વાણીમાં , વર્તનમાં, વિચારમાં ....
હાં જરૂર બદલાવ આવ્યો હશે ....
હાં જરૂર બદલાવ આવ્યો હશે ....
અને બદલવું એ તો પ્રકૃતિનો સનાતન નિયમ છે ....
એ નિયમ મુજબ બધુ , બધા બદલાયા જ કરે છે ...
તેમ છતાં ...
તેમ છતાં ...
"ઘણું બદલાય છે, પણ બધુ જ , નથી બદલાતું....
બધુ બદલાય છે ,પણ ઘણું જ, નથી બદલાતું...."
અમુક ઘટના કદાચ બહારથી બદલાતી હોય છે ...
પણ ભીતર એ ઘટના એ રીતે કંડારાય જાય છે કે ક્યારેય ભૂંસાતી નથી...
આપણે પ્રથમ વખત સ્વર થકી મળ્યા...
અને પછી એક બીજાના શબ્દો કાનને સ્પર્શ્યા .....
ત્યારે જે અનુભૂતિ તને અને મને થઈ હતી ....
એ અલૌકિક હતી અવિસ્મરણીય હતી ....
આજે પણ એ ક્ષણ વીસરાઈ નથી....
અને તું બધી ક્ષણો ને એક સરખી ગણે કે એક બીજા સાથે સાંકળે તો.....
હું બીજું તો શું કહું , હા એટલું જરૂર કહી શકું કે તારી આવી વાતો તને અનયથી અલગ પાડે છે...
પણ હું નથી માનતો કે બધીજ ક્ષણો એક સરખી હોય કે, બધી ક્ષણોની અનુભૂતિ પણ સરખો હોય છે ,
એવું તારે માનવું હોય તો મન હું નૈ માનું....
દુનિયાના માહાન મહાન માણસો જે સ્વીકારી ચૂક્યા છે ...
એ કદાચ સામાન્ય માનવી પણ સ્વીકારે તો કઈ ખોટું તો નથી જ..!
પણ ગાંડી તું ક્યાં સામાન્ય છે ... :)
પણ જો તું મહાન છે , તો તારે પણ આ સત્ય સ્વીકારવું રહ્યું .... :)
બ્લાસ્ટ;-
ઘણું બદલાય છે, પણ બધુ જ , નથી બદલાતું "
" બધુ બદલાય છે ,પણ ઘણું જ, નથી બદલાતું....
"અનંત"
No comments:
Post a Comment