એક દિ'અમે એક બીજાને એવોર્ડ આપેલો,
બસ, પછી ભૂલી ગયા બેઉ એક બીજાને..!
આ તો સાચું લાગ્યું તો થયું લાવ હુયે સૂર પુરાવું ......
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
આમ તો મને જાજુ કે થોડું લેખકો જેવું લખતા ના ફાવે પણ !
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
આમ તો મને જાજુ કે થોડું લેખકો જેવું લખતા ના ફાવે પણ !
કોઈક લેખકે કશું સારું લખ્યું હોય તે વાંચતાં આવડે.
અને સારું લાગે તો લોકો સુધી પહોંચાડતા ફાવે.
અને એ પણ લખીને !
અહીથી લિન્ક બીંક આપતા ના ફાવે !
હું હજુ આ નગરમાં નવો નવો ખરોને ! એટલે....!
હા હા ! સાચું કહું છું !
હજુ મને આ નગરની રચના પૂરે પૂરી ક્યાં સમજાઈ છે
એટલે તો ઘણી વાર એવો સલવાઈ જાઉં છું ના પૂછો વાત .
આ ટાઈમ લાઇનમાં હું એ રિતેજ આવી ગયો
અચાનક્જ ભૂલો પડી ગયેલો
પછી મને ખબર જ ના પડી કે,
ક્યારે મને સાવ નવી જાતનું ઘર મફતમાં મળી ગયું .
અને મને એ પણ યાદ નથી કે પહેલા હું ક્યાં ઘરમાં રહેતો ....
એવા તો બીજા ઘણા લોચા મારાથી મરાઈ જાય છે.
એના વિષે કહેવા બેશુ તો કદાચ હું લેખક ના હોવા છતાં પણ !
મારાથી કોઈ કોમેડી વાર્તા સર્જાય જાય.
"અલ્યા ગાડી ટ્રેક બદલે છે.!"
આમ મંજિલ નહીં આવે .”આ” મે મને જ કીધું”
ચાલો ગાડી મૂળ ટ્રેક પર લઉં ..
"સમજોને મારૂ કામ અસલ ટપાલી જેવું જ"
એનામાં ને મારામાં ફરક એટલો જ કે એ બંધ પરબીડિયાં પહોંચાડે
અને હું ખુલ્લા....!
એને ખબર ના હોય કે એ બંધ ટપાલમાં એ કોઈને
“ખુશીના સમાચાર આપી રહ્યો છે કે દૂ:ખના” ,
“સારા સમાચાર આપી રહ્યો છે કે ખરાબ.”
પણ મને ખબર હોય કારણ મે પ્રથમ એ વાંચી લીધા હોય
કદાચ તમે પણ એ સમાચાર વાંચી લીધા હોય એવુય બને હે..! શું ક્યો છો ?
મને સારું લાગે તો જ હું તમને પણ એ વાંચવા કહું .
મને એવું કે'વું ગમે !
પણ હાં !
"એ જરૂરી નહીં કે મને જે ગમ્યું તે બધાને ગમે "
"ભઈ બધાના રસ રુચિ અલગ અલગ હોય એવું ના બને" ?
બને જ ને !
હરેક સર્જકોમાં એ જ તો ખૂબી હોય છે .
એ એવું લખી નાખે કે આપણે જ્યારે વાચીએ ત્યારે
એમ થઈ જાય કે બસ હું આજ કહેવા માંગતો હતો....
અને એજ ખરું સર્જન
જ્યારે કોઈને એ વાત પોતાની જ લાગે હ્રદય સોસારવિ ઉતરી જાય
ત્યારેજ એ સર્જકનું સર્જન પણ સાર્થક થયું ગણાય હે કે નૈ ?
'ને પછી આપણને જે કહેતા સમજાવતા આ આવડતું ના હોય,
તે એક સર્જક લખી જાય ત્યારે...
એ વાંચવા વંચાવવાની ઈચ્છા રોકી ના શકાય. ...
"અને બેચાર અક્ષર લખતા આવડે એને લેખક તો ના જ કહેવાય ને ?"
ભઈ ઘણું સંશોધન માંગી લે છે આ લખવાની કળા પણ ..!
કેટલોય અભ્યાસ માંગી લ્યે છે !
બધી જ વિગતોનું ખૂબ બારીકાઈથી નિરીક્ષ્ણ કરવું પડે !
ભઈ ત્યારે માંડ એકાદ સુંદર સર્જન થાય છે...."
“લે વળી ગાડી..... હાં ભઈ હાં_ સમજી ગયો “. આ પણ મે મને જ કહ્યું.”
“મારૂ એવું જ છે મારે મને જ વારે વારે સમજાવો પડે”..!
“અરે મૂળ વાત કર બહુ લાંબી ના કર , મે મને જ કહ્યું હો કે !
તો હું એમ કહેતો હતો કે , !
આજની બુધવારની પૂર્તિ માં જય વસાવડા નો લેખ વાચવા જેવો છે”અનાવૃત”
ભઈ સાવ ખુલ્લા દિલનો લેખક છે !
અને સાવ ખૂલમ ખુલ્લા જે કહેવાનું હોય કહી નાખે છે..!
અને પાછી કોઈ કાલ્પનિક વાત નહીં !
એકદમ સત્ય અને સચોટ....
સાવ લોલમ લોલ નહીં પૂરે પૂરો અભ્યાસ કરીને અને મને એ ગમે .!
અને આ કંઈ એનો પહેલો લેખ નથી કે જે હું
આટલો ઊછળી ઊછળી ને એની વાત કરું છું .
અરે ભઈ એના બધાજ લેખ આવા જ હોય છે.
અરે યાર..
એનો લખવાનો અંદાજ કઈક અલગ જ છે
એકદમ રોમાંચિત કરી નાખે વિષય ગમે તે હોય.
"સાચું સ્વીકારવા માટે છત્રીસની છાતી જોઈએ
પણ સાચું કહેવા માટે તો બોતેરની છાતી જોઈએ " ભાઈ ....
અને એ બન્ને સાઇઝની છાતી છે જય વસાવડાની......."
"એનું લખેલું પચાવવું જેવા તેવાનું કામ નહીં".
એમાય દંભી લોકો તો એને ક્યારેય ના. પચાવી શકે.
"ઘટના આ સદીઓથી ઘટતી આવે છે ક્યાં એમાં નવું કશું...
પહેલા જે બંધ બારણે થતું એ આજે ખુલ્લે આમ થાય છે"
" હા લેખકો વિષે કોઈ ધારણા ના બાંધવી”.
"કલમ ચલાવનાર તલવાર પણ ચલાવી શકે એમ ના વિચરવું ,
હા કલમ ચલાવનાર કોઈને તલવાર ચલાવવા મજબૂર જરૂર કરી શકે !
અને લેખક ધારે તો હથિયાર ધારીના હથિયાર પણ હેઠા મુકાવી શકે છે !
કેમકે કોઈ પણ સર્જક જે કઈ સર્જન કરે છે’
“તે કરે છે” તેના કરતાં કોઈ કરાવે છે તેમ કહેવુંમને વધુ ઉચિત લાગે છે.
સર્જક સાથે જોડાયેલી ઘટના મને લોકિક કરતાં આલોકિક વધુ લાગે છે.
માટે કોઈ પણ સર્જકના જીવનને તેના સર્જન સાથે સરખાવવો વધારે પડતું ગણાશે..!
આપણે એટલુ જ વિચારી વાંચવાનું કે એમાંથી કશુક નવું જાણવા માણવા મળે છે .
અને જો એની કહેલી વાત જીવનમાં ઉતરવાથી કોઈ જ નુકસાન ના થતું હોય
બલ્કે ફાયદા હી ફાયદા થતા હોય તોજ એની વાતો જીવનમાં ઉતારવી .
નહિ તો કોઈ પણ સર્જક નું સર્જન જોતાં જોતાં કે,
વાંચતાં વાંચતાં જેમ એક ફિલ્મ જોતા હોય.
બસ એમજ આપણે એક અનોખા કલ્પના જગતમાં ઊડીયે
"એટલા રોમાંચિત થઈ જઇયે એ પણ જેવી તેવી વાત નથી ".
"એક સર્જક માટે પણ આ સિધ્ધી ઓછી નથી હોતી....."
અહી ખાસ ખુલાસો કરવો મને જરૂરી લાગે છે ક.
કે રખે કોઈ મનમાં એમ કહે કે,
તો શું અમે છાપા નહીં વાંચતાં હોઇ...!
અરે ભઈ એવું હું પણ નથી વિચારતો
આ તો બસ જરા વધુ મજા આવી ને વળી આપ સૌનું સાનિધ્ય મળ્યું
તે મને થયું લાવને થોડું કાઇ હુંય લખું
બસ જરાક લખી નાખ્યું .. એટલુ જ બીજું જ કાઇ નહીં....
"આ શિયાળામાં સવારે તડકે બેસીને કે પછી.
રાત્રે ગોદળમાં ઘૂસીને છાપાઓ પૂર્તિઓ કે,
કોઈ પણ સાહિત્ય વાંચવાની મજા કઈ ઓર જ હોય છે."
તો વાંચો ને.....!
મને તો લિન્ક મૂકાતા ના આવડે પણ.
એ કામ મારી મિત્ર”લિટલ એંજલ કુંજલ”જરૂર કરી શકે છે !
હું એમને કહીશ કે અહી મારા ઘરમાં “જય ભાઈ” ની લિન્ક મૂકી દ્યોને...!
ચાલો હવે હુ ગાયબ થઈ જાવ.
અરે યાર આ ત્રીજા શૂક્ષ્મ અને અલૌકિક વિશ્વમાં
એ શક્ય છે !
“ધારો ત્યારે પ્રગટ ને ધારો ત્યારે ગાયબ"

