આધી અધૂરી ....
બે, મતલબ કી બાતે ...
અકલે કે, કાલની અધૂરી એમ ..!
..... અને પછી,,,,
ટાંચડી પડવાનો અવાજ આવ્યો .
અકલે ઘોઘીએ પોતાનાજ બંને કાન પર પોતાનીજ બન્ને હથેળી દાબી દીધી.
થોડી ધ્રુજારી . થોડું સ્પંદન અને પછી, ઝણઝણાટી ....
ઘોઘાએ આંખ બધ કરી ઘોઘી સામે જોઈને કહ્યું .
જા ઘોઘી જા તું ટાઢ ઓઢીને સૂઈ જા ..."
"હું ગરમી પહેરીને અગાસી પર જાઉં છું ..."
ઘોઘીએ કહ્યું પણ ઘોઘા અગાસી તો ઉપર છે .
મને ખબર છે, તારે કહેવાની જરૂર નથી ..!
ઘોઘાએ શાંતિથી ગુસ્સે થઈ કહ્યું.
તો પછી તું નીચે કેમ જાય છે..?
પાછો અગાસી પર આવવા ...
ઓહ, ઘોઘા ..! હું તો ભૂલી જ ગઈ કે આપણે અગાસી પર જ છઇએ...!
ટાંચણીના અવાજથી ઘોઘીનું મગજ બહેર મારી ગયેલું .
પણ ઘોઘાએ અગાસી પર હોવા છતાં એમ શા માટે કહ્યું કે ,
"હું ગરમી પહેરીને અગાસી પર જાઉં છું .."
એ પ્રશ્ન ઘોઘીને થવો જોઈતો હતો પણ ના થયો .
ઘોઘીને આવો પ્રશ્ન ના થયો!!! કે પછી, થયો હોવા છતાં પૂછ્યું નહીં ..?
એ પણ આમ તો જો કે એક પ્રશ્ન હતો ,
જેનો જવાબ સિવાય ઘોઘી કોઈ આપી શકે નહીં ...
પણ કામ જેનું સતત સખત સવાલો કરવાનું હોય ,
કહો ભલા એ જવાબ કેમ આપે..!
જો કે ઘોઘો તો જાણતો જ હતો કે તે અગાસી પર જ છે.
છતાં તે શા માટે "હું ગરમી પહેરીને અગાસી પર જાઉં છું .."
એમ કહી નીચે જવા માંડ્યો ..?
જો કે આ સવાલ પણ ઘોઘીને થાય તોજ જવાબ મળે..!
અગાસીની પાળી પર બેસી ઊંચે આકાશ તરફ જોઈ,
ઘોઘી પોતાનાજ પગના અંગૂઠાથી જમીન ખોતરે છે..!
એજ અગાસીની સામી પાળી પર બેસી,
ઘોઘો નીચું જોઈ આકાશ તરફ જુવે છે .!
ઘોઘી ઊચે જોઈને આકાશ જુવે છે ...
અને ઘોઘો નીચે જોઈને આકશ જુવે છે ...
પણ બે માથી એકેય એકબીજા સામે જોતાં નથી ... !
જોકે ઘોઘો ભૂલથી પણ ઘોઘી સામે જુવે તો પણ,
ઘોઘાને કોઈ સવાલ કદાચ ના થાય.
પણ ઘોઘી જો ઘોઘા સામે જુવે તો અચૂક સવાલ થાયજ કે,
અને થયો , અંતે સવાલ થયો જ્યારે ઘોઘીનું ધ્યાન ઘોઘા પર પડ્યું.
ઘોઘીએ ઘોઘાને પૂછ્યું .
ઘોઘા શું સામી પાળી પર બેસીને તું નીચું જોઈને ઊભો છે.!?
એવું તે શું કે તું નીચું જુવે છે .? ઘોઘી થી બોલવામાં બફાઈ ગયું.
એવું તે શું નીચે જુવે છે ના બદલે ,
એવું તે શું કે તું નીચું જુવે છે એમ બોલાઈ ગયું .
જો કે આ વાત ઘોઘાને આંખ બહાર ગઈ , અકલે કે , ધ્યાન બહાર એમ ..!
અકલે ઘોઘાએ કોઈજ જવાબ આપ્યો નહીં ...
અકલે પછી,,,,
હવે ગઈ કાલે વાત