કરે .."
"આખી જિંદગી કોઈને સતાવ્યા પછી,"
"એકાદ પરમાર્થ નું કામ કરનાર પરમાર્થી ગણાય જાય ..."
"અને સદાય પરમાર્થ કરતો વ્યક્તિ ,"
"એકાદવાર કોઈનું ભલું ના કરી શકે તો સ્વાર્થી ગણાય જાય ..."
"એવું પણ બને કે એકજ વ્યક્તિ વિષેની,"
"લોકોના મનમાં અલગ અલગ ધારણા બંધાયેલી હોય ..."
"એકના મનમાં ઉચ્ચ સ્થાન માન ધરાવતો વ્યક્તિ"
"બીજાના મનમાં નીચ કક્ષાનો પણ હોય શકે ..!"
"એક વ્યક્તિ જે કોઈકને શાંત પ્રેમાળ લગતી હોય તે બીજાને"
"આગ અને જવાળા પણ લાગી શકે ..."
"એક વ્યક્તિને લાખો લોકો ચાહતા હોય તો હજારો નફરત પણ કરતાં હોય ."
"કોઈ એક યુવક કે યુવતી કોઈનો પ્રેમી કે પ્રેયસી હોય"
"તે બીજી યુવતી કે યુવક તેની દુશ્મન પણ હોય શકે ..!"
"આવું હરેક બાબતમાં બને , બનીજ શકે..!"
"કેમકે વ્યક્તિએ વ્યક્તિએ વ્યક્તિના વાણી વર્તન બદલાતા જ હોય છે ."
"બાકી તો ,"
"ભીતર ઝાંકે તો સત્ય જાણે, તેજ સત્ય જાણે..!"
"બને એવું કે,"
"એકજ વ્યક્તિનું વાણી વર્તન અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ હોય ..."
"જો કે એવું થવા પાછળ કે કરવા કરાવવા પાખંડ પેલી વ્યક્તિઓજ કારણ ભૂત હોય ."
"આ વાત એ લોકો માનવા સ્વીકારવા તૈયાર નથી હોતા."
"ના તો એ કશુજ જાણતા સમજતા હોય છે ."
"અને મનાવવાની તો બિલકુલ મનાઈજ છે .!"
"એ નાદાનો નથી જાણતા કે ,"
"જે કાઇ પણ , જે કોઈ પણ , એની સામે આવે છે."
"તે તેના વિચારોનુંજ પરિણામ હોય છે ."
"અને પોતાનીજ શૂક્ષ્મ ઇચ્છાનુંજ સ્થૂળ સ્વરૂપ હોય છે ."
"અને એ જે પણ કહે બોલે છે તે એનોજ પડઘો હોય છે ."
"તેનોજ પડછાયો હોય છે."
"અર્થાત વ્યક્તિ ખુદ પોતાનાજ અવાજ કે"
"પડછાયા થી ડરતો દૂર ભાગતો રહેતો હોય છે ..!"
તને યાદ છે ..? મે એક વાર કહેલું .
“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે છે.
ક્યારેક, છળ આપણી સાથે આપણાજ પડછાયા કરે છે. @@@@
“અનંત”
https://www.facebook.com/photo/?fbid=577556672354038&set=a.119481608161549&__cft__[0]=AZZNKibvKgXEZQ4fwpED6jJYlefbv2BlNYG6RC4XHXLr-UgQbqePQLamncG0MQaTnGTlxV1TcyXD3W-wpxarKhzgplqvgwmInJcnZnD9TlUsV5ZDXz9Ynw8OkX3f_bj63ZMtr2wiFNxe6Ii6b7OYkhKwpEMm9rA8XWcwYwojQ9RASTFr14fMt7hdNzw5wtlgdqM&__tn__=*F
ફરી એક કાગળ તપાસું છું તો ફરી એજ માન્યતા વાળી વાત ...
હું મુંજાઈ જાઉં છું કાગળના ઢગલા વચ્ચે ..!
છતાં ઉકેલતો જાઉં છું .
ફરી અનંત પેલીને લખે છે .
"આવું બધુ માત્ર , આજે માત્ર હું માનું છું ..!"
"બાકી હું જે માનું એ અન્ય માને કે ના માને"
"બસ એક તું માને તો મજા આવે બાકી જરૂરી નથી ..!"
"માન્યતા તો માન્યતા જ હોય છે ને..!"
"એ તો ગમે, ત્યારે બદલાય જાય..."
"તારી કે મારી"
"ગમે ત્યારે .."
"અને ના ગમે ત્યારેય, તોય બદલાય જાય.."
"અને એવુજ અગર તુ માને.! તો,"
"ભલા તને પણ કોઈજ ના રોકી ટોકી શકે..!"
"હુ એમ માનુ કે તુ એજ છે!"
"તુ એમ માને કે હુ એજ છુ!"
"અને પાછી તુ,"
"મારી વાત પણ સ્વીકારતી નથી ."
"અને હુ જે માનુ છુ એ માનવા પણ તૈયાર નથી.!"
"અને હુ કોઈને મનાવતો નથી.!"
"પછી તુ રીસાય જાય તોય શું.!"
"કેમકે, મનાવતા તો મને આવડતુજ નથી..!"
"ખૈર..."
"હું જે માનું છું મનમાજ..! એ તું પણ માનેજ છે..!"
"પણ તોય બંનેની માન્યતા નોખી છે..!"
"તું પણ આવું માની શકે છે ,"
"એવુ તું પણ માને છે..! હાં માની શકે છે..!"
"કેમકે માનવુ મફત છે..!"
"જોકે આ જગતમાં મફતમાં કશુંજ મળતુ નથી.!"
"શ્વાસના બદલ માં જીવન ચુકવવું પડે છે ."
"એવુ મે તને વર્ષો પહેલાં પણ કહેલું.!"
જ્યારે મેં અબુશે પૂછ્યું અર્થાત ?
ત્યારે અનંતે કહ્યું હતું અક્કલ વગરના તમે સમજો છો કે આખી જીંદગી તમે જે શ્વાસ લો છો એ સાવ મફત છે ..? લ્યા એ લીધેલા શ્વાસની કીમત રૂપે અંતમાં ઈશ્વર જીવ લઇ લે છે ..!
આગળ અનંત લખે છે કે,
"દ્રશ્ય કે અદ્રશ્ય સ્થૂળ કે શૂક્ષ્મ"
"હરેક ચીજની, વિચાર બીજની પણ કીંમત હોય છે."
"જે દેખીતી કે દેખાતી નથી.!"
"બસ અનુભવાતી હોય છે.!"
"પીડા કે આનંદ રૂપે.!"
"અને એની કીંમત અંતે ચુકવવી પણ પડે છે.!"
"કોઈ પણ ભોગે..! )"
અને પછી પેલીની માન્યતાને
સિફતથી ઉલટાવી અલગ વાત કરતાં અનંત લખે છે કે ,
"હું જે માનું છું એ માનવા તું તૈયાર નથી ."
"તારું એવું માનવું છે કે ,"
"અને ઘણી વાર તું મને કહે છે કે,"
"એવું તો હું અનેક વખત અનેક માટે માનું છું ..!"
"તો, તારી એ વાત તો હું પણ પ્રેમથી સ્વીકારું છું .!"
"કારણ કે હું અગર એવું અનેક વખતે અનેક માટે માનતો હોઈશ તો ,"
"અનદેખું કોઈ તો કારણ હશેજ ને .! હાં બની શકે બૌ જૂનું હોય ,"
"અને નવું તો ક્યાં કશું હતુજ કે હોય છે ."
"બહાર બદલાતી દુનિયાની ભીતર જો, તો , સમજાય ..."
"બદલાવ તો અંદર પણ આવે ને બહાર પણ આવે ..."
"રંગ રૂપ બદલાય જાય."
"બસ એજ કારણે થાપ ખવાય જાય .."
"જાણીતું હોવા છતાં ..!"
"જે જોયું જાણ્યું ન હોય તે ના દેખાય ."
"એટલે ઓળખાય પણ નહીં ."
"અને જે દેખાય તે જોયું જાણ્યું હોય નૈ ."
"એટલે માની લેવાની મરજી ના થાય ને..!"
"પછી લોકો આ બધુ કે એ બધુ ખોટું છે એમ કહે સમજે ."
"તો ભલે ને સમજે મારે શું ..!"
"જો કે જાજુ જાણવામાં પણ મજા નથી .."
"હા જણાઈ આવે એ વાત નોખી છે ..."
"વધુ જાણે તે જાજુ દુ:ખી થાય ."
"ઓછું જાણે તે વધુ સુખી થાય ."
"અનંત" જાણે તો મુક્તિ પણ મળે.
"ના જાણે તે બંધનમાજ ના બંધાય ."
"મે તો વર્ષો પહેલા કહેલુજ ને કે ,"
"સમજી સમજીને એટલુ...!"
"સમજાયું અનંત...."
"કે ,"
"કશુજ સમજવાનું ના હતું .. !"
"બસ અનુભવવાનું હતું ."
"હું અનુભવું છું ..!"
હું એક પછી એક કાગળ જાળવી જાળવીને ઊથલાવતો જાઉં છું .
કેમકે વર્ષોથી બંધ કબાટમાં પુરાયેલા મુંજાયેલા છે .
કદાચ અનંતના પરસેવા અને આંસુથી લથબથ
ભીતરના ભેદ કે પછી ભેજ કારણે ભીંજાયેલા છે .
અકલે ...
કાગળિયા ખૂબ ઝર્ઝર્રિત થઈ ચૂક્યા છે ..
ખબર નથી પડતી વાત ક્યાથી ક્યાં લઈ જાય છે અનંત …
શરૂઆત ને અંત વચ્ચે કેટ કેટલી વાત બદલાય છે ..
અને ફરી ત્યાથીજ અનુસંધાન થઈ સંધાય છે ..
મને તો કશુજ સમજાતું નથી ..!
શું તને સમજાય છે ..?
ખૈર ...
ભાઈબંધ કોઈને સમજાવવા માટે નહોતો લખતો .
અકલે હું પણ સમજીશ નહીં કે ના તો તને સમજાવીશ ..
એ ખુદ પણ કઈ સમજતો ન હતો .
જ્યારે એ લખતો બોલતો ,
શું શું લખતો બોલતો એનું પણ એને ભાન રહેતું નહીં .
બસ એ જ્યારે લખતો ત્યારે બસ એ લખતોજ રહેતો ...
રાત ભાર અવિરત ત્યાં સુધી કે જ્યાં સુધી આંખો ના ઘેરાય ...
પાંપણ આપોઆપ ના ઢળી જાય ત્યાં સુધી અનંત બસ લખતોજ રહેતો ...
એવું મે સગ્ગી આંખે જોયું અનુભવ્યું છે ..!
અકલે ...
એની જેમ મારે પણ કોઈ સમજે એવી અપેક્ષા વિનાજ ...!
અનંતના કાગળિયા ઉકેલતા ઉકેલતા આગળ વધવું રહ્યું .
અનંત ફરી પેલીને વાત કરતાં પાંચમા કાગળમાં આગળ લખે છે કે,
"હું જે માનું છે એ તને કહી દૌ પછી પણ ..!"
"તું એ માને એવું હું માનતો નથી .!"
"હું જેને સત્ય કહું છું એને તું મારો ભ્રમ માને છે ."
"અને તું જે માને છે ,એ તારો ભ્રમ છે.!"
"એવું વારે વારે કહ્યા પછી પણ ..!"
"તું મારો પીછો કેમ નથી મૂકતી .!?"
"કેમ ગુસ્સો આવી ગયો ..? તારા મનમાં ..?"
"મને ખબર છે ..!"
"તું સ્વીકારતી નથી માટે .. !"
"બાકી મન તો સ્વીકારેજ છે ..!"
"પણ માનવા તૈયાર નથી, તું ..!"
"તું માને તો પણ ના માને તો પણ માર્રે શું ..!"
ફરી કાગળ બદલાય છે વાત બદલાય છે ...
અનંત લખે છે .
"હું જેને સત્ય કહું છું એને તું મારો ભ્રમ માને છે ."
"છતા તુ એવુ માને છે તો હાં માની શકે છે.!"
"તુ માને છે કે 'હું ' કેવળ ભ્રમ છું.!"
"તો હુ કૌ છુ તુ સાવ સાચીજ છે.!"
"'હું' માત્ર કેવળ ભ્રમજ છે.!"
અનંત અહીથી સિફતથી વાતને
જુદા અર્થમાં લઈ જાય છે .
અને કહે છે કે,
"'હુ' માત્ર કેવળ ભ્રમજ છે.!"
"પછી એ 'હુ' મારો હોય કે તારો.!"
"ખરેખર હુ કે તુ કશુજ નથી.!"
"જે છે તે કૈક બીજુજ છે.!"
"તો પણ તુ મને કહે છે કે કેવલ હું ભ્રમ છુ.!"
"તો, હુ તો, વર્ષોથી કહુ છુ પગલી..."
"કે,"
"આ જગત આખુય ભ્રમ છે.!"
"આમ તો જો કે જે માને 'હુ' જ બધુ.."
"'અનંત' એજ બને સૈતાન કે સાધુ."
"ખબર છે ને ..?તને કે,"
"'અહં' 'બ્રહ્માસ્મી'મા પ્રથમ અહં આવે છે.!"
"અનંત"
"બધુજ ભીતર મળી જાય છે"
"બધાજ ભીતર મળી જાય છે ..!"
"“અનંત” અલગ અલગ લાગતું"
"બધુજ એકમાં ભળી જાય છે ..!"
ખૈર...
મે તો વર્ષો પહેલાં પણ કહ્યુંજ હતુ ને કે,
"જે ભ્રમ છે તેજ સત્ય છે 'અનંત..'"
"અને જે સત્ય છે તે ભ્રમ..!"
"અને ભ્રમ તેજ બ્રહ્મ.."
"ભ્રમ એટલે કલ્પના..."
"હાં કલ્પના.! જેના થકી સર્જાઈ દૂનીયા..!"
"અને આ બધુ જે હુ ને તુ જોઈએ છીયે તે.!"
ખૈર..
મારૂ તો એક આખું નોખુ અનોખુ અલૌકિક જગત છે ..!
મે પહેલાજ કહ્યું ને કે મને જીવનની માયાજાળમાથી બહાર નીકળીને,
અલૌકીક મનો જગત વસાવતા આવડે છે.
હું મારા મનમાં એક અલૌકિક
માયા નગરીનું સર્જન કરું છું .!
અને પછી એમાં ગમે..!
તેની સાથે મૌજથી હરું છું ફરું છું .!
યાદ છે તને ..! ?
મે વર્ષો પહેલા કહ્યું હતું.
"એક વિશ્વ બહાર બીજું ભીતર ..."
યાદ આવ્યું ...?
અને મે એમ પણ કહ્યું હતું યાદ છે તને ..?
કે,
"બહારના વિશ્વમાં જે બધુ થવું ,કરવું શક્ય નથી .."
"પણ ભીતરના વિશ્વમાં"
"એ કઈ પણ કરવું થવું અશક્ય નથી ..!"
"બહાર કરતાં ભીતરની દુનિયા 'અનંત'"
"અલૌકિક અને મસ્ત હોય છે ..!"
"આ અસ્ત વ્યસ્ત જીવ આઠે પ્રહર"
"એજ અલૌકિક દુનિયામાં વ્યસ્ત હોય છે..!"
"બસ હું એ અલૌકિક જગત"
"મારી ઈચ્છા મરજી મુજબનું બનાવું છું ."
"અને એ જગતમાં..."
"હું હોઉ છું તું પણ હોય છે અને,"
"એ સિવાય મને જે જે ગમે છે તે અનેક મારી સાથે મારી પાસે હોય છે ..!"
"સાવ કરતાં સાવ લગોલગ ..!"
"બોલ હવે તું કેમ થઈશ અલગ ..!?"
જો કે મારી આ વાત પર
મારી માફક તારી અંદર હશે કૈ અગર
તો, તને સ્ત્રી સહજ ઈર્ષા થશે.
મારી પર તને ગુસ્સો પણ આવશે..!
અગર જો તને મારી જેમ મારી સાથે પ્રેમ હશે.
અર્થાત્ જેમ મને તારી સાથે છે એમ હશે તો,
નહી તો હું તો
મારા એ અલૌકિક જગતમાં વિકાર વગરના વિચાર સાથે વિહાર કરુંજ છું
પ્રેમ કરું છું પ્રેમથી પ્રેમનો શિકાર કરું છું ,
સ્વીકાર કરું છું ..!
"શૈયાથી લઈને સહશયન સુધી હું ચયન કરું છું ."
"શયનથી સમાધી સુધી હું 'અનંત' ગમન કરું છું ."
"હું ચાહું ત્યારે... હું ચાહું તેની સાથે..!"
"દિવસે કે રાતે."
"તું પણ હોયજ છે ..! સાથે ને સાથે ..!"
મારા મનની માયા નગરીમાં મને કે મારી સાથે તને કે પછી ,
પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી ...
રહેવા દે હવે.. મારો ઇરાદો
ગણવા ગણાવવાઓ હરગિઝ નથી..!
ફરી અનંત એક ખુલાસો કરતા પેલીને ક્હે છે,
ફરી એક અનંત જેવો અધુરો કાગળ હાથમાં આવે છે.
જેમાં અનંત પેલીને એવું કૈક કહે છે અનંત જે કહે મને સમજાય તો છે પણ કોઈને સમજાવતા નથી આવડતું.
આવીજ તકલીફ અનંતને પણ હતી તેથી એની કોઈ રચના નો સાર મને ન સમજાય ત્યારે હું અનંતને કહેતો યાર્ર તારી વાતમાં દમ હશેજ પણ મને કૈ સમજાતુ નથી તું શું કહેવા માગે છે.
ત્યારે અનંત કહેતો
"પરીયા તને જે જેટલુ સમજાય તેટલુ સમજ"
"આમ પણ હું તો બસ લખુ છું મગર હું કોઈને સમજાવવા નથી લખતો."
"અગર લખુ પણ છું તો કેવળ મનેજ સમજાવવા લખુ છું પછી તે કોઈ સમજી જાય તો વાત નોખી છે."
મને સમજાયુ નહીં તેથી અનંતે કહ્યું
"થાય પરીયા ઘણીવાર એવુ પણ થાય કે આપણને સમજાતી વાત કોઈને સમજાવતા આવડે નૈ"
"જો કે ત્યારે સમજાવવાના નીરર્થક પ્રયાસ છોડી એ આખેઆખો વીચાર સામેની વ્યક્તિ પર છોડી દેવો જોઈએ"
"પછી તેને એ વીચાર વીષે જે વીચારવુ હોય તે વીચારે જે સમજવુ હોય તે સમજે સૌ પોતાની સમજ મુજબ"
હાથ લાગેલ અનંત જેવા અધુરા કાગળમાં અનંત પેલીને કહે છે કે,
"હું તારા માટે જે ધારૂ છું વીચાર છું એવુજ અગર જો તું મારા માટે ધારતી કે વીચારતી હશે તો"
"ચોક્કસ તને સ્ત્રી સહજ ઈર્ષા પણ થશે અને મારા પર ગુસ્સો પણ આવશેજ.!"
"તેમ છતાં ત્યાં સુધી હું કૈજ કરી નૈ શકું જ્યાં સુધી તું એ સ્વીકારીશે નહીં કે"
"જે હું તારા માટે ધારૂ છું વીચારૂ છું એજ એવુજ તું પણ મારા માટે વીચારે છે કે ધારે છે"
"હું કૈજ કરી નૈ શકું"
"ત્યાં સુધી હું જે ધારીશ જેને વીચારીશ મનમાં મનની મસ્તીમાં"
"મારા મનની અલૌકિક દુનિયામાં સાથે લૈને ચાલીશ"
"એ વાત નોખી છે કે સાવ પાસે તો ત્યારે પણ તુંજ હશે...."
ઔહ...
ફરી એની એજ વાત
ફરી એજ વાત દોહરાવતા અને વધુ સ્પષ્ટતા સાથે
અનંત પેલીને કહે છે કે,
"મારી વાત પર તને ગુસ્સો આવ્યો ને.?"
"મે તો પેલ્લાજ કહ્યુ હતું ને કે,"
"મારી માફક તારી ભીતર હશે કૈ અગર"
"તો, તને સ્ત્રી સહજ ઈર્ષા થશે."
"મારી પર તને ગુસ્સો પણ આવશે..!"
"અગર જો તને મારી જેમ મારી સાથે પ્રેમ હશે."
"અર્થાત્ જેમ મને તારી સાથે છે એમ હશે તો,"
"નહી તો હું તો પ્રેમ કરૂ છું કરતો રહીશ."
"આનંદ કરું છું કરતો રહીશ."
પછી ફરી અનંત ગીત ની બે લાઈન લખે છે.
तुं ईस तरहा से मेरी जींदगी मे शामील हे।
जहा भी जाउ ये लगता हे तेरी महेफील हे।
"તારી સાથે પણ અગર જો તુ કહીશ."
"હું માત્ર એટલુજ કહેવા ચાહું છું કે ,"
"મારા મનની માયા નગરીમાં ,"
"મને કે પછી મારી સાથે તને કે પછી અન્યને એક મારી પ્રિય ઈશ્વર સિવાય ..."
"કોઈજ જોતું નથી કે જોઈ શકતું નથી ..!"
( તો પછી તને શેનો ડર છે ..?)
વાત વાતમાં અનંતે પેલીને પૂછી લીધું પણ જવાબ તો,
તે આ પત્ર વાંચે પછીજ મળે એના ડરનું કારણ...
અને એ આ પત્ર ક્યારેય વાંચીજ નહીં શકે કેમકે ,
આ વાતને વર્ષો વીતી ગયા છે સમયની ધૂળ બાજી ચૂકી છે અનંતના પત્રો પર ...
હું ખંખેરી ખંખેરીને ઉકેલું છું .
ખૈર... એ બધુ કહેવું જરૂરી નથી .
બહેતર છે હું મારુ કામ કરું જે હાથમાં લીધું છે ..!
અનંતના પત્રને આગળ ઉકેલું છું તો આગળની વાત આગળ વધારતા એ કહે છે કે,
"મને કે પછી મારી સાથે તને કે પછી અન્યને એક મારી પ્રિય ઈશ્વર સિવાય ..."
"કોઈજ જોતું નથી કે જોઈ શકતું નથી ..!"
( તો પછી તને શેનો ડર છે ..?)
"અને મારી પ્રીય ઈશ્વર જાણેજ છે કે,"
"હું જાણે અજાણે પણ એનાજ ચિંધેલા"
"મારગ પર ચાલુ છું ..!"
"ચૂપ ચાપ મૌન...."
"જગતને દેખાડ્યા જણાવ્યા વગર...."
"એ જાણે છે કે હું જે કઈ કરું છું , લખું છું, બોલું છું,"
"ધારુ છું , માનું છું વિચારું છું .."
"જે કાઇ પણ હું કરું છું એ બધુજ"
"એના અદ્રશ્ય ઇશારે ઇશારે કરું છું."
"એ બધુજ પ્રાકૃતિક છે ..! પ્રકૃતિને આધીન છે..!"
"હું કઇજ ખોટું કે ખરાબ નથી કરતો ...!"
"હું માત્ર મને મારી ઈશ્વરે આપેલ"
"વરદાનનો સદ ઉપિયોગ કરું છું ..!"
"એ સીવાય બીજા કોઈજ"
"યોગ પ્રયોગ મને આવડતા નથી..!"
"એ જાણે છે કે હું જાણું છું કે હું કશુજ જાણતો નથી ..!"
"એ જે કરાવે છે ને હું કરું છું , જે કઈ પણ કરું છું ..!"
થોપતો ઠોકતો ગયો છે .!
કાશ આજે એ હોત તો પૂછી પૂછીને હું એની ગંધ કાઢી નાખત કે લ્યા ...
આ શું લખ્યું છે તે ">>એ જાણે છે કે હું જાણું છું કે હું કશુજ જાણતો નથી ..!<<<"
પણ અફસોસ એ નથી ... !
અધૂરો હિશાબ છોડીને ગયો છે .. તો,,,
જવાદો એ વાત એનીજ વાત આગળ વાંચું,
અકલેકે અનંતના પત્રો ઉકેલું તો ક્યાંક
કઈક ઉકેલ મળે તો મળે.
પછી એ આગળની વાત સાથે આગળ લખે છે કે ,
"એ જાણે છે કે હું જાણું છું કે હું કશુજ જાણતો નથી ..!"
"એ જે કરાવે છે ને હું કરું છું ,જે કઈ પણ કરું છું ..!"
"હું માથે નથી લેતો . "
"એટલેજ તો એ મારો રસ્તો સરળ કરી આપે છે ... !"
"હું જે પણ ચાહું જેને પણ ચાહું તે મારી સામે લાવે છે ..!"
"હાં ક્યારેક ક્યારેક હિશાબ આડો આવે છે ..!" "બસ એ સિવાય મારી પ્રીય ઈશ્વર મને કોઈજ તકલીફ નથી આપતી . "
"મારી અલૌકિક માયા નગરીમાં આસપાસ જ્વાળા છે આગ છે ..!"
"પણ હવે આગ મને દઝાડતી નથી .. "
"આગની વચ્ચે રસ્તો છે લીલછંમ ઘાસની જાજમ બિછાવેલો . "
"આજુ બાજુ નાના નાના વૃક્ષ પર ઉગેલા રંગીન ફૂલો છે ..!"
"બાગની બંને બાજુ હારબંધ મોટા મોટા વૃક્ષ .."
"ઘેઘૂર વડલા , આસોપાલવ, આંબા , લીંમડા ,અને ગુલમહોર ..."
"નીચે વિશાળ લીલો છંમ બગીચો "
"ને ઉપર ક્યારેક ખુલ્લુ તો ક્યારેક વાદળ છાયું આકાશ .. "
"પંખીનો કલરવ અને અલૌકિક શાંતી આસપાસ ... "
"એ બાગની વચ્ચે થી હું પસાર થાવ છું સાંજ સવાર... "
"અને મારી સાથે તું પણ હોય છે ..! "
"તું તે કે પછી હું જે ચાહું તે સાવ કરતાં સાવ લગોલગ મારી પાસ .. "
तुं ईस तरहा से मेरी जींदगी मे शामील हे।
जहा भी जाउ ये लगता हे तेरी महेफील हे।
આમ લખી ભાઈબંધે સાંભળી સાંભળીને એ ગીત પણ પત્રમાં લખેલું છે ..
સાવ ગરબડીયા અક્ષરે ...
એ ગીત વાંચી મને આખે આખી ઘટના યાદ આવે છે .
એ ગીત જે અનંત સતત સાંભળતો ક્યારેક ક્યારેક તો રાતભર ...
બસ એજ ગીત અમે ત્રણેય સાંભળતા ચાય પીતા પીતા ...
હું એ ઘટના આજે પણ ભૂલ્યો નથી..!
વર્ષો પહેલા મે ભાઈબંધ ને નાનું એવું ટેપ રેકોર્ડ લેવડાવી આપેલું .
પણ નવી નવી કેસેટ લેવાના પેસા નહોતા અકલે
જે બેચાર કેસેટ મળી હતી તે એ સાંભળતો .
યા તો ક્યારેક કોઈએ સાંભળી સાંભળીને ઘસી નાખી હોય ,
એવી કેસેટો અમને મળતી .
બસ અનંત એનાથી ચલાવી લેતો ,એતો આમેય,
નાની નાની ખુશીઓમાં ખુશ રહેનારો બંદો હતો.
દિવસ આખો આગ વચ્ચે કામ કરતાં કરતાં અનંત
રેડિયો અને ટેપ પર ગીતો સાંભળતો સાથે સાથે ગાતો પણ ખરો ...
અને અતિ પીડા થાય તો તગતગતી આંખે નાચી પણ લેતો ..
આખો દિવસ એ ગીતો સાંભળતા અને ,
રાત્રે અમે ત્રણેય ...
નવી કેસેટ લેવાના પૈસા નૈ ..
અકલે અનંત જૂની કેસેટ ટેપમાં ચડાવીને રાખતો .
ટેપ સાથે રેડિયો પણ હતો .
અને એમાં એવી સુવિધા પણ હતી કે,
રેડિયોમાં આવતું ગીત કેસેટમાં રેકોર્ડિંગ થઈ શકે ..
ત્યારે રેડિયો વિવિધ ભારતી પર ક્યારેક ક્યારેક ગેર ફિલ્મી ગીતો આવતા.
એવા ગીતો જે કોઈ ફિલ્મમાં ના લેવાયા હોય ,
એક દિવસ એવાજ ગીતોમાં એક ગીત આવ્યું .
જે મન્નાડેજીનાજ સ્વર અને સંગીતમાં ઢાળેલું હતું .
એ ગીત અનંતે રેકોર્ડ કરી લીધું .
પછી તે દિવસે આખો દિવસ ભાઈબંધોએ એ ગીત સાંભળ્યુ .
વારે વારે કેસેટ રિવાઇણ્ડ કરી કરીને,
આ વાત ભાઈબંધે મને તે દિવસે રાત્રે કરેલી .
અને પછી જ્યારે હું રાત્રે ચાય લઈને મહોલ્લામાં ગયો ત્યારે ...
મહોલ્લામાં પ્રવેશ કરતાજ મને એ ગીત સંભળાયું ..
દૂરથી એ ગીત સાંભળીને પણ મને અલિકીક અનુભૂતિ થઈ .. .
પછી ખંડેર સમા એ ઘરના અધખુલ્લા દરવાજેથી শরীর સંકોરી હું ભીતર ગયો .
એ બંનેથી એમની ખાલી ખુરશી ભરાયેલી હતી ..
ભીતર જઈને મે મારી ખાલી ખુરશી પર..
મારા સ્થૂળ શરીરને બેસાડીને ખુરશીની ખાલી જગ્યા ભરી ...
પછી રાત ભર અમે ત્રણેએ એ ગીત ખૂબ માણ્યું .
બસ એજ ગીતને પત્રમાં ટાંકીને અનંતે વાત આગળ વધારી ...
એ ગીતના શબ્દો હતા
"ye aawaara raatein"
"ye khoyi si baatein"
"ye uljhaa sa mausam"
"ye nazron ki ghaaten"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
https://youtu.be/Q1gbYpY5MlM
મને એવું દેખાય છે જાણે અનંત ખુલ્લા આકાશ નીચે
ઘનઘોર જંગલ વચ્ચેથી પોતાની બાહો ફેલાવીને
મસ્ત થઈ આ ગીત ગાતો ગાતો ખૂબ દૂર ..દૂર...
ચાલ્યો જાય છે ...
અને પછી પાછો ફરવાનો રસ્તોજ ભૂલી જાય છે ..
"ye bikhri hawaayen"
"jo tooti si aahen"
"bulaaye sabhi ko"
"nazaaron ki baahen"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
https://youtu.be/Q1gbYpY5MlM
આ ગીત યાદ કરી ફરી અનંત પેલી મનની માયા નગરી વાળી વાત
પેલીને કરતાં કહે છે કે ,
"મારી અલૌકિક માયા નગરીમાં આસપાસ જ્વાળા છે આગ છે ..!"
"પણ હવે એ આગ મને દઝાડતી નથી .. "
"આગની વચ્ચે રસ્તો છે લીલછંમ ઘાસ ની જાજમ બિછાવેલો . "
"આજુ બાજુ નાના નાના વૃક્ષ પર ઉગેલા રંગીન ફૂલો છે ..!"
"બાગની બંને બાજુ hારબંધ મોટા મોટા વૃક્ષ .."
"ઘેઘૂર વડલા , આસોપાલવ, આંબા , લીંમડા ,અને ગુલમહોર ..."
"નીચે વિશાળ લીલો છંમ બગીચો "
"ને ઉપર ક્યારેક ખુલ્લુ તો ક્યારેક વાદળ છાયું નીલૂ આકાશ .. "
"પંખીનો કલરવ અને અલૌકિક શાંતી ચોમેર આસપાસ ... "
"એ બાગની વચ્ચે થી હું પસાર થાવ છું સાંજ સવાર... "
"અને મારી સાથે તું પણ હોય છે ..! "
"તું તે કે પછી હું જે ચાહું તે સાવ કરતાં સાવ મારી પાસ .. "
तुं ईस तरहा से मेरी जींदगी मे शामील हे।
जहा भी जाउ ये लगता हे तेरी महेफील हे।
અને , હું તને કે પછી મને જે ગમે તેની આંખમાં આખ પરોવી ...."
"કમરમાં હાથ પરોવી.... હરાભરા બાગ વચ્ચેથી,"
"ખુલ્લા આકાશ નીચેથી પસાર થઈ શકું છું.."
"દિવસે કે રાતે હું ચાહું ત્યારે ... "
આગળના કાગળમાં અનંત લખે છે,
પેલીને પૂછે છે , કહે છે કે ,
શું કરે છે ખબર નથી પડતી મનેય ...
"મે કહ્યું હતું ને તને કે સ્થૂળ શરીર વગર શૂક્ષ્મની અનુભૂતિ શ્ક્યજ નથી ..!"
"અને સ્થૂળ શરીરથી શૂક્ષ્મ શરીરને સ્પર્શવાનો આનંદ અલૌકિક હોય છે ..!"
"અને એ સ્પર્શ થકી ઝણઝણવાનો આનંદ જે માણે તે જાણે ... "
"હું જેમ ઝણ ઝણું છું તેમ ઝણ ઝણાવી પણ શકું છું .! "
"તાર ... તાર... "
"તારા હ્રદયના પણ છેક દૂઉ ઉ ઉ ઉ ર... દૂ ઉ ઉ ઉ ઉર... "
"જોજનો દૂર રહીને પણ ..! "
"તેમ છતા સ્થૂળને, સ્થૂળને સ્પર્શવાની ઝંખના તો રહેજ છે..! "
"અને એટલેજ ..! આવા ગમનનો અંત નથી આવતો .. "
"નૈ તો મુક્તિ તો સાવ સહજ અને સરળ છે . "
"પણ મને બંધન ગમે છે સમર્પિત પ્રેમના . "
"એવા મસ્ત નાજુક નમણા સંબંધો ના બંધનોમાં ... "
"મને મુક્તી થી પણ વિશેષ આનંદ આવે છે ..! "
"હાં ક્યારેક ક્યારેક એ અનંત પીડા પણ આપેજ છે ..! "
"તો પણ મને આનંદ આવે છે ..! "
"બંધન પ્રેમના પીડા આપનારા હોય તોય શું . "
"એ વેદના એ આંસુ એ પીડા જ તો આનંદ આપતી હોય છે ! "
"એક વાર તું વેદના વિના જીવી તો જો સમજાઈ જશે તનેય ! "
"આ બધુ તમે માનો છું અકળ છે . "
"હું તો કૌ છું સકળ છે . "
"આ પણ, આ વુ બધુ પણ હુ માનું , માની શકુ પણ મનાવી ના શકુ..!"
"સમજુ સમજાવી ના શકું."
"સમય આવ્યે, સૌ આપો આપ માની જશે.! સમજી જશે ..!"
"માનવુ હશે તો.! સમજવું હશે તો... "
"બાકી સમજે ના સમજે કોઈ માર્રે શું...! "
"અને તુ..! "
"તું તો આ બધુ મને સમજાવાવાની વાતજ ના કરજે..!"
"હું બુધ્ધું છું ..! બુધ્ધ નથી ..! "
"“તું ધારે છે એટલો હું શુધ્ધ નથી ..!” "
"હું બધ્ધુજ જાણું સમજુ છુ.! "
"એવુ હુ સમજતો નથી.! "
"એટલે તો હુ કોઈને સમજાવતો નથી.! "
"કે, સમજાવી શકતો નથી..! "
"તું પણ એવી ભૂલ હરગીઝ ના કરજે ."
"હવે , મારા કે તારા વિષે , "
"તારે જે માનવું હોય, ધારવું હોય, વિચારવું હોય એ વિચાર ... "
"આખરે તો ઉકલીજ જવાનું છે . "
"છતાં જીવ છે .! પ્રાણ છે ..! "
"ત્યાં સુધી જીવવાનું પણ છેજ .. "
"તો પછી કેમ ના જીવવું અનંત પ્રેમ સમેત આનંદથી ..! "
"અનંત યાત્રાએ ગયા પછી ફરી પાછું આવવાનું પણ છેજ ..! "
બસ અહીથી વળી પાછો ભાઈબંધ અચાનક વાત બદલે છે ..!
અને એ ખુદ અને એની દુનિયા બદલાય જાય છે !
સમજાતું નથી એવી તે કેવી અવસ્થા કે પછી પહેલેથીજ નક્કી થયેલી કે ઈશ્વરે નક્કી કરેલી વ્યવસ્થા હશે ...
જે હોય તે હવે એ વાતોથી પણ શું ફર્ક પડે ..!
એજ વાતનો તૂટેલો તાર સાંધતા ઝણ ઝણાટી થાય છે ..!
અનંત પેલી ને કહે છે ,
"આખરે તો ઉકલીજ જવાનું છે . "
"છતાં જીવ છે .! પ્રાણ છે ..! "
"ત્યાં સુધી જીવવાનું પણ છેજ .. "
"તો પછી કેમ ના જીવવું અનંત પ્રેમ સમેત આનંદથી ..! "
"અનંત યાત્રાએ ગયા પછી ફરી પાછું આવવાનું પણ છેજ ..! "
"અધૂરા હિશાબ પૂરા કરવા ..! "
"હિશાબ તો હિશાબજ હોય છે ને ..! "
"જે કદિ પૂરા થતાજ નથી ..! "
"જો કે થવા પણ ના જોઇયે ક્યારેય.... "
"અધુરપમાજ ખરી મધુરપ હોય છે ... "
એવું એ ઘણી વાર કહેતો ...
કદાચ અકલેજ ...!
ખૈર...
"બસ આ હિશાબ કોઈને સમજાતા નથી ..! "
"એ વધે છે કે ઘટે છે ..? "
ફરી ભાઈબંધ અનંતે કોઈ જૂની વાત યાદ આવતા ઉમેર્યું .
"યાદ છે મે કહ્યું હતું .. "
"છેક લગી કોઈ સમજી શકતું નથી 'અનંત' "
"કે હિશાબ જૂના ચૂકતે થાય છે કે , નવા ચડત ...! "
ભાઈબંધે એમ કરી ને પોતાની વાત પણ કરી હોય એવું મને લાગે છે .
આગળ કાગળ ફાટેલો છે ..!
અકલે ફરી અધૂરું અધૂરું ...
ફરી ઝર્ઝરિત કાગળ ઊથલાવતા મારી નજર પડે છે ..
કાગળની સાઇડમાં ગરબડીયા અક્ષરે આવું કાંક લખેલું...
"હિશાબમાં જે જે જ્યાથી જ્યારથી અધૂરું છૂટે છે ... "
"'અનંત' તે તે ત્યાથી ત્યારથી પૂરું કરવા મથે છે..! "
"આ દુનિયા કે તે દુનિયાના લોકો .. "
અને , આગળ ફાટેલો કાગળ આટલું પૂર્ણ નથી ...!
આગળ પણ કાગળમાં ઘણું બધુ છે હજી .
પણ હવે મને ગાઢ ઊંઘ આવે છે અકલે ...
હું ઊંઘી જઈશ ...
છેલ્લો બ્લાસ્ટ ઉકેલીને
"બ્લાસ્ટ :- માણસ જ્યા સુધી જે ચાહે તે , જે માને તે.! "
"મનમાજ સમજે માને ત્યા સુધી એ સાવ નીર્દોષ છે...!"
"પણ જ્યારેજે તે પોતાની માન્યતા કે પોતે જે માને છે..! "
"તે , બીજાને મનાવવાનો અર્થાત ઠસાવવા પ્રયાસ કરે, "
"એ બડો ગુનાહગાર છે..!"
"અનંત"
"મનાય ... "
"માનવાની ક્યાં મનાઈ છે . "
"જોકે મનાવો નહીં એમાજ ભલાઈ છે ..! "
"તમારાથી બસ આ એકજ વાત ભુલાઈ છે..! "
"અને તમે મનાવવા લાગો છો . "
"અને બહોળા ભોળા લોકો માની જાય તો તમને મજા આવી જાય છે . "
"અને માત્ર થોળા લોકો ના માને તો મન અકળાઈ જાય છે . "
"બસ આજ તમારી નબળાઈ છે ..! "
પણ હું કહું છું કે,
"મનાય હાં હાં મનાય ... "
"મનમા ને મનમા જેને જે માનવુ હોય તે મનાય... "
"જેવુ માનવુ હોય તેવુ મનાય..! "
"બસ કોઈને મનાવવાની બીલકુલ મનાઈ..! "
"અનંત"
અંતમાં ફરી અનંત પેલીને પોતાનો મિજાજ બતાવે છે .
અને કહે છે કે,
"“સારથી” લાગુ. એવુ તો લખતા લખાઈ ગયુ છે. "
"પણ એ વાંચી ને મારા માટે તું એવું કૈ ધારે એ મને નૈ ફાવે.. "
"એ સીવાય પણ તુ મારામાં અન્ય કંઈ પણ , કોઈ પણને જોશે એ પણ મને માફક નહીજ આવે.. "
"મારી સરખામણી અન્ય સાથે કે પછી, અન્ય ની સરખામણી મારી સાથે કરશે એ મને લગીરે પસંદ નહી પડે..! "
"મારામાં તુ યા તો મને જો યા તને અને તને ફરી કહી દૌ છુ કે, "
"મારામાં માત્ર તુ મનેજ જુવે તોજ મને ગમશે... "
પછી ના લખાણમાં ફરી અનંતનો ગુસ્સો વર્તાય છે ..
અને એ પેલીને સખ્ખત શબ્દોમાં કહે છે .
"હું એની વાત પણ ના માનું જેની વાત આખુય જગત માને "
"ચાહે તે ગમે તે હોય ... "
"હું માનું તો મારા આત્માની વાતાજ માનું ..! "
"અને સાંભળું અગર તો માત્ર અવાજ મારાજ આત્માનો .. "
"બાકી કહેનારે ભલે એમ કહ્યું હોય કે, "
"તું ગાંડીવ ઉઠાવ અને માર.. "
"એ જીવતાજ નથી જે મરેલા છે ..! "
"અને મરેલાને મારવામાં પાપ નથી ... "
"તો હું એનેજ મહા પાપ ગણું છું મરેલાને મારવું શું..! "
"હણે એને hાણવામાં પાપ નથી ... "
"કહેનારો છો કહે કે , "
"હું કહું એમ કરો હું તમારો બાપ છું. "
"એ તમારો બાપ નથી ... "
"તો એ પણ ગલત છે..! "
"કે સહી છે એ શું "
"એ તને સમય પર સમજાશે "
"સમય સમજાવશે .! "
"મારી વાત મને ખબર છે તને બિલકુલ નહીજ ગમે .... "
"અને કદાચ તને ગુસ્સો પણ આવશે ... "
"અગર મારી વાત ઉપરથી જાશે ... "
"અને તું જો ભીતરથી વિચારશે ... "
"તો કદાચ તને મારી વાત સમજાશે ... "
"અને મારી ભીતરનું સત્ય તારી ભીતર પડઘાશે ... "
"કોઈએ કહેલી કોઈ પણ વાત સમજ્યા વિચાર્યા વિનાજ "
"માની લેવાની મૂર્ખાઈ હું નહીજ કરું ..! "
"કેમકે એણે જે કહ્યું એ સમય અલગ હતો, સ્થિતિ અલગ હતી. "
"અને એ સમયે એણે જે કહ્યું એ એની માન્યતા હતી ...! "
"અને હું જે માનું છું એ માત્ર મારીજ માન્યતા છે ..! "
"મારી માન્યતાજ છે ..! "
"સત્ય કઈક ઔર પણ હોય શકે છે ..! "
"યુગો પહેલા કહેલી વાતો એ સમયે કદાચ સાચી પણ હોય શકે ! "
"પણ યુગ બદલાય તેમ વાતાવરણ ,વિષય,વસ્તુ પરિસ્થિતી ,મનો સ્થિતિ બદલાઈ જતી હોય છે ..! "
"એ સિવાય પણ યુગે યુગે અનેક બદલાવ આવતાજ હોય છે ..! "
"બદલાવ ના પુરાવા પણ હું આપી શકું છું .! "
"પુરાવા એ છે કે ... ! "
"બોબડા બોલતા થઈ ગયા ... "
"પહેલા જે નાગડા ફરતા એ પાંદડા વીંટતા થયા .. "
"અને ક્રમશ આપણે કપડાં પહેરતા થયા ... "
"અને હવે ફરી એ કપડાં ધીરે ધીરે ઉતરતા જાય છે ..! "
"અને અમુક તો પહેરેલે કપડે પણ નાગા દેખાય છે ..! "
"આ બધા યુગોના પરીવર્તન નથી તો બીજું શું છે ..? "
"વર્ષો પહેલા મે જે કહ્યું હતું એ તને આજે સમજાય .. કદાચ..! "
"યાદ કર મે વર્ષો પહેલા કહ્યું હતું કે, "
"જૂઠ અટલ અચલ હે ઔર સચ પલ પલ બદલતા હૈ ..! "
"સમજાય તો સાવ સરળ વાત છે ..! "
"કે જૂઠ કાયમ રહ્યું છે અને રહેશેજ એનું એ ..! "
"પણ સત્ય એનું એ નહીજ રહે એ સતત બદલાતું જ રહેશે ... "
"ગઈ કાલે બોલાયેલા શબ્દો, આજે જુદા અર્થમાં બોલાતા હોય એવું બની શકે ..! "
એકધારું અટપટું બોલી .
ફરી અનંતશાંત ચીતે પેલીને કહે છે ..!
"આવું પણ હું માનું છું માની શકું છું ..! "
"તું ગુસ્સો કરે તોય શું .! "
"અને માન્યતા તો માન્યતાજ હોય છે ને પગલી ... "
"એ તો બદલાઈ પણ શકે છે ... "
"મારી હોય કે તારી .. ."
"બ્લાસ્ટ :-
એ જ હું જે છું તે જ છું .. !
અજવાળે અંધારું …
અંધારે 'અનંત' તેજ હું ..!"
"અનંત"
"બ્લાસ્ટ :-
આવું પણ હું માનું છું તારે માનવુંજ એવું હું નથી કહેતો . "
"જાત અનુભવને આધારે વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કહ્યું / લખ્યું હતું કે , "
"પુરુષ હોય એ ગમે ત્યારે પોતાના પ્રકૃતિ સહજ પુરુષવેળા છતાં કરેજ ..! "
"“કોઈ અપવાદ નથી” "
"કોઈ ના સ્વીકારે એ વાત જુદી છે ..! "
અને પછી ધૂણી ધખાવી અટપટા શબ્દોની આહુતિ આપી ભીતરરી અજ્ઞાનને પ્રગટાવતા ભાઈબંધે ધુવણો કરેલો.
અને કહેલું લખેલું કે,
"પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લાગતી. "
"બસ પછી ઊભા થતાં વાર લાગે છે ....! "
"ક્યારેક તો વર્ષો ના વર્ષો .... "
"જ્યારે સ્ત્રી જલ્દી પડતી નથી... ! "
"પણ પ્રેમ કરે છે ..! "
"અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..! "
"અને “સંજોગે” ઊભી પણ જડપથી થઈ જાય છે..! "
"અને પછી ચાલવા લાગે છે... "
"જે આજીવન જોડાય તેની સાથે .... "
"“અપવાદ બાદ કરતાં” "
"આ બાબતે, 'પુરુષોમાં કોઈજ અપવાદ નથી ' "
"પ્રેમમાં પડવા પરુષ સામે આવનાર સ્ત્રી..! "
"સુંદર હોય એ વાત જુદી છે , બાકી જરૂરી નથી ... ! "
"બસ એ એક સ્ત્રી હોય એ કાફી છે...! "
"અને માત્ર સ્ત્રીજ હોય તો પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..! "
"પણ ..! "
"મગર અગર જો એ સ્ત્રી સુંદર પણ હોય તો...! "
"તો તો ભૈ પુરુષ એને જોતાં વેંત પડી જાય છે .! "
"પછી ઉભોજ નથી થઈ શકતો ... "
"અને, ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે.! "
"અર્થાત :- અમુક અમુક કેસમાં તો ઉમર નો તફાવત પણ ભુસાય ભૂલાય જાય છે ..! "
"પુરુષ પ્રેમમાં ..! કે પછી બાહ્ય સુંદરતાના આકર્ષણમાં ..! "
"અગર માત્ર બાહ્ય આકર્ષણ હોય તો એ તો ઓસરી પણ જાય .! "
"પણ અગર જો સાથે સાથે ભીતરનું આકર્ષણ ભળે તો તો, "
"એક પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જાય છે ..! "
"આવું સ્ત્રી પક્ષે પણ બની શકે ! "
"જ્યારે સ્ત્રી પણ સુંદરતા તો જુવેજ અને ઝંખે પણ છે જ ..! "
"એક બાબતે સરખી બીજી બાબતે જરા જુદી છે .! "
"જો કે એક સ્ત્રી સામે જ્યારે “સુંદર” પુરુષ આવી જાય છે ત્યારે ... "
"સ્ત્રીની દશા પણ પુરુષ જેવીજ થઈ જાય છે ..! "
"તેમ છતાં એ પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..! "
"એની સામે આવનાર માત્ર સુંદર પુરુષ હોય એટલુંજ પૂરતું નથીજ ..! "
"આ તફાવત છે .! પુરુષ અને સ્ત્રીની નજરમાં .! "
"પુરુષ માત્ર ને માત્ર સુંદરતા જુવે છે ..! "
"એટલે ક્યારેક છેતરાય પણ છે ..! "
"અનંત"
આ માત્ર ભાઈબંધ નું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે ..!
કોઈએ એ માનવું સ્વીકારવું બિલકુલ જરૂરી નથી ..!
એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું ..!
અકલે પછી કોઈને બબાલ કરવાનો અવકાશજ ના રહે ..!
અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે ..!
નૈ તો વિવાદ પ્રિય લોકો પાડા ના વાંખે પખાલીને ડામ આપવા લાગે ..!
ઈવાડો ઇ પાડો તો બૌ આઘો વયો ગ્યો .. .
અને , એવા હું ડામ ખમુ નૈ ...
અકલે કોઈને હું ગમુ નૈ...
"ye aawaara raatein"
"ye khoyi si baatein"
"ye uljhaa sa mausam"
"ye nazron ki ghaaten"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"ye naagan se bal kaaye"
"ye khwaabon ke saaye"
"ye chhitke se taare"
"jo palkon pe chhaaye"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"ye aawaara raatein"
"ye khoyi si baatein"
"ye uljhaa sa mausam"
"ye nazron ki ghaaten"
"ye soyi si galiyaan"
"ye kumbhlaayee kaliyaan"
"ye aankhon ke bhanwre"
"kare rangraliyaan"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"ye aawaara raatein"
"ye khoyi si baatein"
"ye uljhaa sa mausam"
"ye nazron ki ghaaten"
"ye bikhri hawaayen"
"jo tooti si aahen"
"bulaaye sabhi ko"
"nazaaron ki baahen"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"kahaan aa gaye ham"
"kahaan jaa rahe thhe"
"ye aawaara raatein"
✍️



No comments:
Post a Comment