અત્યારે રાત્રિના 2.45 થઈ ચૂકી છે.
પેટ્રોલમાં ભાવ વધારો
અમલમાં આવી ગયો હશે ..!
આજે ઘણાએ ફેસબુકની દીવાલો
વગર પેટ્રોલે પેટ્રોલથી સળગાવી....
તે એમાં હુએ થોડો દાજયો......
આમ તો જો કે ઘણો...
તે મને થયું લાવને આમેય ચારેકોર
પેટ્રોલ તો છ્ંટાએલું જ છે
તો જરા હુએ પલીતો ચાંપતો જાઉં ..
ને..લે.. આઆઆ ...ચાંપયો.. પલીતો..
પછી તો,
આવે આવે ભઇ આવે બધી વસ્તુમાં
ભાવ વધારો આવે,
જો કે કઈ બાકી જ ક્યાં રહ્યું છે ?
ભાવ વધારામાં?
અન્ન, કઠોળ, શાક ભાજી ફ્રૂટ,
તેલ , કેરોસીન, સોનું, પેટ્રોલ,
કે ઈતર જીવન જરૂરી કઈ ચીજ બાકી છે..?
કે જેમાં ભાવ વધારો ના આવ્યો હોય.
તો તમે શું માનો છો,
આ ઘટના પહેલી વાર બની રહી છે ???
યાદ કરો કે એકવાર વધ્યા પછી,
ક્યારેય કોઈ ચીજના ભાવ ઘટ્યા હોવાનું
તમને કોઈને યાદ આવે છે ?
મારી પાસે મોરબીમાં 1979 માં આવેલી,
હોનારત સામયના છાપાઓ,
હજુ પણ સાચવેલા પડ્યા છે.
જ્યારેથી હુ સમાજણો થયો ત્યારથી
એ છાપા મે વાંચ્યા છે.
આ ભાવ વધારાની હાય બળતરા
મે એમાં પણ વાંચી છે.
મને આમાં કશું નવું નથી લાગતુ....!
કારણ કે જવાબદાર આપણે જ છીયે.
ફેસબુક પર થોડા વખત પહેલાં
એક પોસ્ટ આવેલી જેમાં
42 વર્ષ પહેલા,
સોનાનો ભાવ શું હતો
અને આજે શું છે એનો
રેસિયો આપેલો હતો.
ત્યારે કમેંટમાં મે લખ્યું હતું .
સોનાનો ભાવ પાછો હતો
ત્યનો ત્યાં આવી શકે છે.
પૂછો કેમ.?
હરામ બરાબર જો કોઈને પણ. !
એ જાણવાની જિજ્ઞાસા થઈ હોય તો કે,
આખરે હું એવું શું કહી કે કરી શકું એમ છું
કે,
"સોનાનો ભાવ પાછો તળિયે આવી જાય",
પૂછ્યું હોત તો રસ્તો બતાવતય ખરો પણ!
કોઈએ પુછ્યું જ નૈ બોલો..!
અકલે પછી મે આવી બધી લપમાં પડવાનું છોડી દીધું.
પણ ખબર નૈ કેમ આજે પડી ગ્યો ..
મને કોઈ ઊભો કરો.......
પણ તોય આજે અંદર ઉકળતો
ઉછાળો આવ્યો છે.
વિના પૂછયે કહી નાખવાનો.
અને કહું છું
કહું ને ?
તો વાંચો કેમકે સંભાળશે નહીં...!
બસ આટલા પૂરતી જવાબદારી
હું મારા પર લઇશ કે ,
આ લખ્યા પછી જે થવું હોય તે થાય..
ને વાંચ્યા પછી,
જેને જે કહેવું સમજવું હોય એ સમજે કહે .
બાકી હું ક્રાંતિ વીરના
નાના પાટેકર વાળી નહીં કરું.
નાના : મરો સાલો મરો....
તુંમ સબકો આદત પડ ગઈ હે,
કીડે મકોડોકી તરહા જીનેકી ઔર મરનેકી.
તું સબ રેંગતે રહો એક કીડેકી તરહા...!
મુજે એસી જિંદગી નહીં જીની .
એ.. એ એ લા લા દે
મુજે યે ફાસિકા ફંદા દે દે.....
મુજે નહીં જીના કીડે મંકોડોકી તરહા.
"લા તું ક્યાં મુજે ફાંસીપે લટકાએગા
મે ખુદહી લટક જાઉંગા.."
મુજે જો કરનાથા મેને કર લિયા મુજે જો
કહેનાથા મેને કહે દિયા.
અબ મે ચલા ....
આવું નાના જેવુ હું કાઈ નહીં કરું...
કેમકે,
અગર હું આવુ કૈ કરું /કહૂ તો પણ
આ દૂનીયાથી ગયા પછી
માય કાંગલી દૂનીયાથી
માય કાંગલી પ્રજા .
મને શહિદ ગણી મારા ગયા પછી,
બહુ બહુ તો મારુ સન્માન કરશે.
મારા નામના થોડા છાજિયા લેશે....
ને પછી પેલું એકના એક ગીત
વગાડશે એ મેરે વતનકે લોગો...
“હરામ બરાબર જો કોઈ નાગરિક કે નેતાની આંખ ભીની થતી હોય તો" ..
("શહીદોના પરિવાર સિવાય")
દાઢી ને મૂછ બન્ને મુંડવી નાખું “..
ને પછી બધુ જ ભૂલી જશે....
આ દેશમાં શહીદોની આમ પણ
કોઈજ વેલ્યૂ નથી.
જે સરહદ પર દેશની રક્ષા કરતાં કરતાં
શહીદ થઈ ગયા તેના પરિવારને ,
હોસ્પીટલમાં રૂમમાં જગ્યા નથી મળતી
હોસ્પિટલના પટાંગણમાં પથારી મળે છે....!
આ દેશમાં શહીદ થવાનો અર્થ
પાછળથી પરિવારને રાજળતો મૂકવો ..
ના ભઇ ના હું એ નહીં કરું
ચાહે દુનિયા મને પણ ફાતડો કહે
મને કોઈજ ફર્ક નહીં પડે,
કારણ..! કારણ કે
કોઈને પણ ફર્ક નથી પડતો.
અને ગાંધીજી પણ ક્યાં એકલા લડેલા???
આખાયે ભારતની પ્રજા એની સાથે હતી.
અને હવે ???
મારે જે કહેવાનું હતું તે એ જ કે,
આપણે હવે આપણાં જ દેશમાં બેઠેલા....
ફાંદળા ગંધારા લુચ્ચા ખંધાઓ....
સામે લડવાનું છે.
અને એમાં કોઈ હથિયારની પણ જરૂર નથી .
તો કરવાનું શું ?
ભાઈ મંજીરાં વગાડો ... !
જાજુ કરવાનું કશું નથી...!
ફક્ત ત્યાગ કરવાનો છે.
અને એ પણ
"અન્નાની જેમ અન્ન નથી ત્યાગવાનુ ."
"નાટકીય અન્ન ત્યાગ નહીં ."
ઓરિજિનલ પણ નહીં.
તો???
તો શું . બસ આપણે તો ખાઈ પી ને ...
"હું પાણી નું કહું છું"
તમે શું સમજ્યા હે ??
તો વાલા આપણે તો હઔ હઔ ના ઘેર
હુતા હુતા..........
આનંદથી જે કદી આપણી
જરૂરિયાત ના હતી...
અને આજે આપણે એવું માની લીધું છે કે,,,,
ફલાણા વિના ના ચાલે ને ઢીકના વિના તો
બાઈ ચાલે જ નહીં હો ... !
બસ આવું આવું બધૂ ઘેર હુતા હુતા
ત્યાગવાનુ બોલો ત્યાગશો????
આપણી જરૂરિયાત જે
આપણે ઊભી કરી છે.
એને થોડો સમય અરે થોડો સમય જ કેમ ?
કેમ કોઈ નથી બોલતું કે,
ભાવ નીચો આવતો હોય તો,
અમે ગમે તેટલો સમય ખોટી
જરૂરિયાતનો ત્યાગ કરશું હે ?
(1)પહેલા તો આ સટ્ટો રમાડતાને તો નહીં
રોકી શકાય કારણ કે,
એમાં સરકારને બખ્ખાં છે .
પણ રમતા અને રોજ રોજ ડૂબતાં તો રમવાનું બંધ કરી જ શકે ને કે નહીં?
સરકારનું તો એવું કે તહેવારોમાં આનંદ ખાતર જો કોઈ તીન પત્તી રમે તો પકડી જાય .
તો આ સટ્ટો શું છે ?
ઇન્ટર નેશનલ જુગાર જ છે ને ?
પણ એ બંધ ના થાય ..
તો તો બિચારી સરકાર ડૂબી જાય હે ને ?
પણ આ મરી, મસાલા, અનાજ, કઠોળ પરના ખોટા વાયદા બંધ થાય તો,
એ બધી ચીજોના ભાવ ઘટે કે નહીં ?
વાયદાની રીત >> લેનાર ખોટો દેનાર ખોટો પણ જે ખાય છે એ ખાનાર ક્યા ખોટો છે.?
ચાલ આ ઘઉં મે 300ના લીધા હવે ,
વેંચવા છે ?
તો બોલ બોલી
તો 350 લીધા
બસ આમ જ ખોટી લેન દેન...
ખાનારો બિચારો ક્યાં જશે ?
એને જે ભાવ હશે એ ભાવે લેવા જ પડશે
વર્ના ઘેર છોકરા ભૂખે મરશે ...
આ છે વાયદાની કમાલ ચાલ .
ભાઈ કશું સમજાયું કે ?
તો બંધ કરોને વાલા....
નહીં તો
એ "ગરીબોની હાઈયું તમનેય નહીં છોડે “
"વાયદો રમનાર પણ એટલાજ ગુનેગાર છે."
એ ના ભૂલવું .
(2) બધા ભેગા મળી
વાહનો નો ત્યાગ કરો ......
ચાલીને જ્યાં જવું હોય ત્યાં જાવ.
ફાયદા ત્રણ થશે.
1શરીર તંદુરસ્ત થશે .
2પૈસા પણ બચશે
3 પેટ્રોલ ના ભાવ ઘટશે
જો બધા આવું કરે તો ?
પેટ્રોલમાં ભાવ ઘટે કે નહીં ?
હવે રહી વાત બાયડીની મન ગમતી વસ્તુ આભૂષણ અને એ પણ સોના ના હે ને ?
શુ એના વગર ના ચાલે કે ?
કેમ કશું બોલતા નથી??
પણ આ બધુ કદાચ શક્ય નથી ....
કેમકે,,,,,
જ્યાં બાયડિયું જો કે
"ભાયડા પણ ખરાજ"
એક કલાક પણ ટીવી વિના નથી ચલાવી
શકતા ત્યાં આવું બધુ કોણ કરવાનું હે ?
નહીં તો કેબલ કનેક્શનનો ચાર્જ
300, 350, કે પછી,,,
પ્રાઈવેટ ડિસ હોય તો પેકેજ મુજબ ભાવ ક્યાથી લઈ શકે હે ?
નહીં તો શું કોઈ નથી જાણતું કે ચેનલો વાળાને જાહેરાતમાં ધૂમ કમાણી થાય છે ?
અરે કઈ ના કરો એક વાર કેબલ કનેક્શન તો રદ કરો ....!
દૂર દર્શન મફત આવે જ છે..!
સાવ ના ચાલતું હોય તો એ વાપરો .
પછી જુવો
મફત કનેક્શન આપે છે કે નહીં ....
ક્યાં જવાના આખરે ......
એ જાણે જ છે કે જો લોકો ટીવી નહીં જુવે તો બાળકો ને બાયડિયું જાહેરાત નહીં જુવે.
અને જો બાળકો ને બાયડિયું જાહેરાત નહીં જુવે તો ખરીદી કરશે કોણ ???
તો હવે શું નક્કી કર્યું ?????
મૂકને લપ વાલા આવું તો ઘણું બધુ છે.
તારા કીધે સેકેલો પાપડ પણ,
ભંગાય એમ નથી ....
ખોટું પેટ્રોલ શા માટે બાળવું હે ?
આમેય ભાવ વધી ગ્યાં છે.
એ ...એ તો મે મને જ કીધું હોં.....
મારા તરફથી આજની રાત મે આપી
બોલો ....
અત્યારે 4.21 થઈ ચૂકી બોલો......
ખોટું નથી કહેતો હું સાવ સાચું જ કહું છું .
વિશ્વાસ ના આવતો હોય તો
મારી સામે નહીં ઘડિયાળમાં જુવો .. 😉😉
*********************************
ક, તિર્રા.....
*બ્લાસ્ટ *
મોંઘવારી અને ઉંમર બેઉ સરખી..
મોંઘવારી અસ્સલ ઉંમર જેવીજ હોય છે.!
વધ્યા પછી કહો ભલા ઉંમર ક્યારેય ઘટી છે.?
No comments:
Post a Comment