દિવસો મહીનાઓ વર્ષો "અનંત" યુગો...
સતત વિતતા જાય છે....
"અનંત"
*બ્લાસ્ટ*
અને તને વહેમ કે હું ભટકુ છું.
તને એમ કે મારે ક્યાંક પહોંચવુ છે.!
ખૈર...
"અજ્ઞાની" તારા ભરમ તું જાણે,
મારે તો બસ એટલુજ કહેવુ છે.!
પહોંચવાનુ એને હોય જે હોય ના પહોંચેલા,
મારે તો હું જ્યાં છું ત્યાંજ મારી મંઝિલ છે.!
હું જ્યાં છું જે પણ હાલમાં છું, ત્યાં તે હાલ માં જ હું પરમ ચરમ અખંડ અનંત આનંદ ની અલૌકિક અનુભુતી કરૂ છું.!
"અજ્ઞાની"
"અજ્ઞાની" આ સીધ્ધી શું ઓછી કહેવાય.!?
કે, કોઈ પ્રસિધ્ધિ ની ઝંખના જ ન રહે.!
"અજ્ઞાની"
જાગરણ અને ઉજાગરામા બડો તફાવત છે.
ઉજાગરો અંધકાર છે, જાગરણ ઉજાસ છે.
"અજ્ઞાની"
જીવન છે તેથી જીવનમાં હોવું જરૂરી છે.!
એ જે જીવન જરૂરી છે.!
એ જીવન જરૂરી છેજ.!
સંસારમાં ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા આ બધુજ જરૂરી છે.!
જીવન છે તેથી જીવનમાં આ બધુઊજ હોવું જરૂરી છે.!
આથી એનો ઈન્કાર હરગિઝ ન થઈ શકે.!
પરંતુ એ સર્વસ્વ નથી.!
એજ સર્વસ્વ નથી.!
જીવન એ સીવાય પણ છે.!
જીવનમાં એ સીવાય પણ ઘણુ છે.!
જે બાહ્ય નથી આંતરિક છે.!
આથી એ પણ જીવનમાં હોવું જોઈએ.!
એ સાર્વજનિક નથી.!
એ સાર્વજનિક ન હોય શકે.
એ માત્ર નીજી છે.!
એ નીજી હોય શકે.
એમાં કોઇની દખલંદાજી ન હોય,
કોઈ ચાહે તોય એમાં દખલગીરી ન કરી શકે.!
એ એટલુ મજબૂત હોય છે!
બહાર ચાલતી તમામ ક્રીયા ભટકવું છે.!
જ્યારે ભીતર ચાલતી તમામ ક્રીયા યાત્રા..
સંસારમાં ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા આ બધુજ જે બહાર છે, જે બહાર હશે, બહાર થી આવશે તે વધઘટ થશે, અને આખરે જશે.!
અર્થાત્
બહાર થી પ્રાપ્ત થતી તમામ સાંસારીક ચીજ ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા તમામ જે કૈં પણ બહારથી આવે છે,
તે અચુક જશે.!
અને તે જાય છે તેજ જાય છે.!
જે નીજી છે, જે ભીતર છે તે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક છે.!
તે ક્યારેય ક્યાંય જતું નથી.!
તે કોઈથી તુટે નહીં.!
તેને કોઈ લુંટે નહીં.!
તેને કોઈ લઈ જઈ શકતુ નથી..!
તેને કોઈ લુંટી શકતુ નથી.!
જે ભીતર છે.!
જેનુ મુલ્ય વધઘટ થાય,
ક્યારેક ખૂબ વધે ક્યારેક શુન્ય થાય,
એ બધુ બહારનુ છે.!
એ જવા સંભવ છે અને આખરે જાય છે.!
જે બહાર છે, બહારનુ છે
એ લુંટાવાનો ભય પણ રહે.!
ચાહે તે ધન દૌલત હોય કે સંબંધ.!
મગર જે ભીતર છે એને ભલા કોણ લુંટી શકે.!
એ મુલ્યવાન છે.!
એ અમુલ્ય છે.!
એમાં ઘટવાને ને કોઈજ અવકાશ નથી.!
એ વધે છે સતત વધે છે.!
એ એવી દૌલત છે જે લાખ પ્રયાસે પણ કોઈ લુંટી ન શકે.!
એ એવો અલૌકિક અતુટ સંબંધ છે જે કોઈ કાળે કોઈથી તુટી ન શકે.!
હું "અનંત" એ ખજાનાનો માલિક છું.!
*બ્લાસ્ટ*
મારી બહાર ની દૌલત વીશે તમે ધારવુ હોય તેટલું મુલ્ય ધારી શકો.! તમે આંકવું હોય એટલુ મુલ્ય આંકી શકો છો.! તમારી દ્રષ્ટિ એ કદાચ એ ઉચ્ચ હોય શકે છે મગર, મારી દ્રષ્ટિએ એ સાવ સુલક એવં તુચ્છ છે.!
મારી ભીતર પરમ ચરમ અખંડ અનંત સંતોષનો અલૌકિક "અનંત" ખજાનો છે.!
એનુ મુલ્ય તમે કલ્પના માં ધારી ન શકો એટલુ છે.!આંકડામાં આંકી ન શકો એટલુ છે.
મારી ભીતર પરમ ચરમ અખંડ અનંત સંતોષ છે.!
"અનંત"
संतोष मे सुख भरा पडा है।
असंतोष बडा दुख दाई रे।
रे मुरख तेरी जरूरत थोडी।
"अज्ञानी" करे क्यों ज्यादा हाय हाय रे..!
"अज्ञानी"
કોઈ ના વાંકે કોઈ દંડાય છે યા કોઈ એકના ખરાબ કર્મ ની સજા કોઈ બીજુ ભોગવે છે.
એમ કહેવુ સમજવું બડુ ભુલ ભરેલુ છે.
એ ભરમ માત્ર છે.!
ખરી હકીકત તો એ છે કે,
ખુદની ભુલો કોઈ સ્વીકારતા નથી, કોઈ સ્વીકારી શકતા નથી યા કોઈ સ્વીકારવા ઈચ્છતા નથી. આથી આવા કે તેવા ભરમ થતા હોય છે.
અગર છેક ભીતરના ઊંડાણે ઉતરીને મંથન કરો તો સહજમાં સમજાય જાય "અજ્ઞાની" કે,
તમારા જ કોઈ કર્મ ને આધીન
એ કોઈ ભુલ યા ખરાબ વ્યવહાર કરે છે.
જે તમને પીડે છે.!
અગર એની ભુલ એનો વ્યવહાર તમને સ્પર્શે છે તો સમજો "અજ્ઞાની" કે એ તમારીજ કોઈ ભુલનુ પરીણામ છે એ તમારૂ જ કર્મ છે "અજ્ઞાની" જે યેનકેન પ્રકારે તમારી સામે આવે છે.!
એમાં એનો કોઈજ વાંક નથી.!
જેને તમે દોષ આપો છો, એ તો નીર્દોશ છે.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment