"
👻 અતૃપ્ત આત્માને આહ્વાન 👻
વર્ષો પહેલાં....
ખંડેર મધ્યે....
રાતના એકાંતમાં....
ભાઈબંધ....
અનંત અતૃપ્ત આત્માને આહ્વાન કરતાં કહેતો કે,
હે અકસ્માતે અકાળે મરણે જ-નારી
સૂક્ષ્મ દેહધારી...
હું અતૃપ્ત નર છું, તું છે અતૃપ્ત નારી...
છે એકસરખી આપણી લાચારી...
તો આવ મન-હૃદયથી,
હું તને આપું છું આહ્વાન...
તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.
મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.
હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.
હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.
"અનંત" અધૂરી-મધૂરી ઈચ્છાઓ સાથે,
અકસ્માતે અકાળે દેહ છોડ-નાર ...
હું તને હૃદયપૂર્વક આહ્વાન આપું છું.
આવ સૂક્ષ્મ દેહ ધારી, મુજ અતૃપ્ત નર પાસે આવ...
તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.
મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.
હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.
હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.
"અનંત"
No comments:
Post a Comment