ગતાંકથી ચાલુ...
जिंदगी ख़्वाब है,
ख़्वाब में , जूठ हे क्या, और भला ... सच हे क्या... जिंदगी.....
ચાહની રાહ જોતો ઘોઘો ગીત
સાંભળી રહ્યો હતો....અને સાથે સાથે ગાઈ પણ રહ્યો હતો....
ચાહની
રાહ જોઈ ઘોઘો થાક્યો. અંતે ચિલ્લાયો ઘોઘી..એ….
ઘોઘી.... યાર,,,ચાય લઈ આવને..! જલ્દી...
મને બૌ
તલપ લાગી છે...! ઘોઘો પોતાના ઘરમાં બેઠો ચિલ્લાય .... ને ઘોઘીએ પોતાના ઘરમાંથીજ
જાવાબ આપ્યો .. ચિલ્લા નહીં ઘોઘા આવું છું હમણાં જ ચાય લઈ આવું છું....
ઘોઘો
ફરી ગીત સાંભળવા, ગાવામાં મશગુલ થઈ ગયો...
एक कतरा मै का जब पत्थर के होठो पर गिरा ,
उसके सिने में भी दिलधड़का ये किसने
ठीक कहा.... जिंदगी....
હવે
ઘોઘાથી રહેવાયું નહીં . મારેજ જવું પડશે લાગે છે. આજે
પણ એની માં ઘેર નહીં હોય, તેથી
ચાઇ ચાઈને ચાય લાવવામાં વાર લગાડે છે, જેથી હું એના ઘેર જાઉં અને એ
ફરી મને દજાડે,. આમ બબડતો ઘોઘો ઘોઘીના ઘેર જવા ઊભો થઈ
ચાલવા લાગે છે. હજુ તો પોતાના ઘરના દરવાજે પહોચે છે ત્યાજ ઘોઘી આવી પહોંચે
છે, ને
તેદિ’ની માફક સીધી ઘોઘા સાથે કપ સોતી અથડાય છે....
અને
કપ સીધો ઘોઘાની છાતી પર ઢોળાય છે.
ને ઘોઘો છાતી પર હાથ ઘસતા ઘસતા.. ‘ઠેકડા મારતા ઉહકારા કરતો બોલે
છે
ઑ..ઑ...ઑ..
ઘોઘી શું કરે છે યાર જોતી નથી હું.. હું આવતો... હતો..ને તું...
સાવ અક્કલ
વગરની છે ! આમ હોય, .... ! તે દિવસે પણ આમ જ તે મને દઝાડયો હતો...
ઘોઘી
ખન ખન કરતી જોર જોરથી હસે છે...
ઘોઘા ચાઇ ચાઇ ને મે તને ચાય થી નોતો દઝાડયો હો. !
એમ કહી હસતાં હસતાં કપમાં જે વધ્યું ઘટ્યું
હતું તે પણ ઘોઘાની છાતી પર રેડી દ્યે છે..
ઘોઘો
ગુસ્સે થઈને લે ...લે પણ ... આ શું કરે છે પણ તું, મને બળતરા થાય
છે....
ઘોઘી
વળી પાછી હસે છે. હસતાં હસતાં ઘોઘાને કહે છે
‘સાવ અક્કલ વગરનો ... તેમાં..!’
ઘોઘો કહે . 'હું
કે તું... ?'
ઘોઘી
આંખ નચાવતા ઘોઘા સામે જોઈને બોલી....
તુજ તો વળી , ઘોઘા
અક્કલ વગરનો તો તું છે જ ..! સાવ કરતાં સાવ ઘોઘો...તેમાં...
જરા
જોતો ખરો, તારી પર જે ઠોળાયું એ ચાય છે કે ઠંડુ બરફ વાળું પાણી...?
ઘોઘો
જીણી નજરે એકીટસે ઘોઘી સામે જોતાં સાવ ધીમેકથી ઠંડા નિશ્વાસ સાથે બોલ્યો ...
"ઘોઘી...અતિ
ઠંડક પણ દઝાડતી હોય છે...!"
ઘોઘી
ને એ સંભળાયું કે ઘોઘો કશુક બબડ્યો પણ સમજાયું નહીં કે ઘોઘો શું બોલ્યો.
ઘોઘીએ
પૂછ્યું ‘ હે
!! ? શું કહ્યું ?
જરા જોરથી બોલ તો સંભળાય, સંભળાય તોજ સમજાય...’
ઘોઘો
નીચું જોઈને કહે ‘કઈ નૈ હવે.’
આ શર્ટ
પલળી ગયો છે એનું કાં’ક કર છાતીમાં બળતરા થાય છે.........
તે અક્કલ
વગરના તારી છાતીની બળતરા મટાડવા જ હું બરફ વાળું ઠંડુ પાણી લાવી હતી.
ગઈ કાલે
મારા સાથે ભટકાતાં તારા પર ગરમ ચાય ઢોળાઈ હતી, તો મને થયું લાવ આજે ઠંડુ પાણી છાતીમાં ઘસી
આવું તો તારી છાતીની બળતરા ઓછી થાય .. ત્યાં તો સામે તું ઘસી આવ્યો. અને ઠંડુ પાણી
હતું તોય તું ગાંડાની માફક એમ ઠેકડા મારવા લાગ્યો, જાણે ગરમ ચાય
ઢોળાઈ હોય...
ઘોઘો
અંગૂઠા ને આંગળી વડે શર્ટ છાતીથી છેટો કરતાં બોલ્યો... ‘એવું જ છે ઘોઘી...’
ઘોઘાના
શર્ટ ના બટન ખોલતા ખોલતા ઘોઘીએ પૂછ્યું. ‘એવું એટલે...?’
ઘોઘાએ
વાત ઉડાવતા કહ્યું. ‘કઈ નૈ હવે...!’
અઘરો...
અતિ અઘરો.... કાયમ અધૂરું ને અટપટું બોલી ને ચૂપ થઈ જાય છે તું.
પાછા
પૂછીએ તો કેસે તાઈ નૈ હવે.. કો’ક દિ તો પૂરું ‘ને હમજાય એવું બોલ...! ઘોઘીએ ઘોઘાના ચારા પાડતા ઘોઘા પર પ્રેમાળ ગુસ્સો કર્યો..
ઘોઘો
પણ ગુસ્સે થઈ ગયો જે બોલ્યો એ બોલ્યો ! તું સાંભળી સમજીને શું કરી શકવાની ...?
તારાથી
તો કાઇ થાય એમ નથી. નાહક માથું ના ફેરવ મારુ. આમ બોલી ઘોઘો નીચી મુંડી કરી, હળવેકથી ઘોઘીના બટન ખોલતા
હાથ હટાવી જાતે બટન ખોલવા લાગ્યો...
શું બોલ્યો તું? બોલ તો ફરી
વાર બોલ મારી આંખમાં આંખ પરોવીને બોલ શું બોલ્યો તું ?
ઘોઘીની આંખો દૂ:ખ વેદનાથી તગતગી ઉઠી. ઘોઘીને ગુસ્સો પણ આવ્યો. શર્ટ ના છેલાલા ત્રણ બટન ખોલવાના
બાકી હતા તે ફાટ ફાટ ફાટ કરતાં ખેંચી ને તોડી નાખ્યા ઘોઘાને આખોને આખો હલબલાવી હડસેલી
ને ચાલતી પકડી ...
ઘોઘો
ઘડીભર સુન થઈ ગયો. બેબાકડો થઈ ગયો.
ઘોઘીની
તગતગતિ આંખો એની નજર સામે તરવારવા લાગી ...
અને અચાનક
ભાન થયું ઘોઘીને જતી રોકવા પ્રયાસ કર્યો....
ઘોઘી..
ઘોઘી.... અરે.. અરે.. પણ મારી વાત તો સાંભળ ...
ઘોઘીએ જતાં
જતાં જરા થંભી પાછું વળી ગૂસાભરી નજરે ઘોઘા સામે જોઈ છણકો કરતાં ઘોઘી બોલી.
‘સાંભળી લીધી, બરાબર સાંભળી લીધી તારી વાત મે ઘોઘા... બરાબર
સાંભળી લીધી..
તે એમજ
કહ્યું ને કે તું શું કરી શકીશ , મારાથી કાઇ થાય એમ નથી એમજ બોલ્યો ને તું ... ?
તો એમજ
સમજ ..!
એમ કહી ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ....
હાફળો
ફાંફળો થતો ઘોઘો દરવાજા સુધી ગયો ને ઘોઘીને કહેવા લાગ્યો ....
અરે પણ
મારી વાત તો સાંભળ . મારા માટે ચાય તો લઈ આવે છે ને ... ?
ના !
બહાર ઘણી લારીઓ ઊભી છે . ત્યાં જઈને ચાય પી લેજે....
આમ કહી
ઘોઘી પોતાના ઘરમાં પ્રવેશી ગઈ....
વિલા
મોએ ધીમા પગલે ઘરમાં આવતા...
કપાળે
હથેળી ઠપકારી ઘોઘો સ્વગત બબડવા લાગ્યો ....
ઓહ...
હું શું બોલી ગયો, શા માટે બોલ્યો..
કઈ સમજાતું
નથી , આવું
શાને થયું ...?
નક્કી કઈક ભૂલ થઈ
ગઈ,
ભૂતકાળની કોઈ પીડા ભરખી ગઈ મારી આજને...
હવે આવતી કાલનું શું થશે....?
ભૂતકાળની કોઈ પીડા ભરખી ગઈ મારી આજને...
હવે આવતી કાલનું શું થશે....?
આમ એકલો એકલો બબડતો ઘોઘો
સોફા પર ફસડાઈ પડ્યો....
ઘોઘીયે ગુસ્સે થઈ ખેચીને તોડી નાખેલા બટન ના કારણે બન્ને બાય પરથી ઉતરી ગયેલો શર્ટ...
પહેલા
ગરમ ચાય ને પછી અતિ ઠંડા પાણી થી બળતી છાતી.
પોતાની
છાતીએ હાથ પસારતા પસારતા ઘોઘો મંથન કરવા લાગ્યો.
શું સંબંધ
છે મારે ને ઘોઘી વચ્ચે ?
શાને
આટલું ખેંચાણ બન્ને વચ્ચે ?
કાઇજ
તો સંબંધ નથી છતાં.!!?
બસ પડોસમાં રહે છે. કેમ છો કેમ નહીં થી શરૂ થયેલો સિલસિલો
રોજની
આવ જા , મુલાકાતથી
લઈ દેખભાળ સુધી વિસ્તર્યો .
ના તો
એ મારો ભૂતકાળ જાણે છે , ના હું તો પછી આ બધુ શું...?
આમ મંથન
કરતો ઘોઘો ત્યાં સોફા પર જ ઢળી ગયો... !
ક્રમશ....
બ્લાસ્ટ:-
"અનંત" મુક્ત થવાનો પ્રયાસ માત્ર એ વાતનો -
પુરાવો છે. કે તમે કોઈક બંધનમાં બંધાયા છો .
"અનંત"
"અનંત"
.jpg)



