લૂઉઅ તે રાજી ખુશીથી મને,
તારી સુંદર મારકણી આંખો આપી અકલે હું
એમ કૌ છું કે તે પ્રેમમાં પડ્યા વીના પ્રેમથી
મને તારી પતલી નાજુક નમણી આંગળી વડે
દોરેલી આંખ નુ ચીત્ર ચોરવાની રજા આપી દીધી ...
લાગે છે હવે ચીત નું મારે,
યા તારે
યા તારે મારા
યા મારે તારા
ચીતનુ
ખુબજ ધ્યાન રાખવું પડશે...
ખૈર ....
લૂ આંખોના ચીત્ર તો જોઈએ એટલા મળી જાય ...
ઉછીના શબ્દોની માફક ...
ચીત્ર ની વાત નોખી છે ...
નોખી છે શબ્દોની વાત
મારી પાસે ભાઇબંધના શબ્દોનો પુષ્કળ ખજાનો છે
અકલે હું ક્યારેય કોઈના શબ્દો નથી ચોરતો...
મૌલિક ચીત્ર મળે તો વધુ મજા પડે ..!
શબ્દોનું પણ આમ તો જોકે એવુજ ..!
પણ બધા પાસે કઈ મૌલિક શબ્દો ના હોય ....
તો ક્યારેક નીજી લાગણી વ્યક્ત કરવા કોઈકના શબ્દોનો
એનાજ અકલે કે સર્જકના નામ અને સન્માન સાથે ઉપયોગ કરવો
એ કોઈ ગુનાહ નથી ...
ભાઈબંધ પણ એવું કરતો પણ એ શબ્દો ના ચોરતો ....
મગર ગીતો નો ખુબ ઉપયોગ કરતો
પોતાની ચહીતી માટે જો કે એવું તો અનંત અનાદી કાળથી બધા કરેજ છે ..!
આખરે સૌને વ્યક્ત થવું હોય છે કરવું હોય છે તો એમાં કશું ગલત નથીજ ..!
અગર લાગણી વ્યક્ત કરવાની કોઈ રીત રસમ ના હોત તો ,
ગ્રીટીંગ્સ કાર્ડ અને ગીફ્ટ નો આવડો મોટો કારોબાર વિકાસ ના થયો હોત ..!
પ્રેમ હોય, બે શક.!
કઈ આપ લે ના કરે તો પણ હોય એ તો હોયજ ..!
મગર નાની પણ ગીફ્ટ અગર પ્રિય પાત્ર પાસેથી મળે તો,
એનું મુલ્ય અદકેરું થઇ જતું હોય છે ..!
એવી ભેટ મોંઘી હોય એ જરૂરી નથીજ ... !
ખરેખર તો પ્રિય પાત્રએ પ્રેમથી આપેલી સસ્તી ભેટ પણ.!
જીવનની મોંઘી અને મહામુલ્લી ભેટ થઇ જતી હોય છે !
જેને જીવનભર સાચવી રાખવી ગમે ..!
તારી આંખ મારા માટે મુલ્યવાન ભેટ છે ..!
અર્થાત તે જાતે તારા હાથે દોરેલી આંખ એમ .!
એટલેજ તો તે ચોરીમાં આપેલી
તારી મુલ્યવાન આંખને અહીં કાયમ સાચવી રાખવાની ઝંખના સાથે
આ ખુણામાં લઇ આવ્યો છું ..!
" આ ખૂણો એટલે ભાઈબંધ નું હૃદય "
અને મારો વીસામો...
મારૂ મન જે અહી ખીલે છે ખુલે છે અને,
મન હ્રદયમાં જે હોય તે બોલે છે ..!
લૂ હું ઘણા ચિત્રોની ચોરી કરું છું ,
ઘણા કરે છે , બધા કરે છે.!
મગર એમ નહીં .! અર્થાત પૂછ્યા વિના નહીંજ એમ ..!
રૂબરૂ હોય તો એમ નહીં તો મનોમન મંજુરી લઈને ...
હું ચિત્રો ચોરું છું .!
થોડા ઘણા પ્રકૃતિના
અને ઘણા બધા સ્ત્રીના.
અર્થાત વધુમાં વધુ સુંદર સ્ત્રીના ચીત્રો ચોરું છું ...
કારણ કે સ્ત્રી અને પ્રકૃતિ મા ઘણી સમાનતા છે..!
એક પુરુષ હોવાના નાતે સ્ત્રી મારું પ્રિય પાત્ર છે !
અને પ્રેમની તો કોઈ સીમા નથીજ હોતી ..!
તું 'ચાહે' તો મને
ચીત્ર ચોર કહી શકે છે ...
એ વાત નોખી છે કે ભાઈબંધ ચીત ચોર હતો ...
ખૈર ....
આખરે મારે તારી સુંદર આંખ સાથે
અકલે કે તારી પોતાની એવી નાજુક નમણી પતલી આંગળીમાં પકડેલી
કલમથી અર્થાત તારા હાથે દોરાયેલી મૌલિક આંખ સાથે...
વર્ષો પહેલા ભાઇબંધના હાથે દિવસે રાતે લખાયેલા...
શબ્દો નો સમાગમ સોર્રીઈઇ સંગમ કરાવો છે.!
એ પહેલા ...
આમ તો જોકે આંખો પર અનેક ગીત લખાયા ગવાય છે ફિલ્મોમાં
મગર એક મસ્ત ગીત જે અનંત ને ખુબ ગમતું ...(મને પણ )
જે બીજા ગમતા ગીતોની જેમ મહોલ્લામાં સતત ગુંજતું
એ ગીત તું પણ સાંભળ કદાચ તને પણ ગમે ,,
હું પણ વર્ષો બાદ આ ગીત સાંભળી લઉં ..
પછી તારી આંખ સાથે અનંતના શબ્દોનો સંગમ કરું .
VIDEO
આંખો ના આ ગીત સાથે આખો મહોલ્લો આંખ સામે ઊભરી આવ્યો ...
આંખ ઉભરાતા ઉભરાતા રૈય ગય ...
ખૈર ...
ભાઈબંધ ના શબ્દો ...
સમજવા છતાં સમજી ના શકાય એવી મન સ્થીતી થાય
ત્યારે ના સમજાય એવું સમજવા શબ્દોનો સહારો લઈને
અનંતે વર્ષો પહેલા લખ્યું હતું કે ,
ચાહત જેવું કઈ હોતું નથી અને તોય જાણે ચાહત થઇ જાય છે .!
બસ એક ઝલક તને જોઉં છું અને દિલને રાહત થઇ જાય છે .!
શું કહું તને ,મને કેવું કેવું થાય છે !
એવું એવું પણ અવાર નવાર થાય છે !
આવતા જતા અનેક આંખ સામેથી પસાર થાય .!
મગર આંખ શોધતી હોય છે કેવળ તને બસ તનેજ !
શું તારી સાથે પણ આવું બને છે? તને પણ આવુજ થાય છે ?
કે પછી હું એકલોજ આવુ અનુભવું છું ? થાય છે આવું મનેજ ..?
બંધ આંખે તો સતત તું સામેજ હોય છે "અનંત"
ખબર નૈ આંખ ખુલે ત્યાં ક્યા ગાયબ થઇ જાય છે.?
"અનંત"
તારી બોલકી આંખો .!
મારી બોલતી આંખો .!
"અનંત"હું આંખ બંધ કરું.
ત્યારે તું ખોલતી આંખો .!
*****
"અનંત"આંખો મારી બહેરી થઇ જય છે !
ત્યારે જોવાનું કામ હું કાનને સોંપી દઉં છું !
"અનંત"
વર્ષો પહેલા જ્યારે અનંતે રાત્રે આ વાત કરી ત્યારે...
મેં અબુધે કાયમ માફક પૂછેલું અર્થાત..?
આ શબ્દોનું ઊંડાણ સમજાવતા અનંતે કહ્યું .
એ યાદ આવે છે .
વર્ષો પહેલા જયારે અનંતને એની ચહીતી સાથે વાંકુ પડતું,
અકલે અનંત રિસાઈ જતો ત્યારે...
પેલી મનાવવા માટે કઈને કઈ તરકીબ કરતી ...
પણ અનંત બોલતો નહીં,
અકલે પેલીએ કંટાળીન કહ્યું ...
સાંભળતો નથી ..! બહેરો થઇ ગયો છે કે ..!
ત્યારે અનંતે પેલીને કહેલું
હાં ..!
"અનંત" આંખો મારી બહેરી થઇ જય છે !
ત્યારે જોવાનું કામ હું કાનને સોંપી દઉં છું !
અકલે અનંત નું કહેવાનું એમ થતું હતું કે
હું તારી સાથે બોલતો નથી ...
તારી સામે જોતો નથી ...
તો પણ હું તને જોઉં છું તો પણ તું મને દેખાય છે ..
જ્યારે તું ઉપરથી નીચે આવે છે
નીચેથી ઉપર જાય છે
ત્યારે ...
તારા ઝાંજરનો અવાજ મને સંભળાય છે .. !
અને ત્યારે તું મને સાવ નજર સામે દેખાય છે .!
આમ અર્થ સમજાવી અનંત ઊંઘી જાય છે .!
કહાની બૌ લાંબી છે ..!
મગર .
લૂ આજે આક,લૂ કાફી છે...
વધુ એ બધું જે અનંતે વર્ષો પહેલા
અષ્પટ અક્ષરે લખ્યું છે .
તે હજુ મારે ઉકેલવાનું અને,
ઉકેલીને સમજવાનું ઘણું બાકી છે .!
આખરે એકલો પુરુષ કેકલું ઉકેલે હેં..!
Hide or report this
મનેય કયો એ વાત
આવું તે દિવસે
તે કહ્યું હતું ને .!?
લે આજે મેં કહી દીધું .
ખુશ્શ ..!
છેલ્લે છેલ્લે અમારી પસંદનું
પ્રેમાળ જીવનના સપના જેવું ગીત .!
કદાચ તને ગમે ..!
VIDEO
આ ગીતમાં આંખો બોલે છે
ये आँखे बोलती है
जो हम ना बोल पाए ...
VIDEO
નિર્દોષ ગુનેહગાર ***** "અનંત" આંખો મારી બહેરી થઈ ગઈ છે ..! તેથી જોવાનું કામ મે કાનને સોંપી દીધુ છે.! એજ વર્ષો પહેલાં... ભાઈબંધે ઓલી ને કહેલી વાત.. તે અત્તારે સવારે સવારે યાદ અવાડી...
Edit or delete this
નિર્દોષ ગુનેહગાર ******* ખૈર... ઉપરથી નીચે વાંચ્યું નીચેથી ઉપર વાંચશે તો પણ તને સંભળાશે ... એ વાત કદાચ ..,
Edit or delete this
ક્યારેક Turn off chat for all friends exceptમાં જેઓને રાખ્યા હોય એમના જ એકેય મેસેજ ન આવે એમ પણ બને..
# એક_વાત
નિર્દોષ ગુનેહગાર ભલેને તમે જાતે દોરેલી હોય.. ! ! ! ! આંખ બોલે આંખ સાંભળે આંખ જુવે આંખ બતાવે આંખ બીવાડે અકલે,
Edit or delete this
નિર્દોષ ગુનેહગાર હવે હૌ કરો ને યાર્ર... ! ! ! ! ! હું પેલ્લેથી બી ગયેલો છું.! અકલેજ.! શુક્કામ મોટ્ટી આંખે ઘુરી ઘુરીને બીજીવાર બીવાડો છો.!
Edit or delete this
નિર્દોષ ગુનેહગાર **** લૂઅ ... ચાલો એક કામ પત્યું .. આખરે તમે સ્વીકારી લીધું ... અને હવે કામ નંબર બે, પેલ્લા તો પૂછીને ચોરી કરતો પછી ચોરીને પૂછતો .. ચોર છોરીને પૂછતો ... અર્થાત ... પછી જાણ્યું કે એ પણ ચોર હતા /હતી . જે પૂછ્યા વિના ચોરી કરીને ચીપકાવતી . અકલે પછી ચોરીને પૂછતો. અર્થાત ચોરે ચોરેલું હોવા છતાં ચોરીને ચોરને કહી દેતો અર્થાત ચોરને ચોરીને કહી દેતો... અર્થાત ચોરી ..સોર્રીઇઈઇ ... ચોરો પર સીના જોરી કરતો ... અર્થાત .. અર્થાત ... અર્થાત ... કદાચ તને સમજાય પણ મને કદાચ કહેવું છે એ સરખું કહેતા નથી આવડતું .. એકલે સીધુજ કહું હું ચીત્ર ચોર છું..! અને તારી આંખ ચોરવા ચાહું છું ... અર્થાત જે તે ચોરેલી નથી બલ્કે જાતે દોરેલી છે એ આંખ ..! હું ચોરવા ચાહું છું ..! ખંજવાળ આવે એ ચોરવાની વાત નથી..! આમેય એ દુરથી શક્ય નથી .! માર્રે વર્ષો પહેલા લખેલા.... ભાઇબંધના શબ્દોને તારી આંખો આપવી છે ... એકલે કે તારી આંખોને ભાઇબંધના શબ્દો આપવા છે... એમ કહું તો કદાચ તમને ના પણ ગમે ગુસ્સો પણ આવે ..! અને અગર એવું થાય તો મારી બીક સાચી સાબીત થઇ જાય ... આમ કહું કે તેમ ગમે તેમ કહું ! વાત આંખ ચોર્યા વગર દોર્યાની છે ...! અને દોર્યાં વગર ચોર્યાની છે ! કેમકે તમે છો હું નથી ચિત્રકાર ... હું એક ચીત્ર ચોર છું... તો રાજી ખુશી થી રજા આપો ... ના કહેવાની ગુસ્તાખી ના કરશો ... ગર ગુસ્સો આવે તો ચુપચાપ મને વઢ્યા વિના મારી બકવાસ અર્થાત બોલાતી બંધ કરી નાખજો ... અર્થાત ... ગુજરાતીમાં જેને ડીલીટ કહેવાય છે અને ઇન્ગ્લીસમાં ભુંસી નાખવું ... :) 😊 😊
Edit or delete this